સુરત : 'મમ્મા ઘર કે નીચે રહેતે અંકલને મેરે સાથ ગંદા કીયા', ગુમ થયેલું બાળક લોહીલુહાણ હાલતમાં મળ્યું


Updated: January 23, 2021, 10:23 PM IST
સુરત : 'મમ્મા ઘર કે નીચે રહેતે અંકલને મેરે સાથ ગંદા કીયા', ગુમ થયેલું બાળક લોહીલુહાણ હાલતમાં મળ્યું
પ્રતિકાત્મક તસવીર

બિસ્કિટ આપવાનું કહીને પોતાની રૂમમાં લઇ જેણે આ ગંદુ કામ કરિયું હોવાનું પરિવારે જાણકારી આપી હતી.

  • Share this:
સુરત : શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે, ત્યારે નાની બાળકીઓ તથા મહિલાઓની છેડછાડ અથવા દુસ્કર્મની ઘટનાઓ તો સામે આવતી જ હતી, જોકે બાળકી સાથે હવે બાળકો પણ સુરક્ષિત નથી તેવી એક ઘટના સામે આવી છે. સુરતના સમશીન વિસ્તારમાં રહેતા પરિવારનું બાળક અચાનક બપોરે ગુમ થઇ ગયા બાદ આજે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જોકે પરિવાર બાળકને લઈને સારવાર માટે નવી સિવિલ પહોંચ્યા બાદ આ બાળક સાથે કોઈ હવસખોર દ્વારા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી.

સુરત આમ તો સૌથી ઝડપી વિકાસ પામતુ શહેર છે, ત્યારે વિકાસની સાથે શહેરમાં સૌથી ઝડપી ગુનાખોરી પણ વધી રહી છે, શહેરમાં અવાર નવાર મહિલાઓની છેડતી, દુષ્કર્મ વગેરે ઘટનાઓ સામે આવી રહી છે, આ બધા વચ્ચે આજે એક બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધની ઘટના આવતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. સુરતના સચિન વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારનો 3 વર્ષીય દીકરો ઘર બહાર રમતો હતો ત્યાંથી અચાનક ગુમ થઇ ગયા હતો.

આ પણ વાંચો - સુરત: પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો લગાવી આપઘાતનો કર્યો પ્રયાસ, પત્નીએ આ રીતે બચાવ્યો જીવ

પરિવારે શોધખોળ કરતા બાળક બે કલાક પછી મળી તો આવ્યો પણ બાળક લોહી લુહાણ હાલતમાં મળી આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. તાત્કાલિક બાળકને સારવાર માટે સવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર બાદ બાળક સાથે કોઈએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ છે, તેવું સામે આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે બાળકને પૂછતાં બાળકે માતાને કહ્યું કે, 'અપને ઘર કે નીચે રહેતે અંકલ મુજે રૂમ મેં લે ગયે થે ઓર મેરે સાથ ગંદા કામ કિયા હૈ'. આ સાંભળી માતા-પિતા ચોકી ગયા હતા.

આ પણ વાંચો - આ પણ વાંચો - સુરતમાં કમકમાટી ભરી ઘટના: ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવી જતા મહિલાનું કરૂણ મોત - Video

બાળકે માતાને જણાવ્યું, બિસ્કિટ આપવાનું કહીને પોતાની રૂમમાં લઇ જેણે આ ગંદુ કામ કરિયું હોવાનું પરિવારે જાણકારી આપી હતી. જોકે પરિવાર તાત્કાલિક પોલીસ મથકે દોડી નરાધમ પાડોશી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે હવસ ખોર યુવાનને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા આરોપીએ પોલીસને જોઈને કહ્યું કે, 'સાહેબ મુજ સે બહુત ગંદા કામ હો ગયા હે'.હાલ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. એક મહિના પહેલા પણ આરોપી આ જ બાળકને પોતાના રૂમમાં લઈ ગયા બાદ ગણતરીની મિનિટોમાં મળી આવ્યો હતો. જોકે આ તમામ વિગતના આધારે પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વહુ તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: January 23, 2021, 9:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading