સુરત : Coronaના ડરથી નિવૃત પોલીસકર્મીએ કર્યો આપઘાત, 'આજે રસીનો બીજો ડોઝ લેવાનો હતો'


Updated: April 21, 2021, 10:27 PM IST
સુરત : Coronaના ડરથી નિવૃત પોલીસકર્મીએ કર્યો આપઘાત, 'આજે રસીનો બીજો ડોઝ લેવાનો હતો'
નિવૃત પોલીસકર્મીએ આપઘાત કર્યો

ચાર ચાર દીકરીઓને પરણાવી પત્ની સાથે સુખમય જીવન જીવતા હતાં. કેટલાક મહિનાઓથી મને કોરોના થઈ જશે તો શું, એવી ચિંતા કરતા હતાં

  • Share this:
સુરત : શહેરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નિવૃત કર્મચારીને પોતાને કોરોના થશે, તેવા માનસીક તણાવમાં વેકસીનનો બીજો ડોઝ લે તે પહેલા જ આવેશમાં આવીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવાની ઘટના સમયે આવી છે. જોકે આ કર્મચારીના મુત્યુ બાદ રિપોર્ટ કાઢવામાં આવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સુરતમાં આજે એક એવી ઘટના સામે આવી છે જે જાણીને ભલ ભલાનાં રુંવાટા ઉભા થઇ જશે. સુરતના નાનપુરા ખાતે રહેતા અને પોલીસ વિભાગમાં નિવૃત્તિ થઇ ગયેલા હરકિશન ભગવાકર છેલ્લા ત્રણ મહિનાથી માનસિક તણાવમાં જ રહેતા હતાં. તેમને બીક હતી કે, હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં તેઓ સપડાય જશે. જોકે આ વિચારથી સતત માનસિક તણાવ અનુભવતા હતા.

આ પણ વાંચોસુરત : 'બે દિવસ બાદ દીકરીના લગ્ન', બાટલો ફાટતા ઘર, કરિયાવર, રૂપિયા બધુ બળીને ખાખ, પિતા રડી પડ્યા

મૃતક આ વિસ્તારના પૂર્વ નગર સેવક વિજય માસ્ટરના અંગત અને ખાસ મિત્ર હતા. પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું કે, આજે અમારે બંનેએ કોરોના સામે રક્ષણ આપતી રસીનો બીજો ડોઝ મુકવાનો હતો, જેથી પોતાના મિત્રને તેના ઘરે બોલાવા ગયો હતો, અમારે સાજે બીજો ડોઝ લેવા જવાનો હતો. તેમના ઘરે જઈ ભાભીને પુછ્યું ક્યાં ગયા અમારા મિત્ર, તો ભાભીએ કહ્યું, જોઉં આ બાજુ હશે, જ્યાં હું ગયો તો મારો મિત્ર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મારી ચીચીયારીઓ સાંભળી ભાભી અને પડોશીઓ દોડી આવ્યા હતાં ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચોસુરત : Coronaનો સર્વે કરવા ગયેલી શિક્ષિકાએ એક 14 માળની બિલ્ડીંગ પરથી મોતની છલાંગ લગાવી

ઉલ્લેખનીય છે કે, મૃતક હરકિશનભાઈ પોલીસ કમિશનર કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે સેવા આપી નિવૃત થયા હતાં. ચાર ચાર દીકરીઓને પરણાવી પત્ની સાથે સુખમય જીવન જીવતા હતાં. કેટલાક મહિનાઓથી મને કોરોના થઈ જશે તો શું, એવી ચિંતા કરતા હતાં. માનસિક તણાવને લઈ આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવામાં આવે છે. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે આ કર્મચારીના મુત્યુ બાદ તેમનો રિપોર્ટ કાવામાં આવતા તે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યુ હતું.
Published by: kiran mehta
First published: April 21, 2021, 10:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading