સુરત: અધધધ... 520 કરોડની કરી છેતરપિંડી, ભેજાબાજો આ બે ચાઈનીઝ એપ દ્વારા લોકોને છતરતા


Updated: June 10, 2021, 8:26 PM IST
સુરત: અધધધ... 520 કરોડની કરી છેતરપિંડી, ભેજાબાજો આ બે ચાઈનીઝ એપ દ્વારા લોકોને છતરતા
આરોપીઓની ધરપકડ

ભારતભરમાં અલગ અલગ લોકોને નાણા ડબલ કરવાની લાલચ આપીને 520 કરોડની છેતરપીંડી કરેલ જે નાણા બોગસ કંપનીઓ ઉભી કરાવી જમા કરાવવામાં આવતા

  • Share this:
સુરત : પાવર બેંક અને ઇઝેડ પ્લાન નામની ચાઇનીઝ એપ દ્વારા બેગ્લોર, દિલ્હી, ઉત્તરાખંડ તથા ભારતભરમાં અલગ અલગ લોકોને નાણા ડબલ કરવાની લાલચ આપીને 520 કરોડની છેતરપીંડી કરેલ જે નાણા બોગસ કંપનીઓ ઉભી કરાવી જમા કરાવવામાં આવતા હતા, આવી બોગસ કંપની સુરત શહેર ખાતે ઉભી કરનાર બે ઈસમોને સુરત સાઇબર ક્રાઇમની ટીમે ઝડપી પાડવામાં સફળતા મળી છે, ઓકે આ મામલે પહેલા પણ દિલ્લી ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે 1 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ ઇસમો દ્વારા બોગસ કંપનીઓ ઉભી કરવામાં આવેલ અને તેનું ROZOR PAY માં પેમેન્ટ એગ્રીગેટર તરીકે રજીસ્ટર કરી એકાઉન્ટ બનાવી તેમાં ગેમીંગ, ઇકોમર્સ અને સોશીયલ પ્લેટફોર્મ્સનું પેમેન્ટ આવવાનું જણાવેલ હતું. જે ગેમીંગ, ઇકોમર્સ અને સોશીયલ પ્લેટફોર્મ્સના બદલે તેઓના એકાઉન્ટમાં ગુગલ પ્લે સ્ટોરની પાવર બેંક એપ્લીકેશનના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ પર દૈનિક ધોરણે મુદ્દલ ઉપર વ્યાજ આપવાના બહાને રોકાણ કરાવી કસ્ટમર પાસેથી પૈસા ભરાવેલ હતા. જેમાં આશરે પાંચ લાખ જેટલા કસ્ટમરો સાથે કરોડો રૂપીયાની છેતરપીંડી આચરવામાં આવેલ હતી.

આ પણ વાંચો - જામનગર: પતિ-પત્ની વચ્ચે મારા મારીનો Video વાયરલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, પતિની થઈ અટકાયત

સુરત ખાતે પણ આવી બોગસ કંપની ઉભી કરી લોકો સાથે છેતરપિંડી કરવાની સતત ફરિયાદ સામે આવતા સાઇબર ક્રાઇમની ટિમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરી, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ વિજયભાઇ છગનભાઇ વણઝારા જે મૂળ રહે.ગામ - પીપલોદ તા.દેવગઢ બારીયા જી.દાહોદ, જે સુરતમાં ૩૦૫, સુમન શ્વેત, ઓ.એન.જી.સી. નગરની સામે, મગદલ્લા રોડ અને તેની સાથે જય અશોકભાઇ પારેખ જે મૂળ રહે.ગામ - ભમધરા તા.જી.ભાવનગર અને હાલમાં સુરતમાં ૨૧૦, રીવર હાઇટ્સ, પરમ રો હાઉસની પાસે, તાપી રીવર ફ્રન્ટની સામે, અડાજણ પોલીસે ઝડપી પડવામાં સફળતા મળી હતી.

આરોપીઓને બેંગ્લોર સીટી, સી.આઇ.ડી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને સોંપવામાં આવેલ છે. આ બાબતે દિલ્હી, સાયબર સેલ ખાતે પણ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. જે ગુન્હામાં કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ગુનાની એમ.ઓ. આ કામે દિલ્હી સાયબર સેલ ખાતે પકડાયેલ આરોપીઓ દ્વારા પાવર બેંક તથા ઇઝેડ પ્લાન નામની ચાઇનીઝ એપ બનાવવામાં આવેલ જે ચાઇનીઝ એપ દ્વારા દેશના લાખો લોકોને નાણા ડબલ કરવાની લાલચ આપીને પાંચ લાખ જેટલા લોકો સાથે કરોડો રૂપીયાની છેતરપીંડી આચરવામાં આવેલ હતી.

આ પણ વાંચોસુરત: 'બન કે દિવાના મેરા પીછા ના કર', વર્દીમાં સોશિયલ મીડિયા પર Video બનાવવો ભારે પડ્યો, થયો વિવાદ જેમાં નાણા ટ્રાન્સફર કરવા માટે બોગસ કંપનીઓ બનાવવામાં આવેલ અને તેઓના નામના એકાઉન્ટ રજીસ્ટર કરવવામાં આવેલ હતા અને આ બોગસ કંપનીઓના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા અને તે એકાઉન્ટોમાંથી મુખ્ય આરોપીઓને નાણા મોકલવામાં આવતા હતા. સુરત સાઇબર ક્રાઇમની ટીમને મોટી સફળતા મળતા આ ઈસમો દ્વારા દેશ ભરમાં 520 કરોડ કરતા વધુનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાનું પણ સમયે આવ્યું છે.
Published by: kiran mehta
First published: June 10, 2021, 8:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading