સુરતીઓ સાવધાન : રૂપિયા ટ્રાન્સફર કરનાર ટોળકીનો હાહાકાર, એક જ દિવસમાં 27 લોકોના ગયા પૈસા


Updated: March 3, 2021, 5:58 PM IST
સુરતીઓ સાવધાન : રૂપિયા ટ્રાન્સફર કરનાર ટોળકીનો હાહાકાર, એક જ દિવસમાં 27 લોકોના ગયા પૈસા
સુરત સાયબર ક્રાઈમ

એક જ દિવસમાં શહેરના વરાછા, ડુમસ, લિંબાયત, ઉમરા, પાંડેસરા, સરથાણા સહિતના ૧૭થી વધુ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમની ૨૫થી વધુ ફરિયાદ નોંધાઈ

  • Share this:
સુરત : શહેરમાં સાઇબર ક્રાઇમના ઠગાઈના અને કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ શહેરમાં એક સાથે ૨૫થી વધુ આ પ્રકારની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં રહેતા લોકોને વિશ્વાસમાં લઈને આ ટોળકીએ લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરત શહેરમાં શાતીર સાયબર ક્રાઈમ ટોળકી સક્રિય થઈ છે, એક જ દિવસમાં શહેરના વરાછા, ડુમસ, લિંબાયત, ઉમરા, પાંડેસરા, સરથાણા સહિતના ૧૭થી વધુ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમની ૨૫થી વધુ ફરિયાદ નોંધાઈ છે. આ શાતિર ટોળકીએ શહેરના વેપારી, નોકરિયાત અને વિદ્યાર્થીઓને જુદા જુદા બહાને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા છે.

સ્થાનિક પોલીસે સાયબર એક્ટ હેઠળ ગુનો નોંધી આ શાતિર સાયબર ક્રાઈમ ટોળકીને ઝડપી પાડવા સ્થાનિક પોલીસ અને સાયબર ક્રાઈમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરત શહેરમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તે વચ્ચે મંગળવારના રોજ એક જ દિવસે પોલીસને ઢગલાબંધ ફરિયાદો મળી આવી હતી.

ક્યાં કેટલી ફરીયાદ મળી?

વરાછામાં ૧, સરથાણામાં ૨, લિંબાયતમાં ૩, ગોડાદરામાં ૨, સલાબતપુરામાં ૧, પુણામાં ૧, અઠવામાં ૧, ઉમરામાં ૨, પાંડેસરામાં ૫, સચીનમાં ૧, અમરોલીમાં ૨, રાંદેરમાં ૨, અડાજણમાં ૧, જહાંગીરપુરામાં ૧, ઈચ્છાપોરમાં ૧, ડુમસમાં ૧ અને સાયબર ક્રાઈમમાં ૧ એમ કુલ્લે ૨૬ જેટલી સાયબર ક્રાઈમની ફરિયાદો પોલીસ મથકોને મળી હતી.

સાયબર ક્રાઈમ ટોળકીએ સૌથી વધારે પાંડેસરાના લોકોને પોતાના શિકાર બનાવ્યો હતો ત્યારબાદ લિંબાયત અને ગોડાદરાના લોકો પાસેથી પૈસા ઉસેટ્યા હતા. શહેરના ૧૭ જેટલાં પોલીસ સ્ટેશનોએ સાયબર ક્રાઈમની ફરિયાદ લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: March 3, 2021, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading