સુરત : 125 કરોડનું ફુલેકું ફેરવનાર ભેજાબાજ બારોટ બંધુઓની અમદાવાદથી ધરપકડ, કેવી રીતે ઠગ્યા?


Updated: May 27, 2021, 11:20 PM IST
સુરત : 125 કરોડનું ફુલેકું ફેરવનાર ભેજાબાજ બારોટ બંધુઓની અમદાવાદથી ધરપકડ, કેવી રીતે ઠગ્યા?
બંને આરોપી ભાઈની ધરપકડ

એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભુમિકા પણ શંકાસ્પદ! માત્ર 2.57 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ, આક્ષેપ છે કે, 125 કરોડનું ફુલેકું ફેરવ્યું છે.

  • Share this:
સુરત : શહેરના વરાછા અને કતારગામના અલગ અલગ 150થી વધુ લોકો સાથે ઠગાઈ કરનાર બારોટ બંધુઓ એક-એક વ્યક્તિ પાસે 20 લાખથી ઓછું રોકાણ લેતા ન હતા. આમ કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી લીધું હતું, આખરે સુરત ઇકો સેલ દ્વારા બંને ભાઈની ધરપકડ કરી લીધી છે.

વરાછા અને કતારગામમાં ઓફિસ શરૂ કરીને તેમની કંપનીમાં રોકાણ કરાવવાના બહાને 150થી વધુ લોકો પાસેથી 125 કરોડ લઈ છેતરપિંડી કરનારા ઠગ ભાઈઓ નિરલ બારોટ અને કૃણાલ બારોટે રોકાણકારો પાસેથી 20 લાખ રૂપિયાથી ઓછી રકમ લીધી ન હતી. સુરત ઇકો સેલે બંને ભાઈઓની અમદાવાદથી ધરપકડ કરી છે. સુમુલ ડેરી રોડ પર શ્રદ્ધા સોસાયટીમાં રહેતા કૃણાલ બારોટ અને તેના ભાઈ નિરલે કતારગામ અને વરાછામાં કેપીએમએસ ટ્રેડિંગ કંપની અને ડી સ્ક્વેર ગૃપ એન્ડ કંપનીના નામે કંપની શરૂ કરી હતી.

આરોપી ભાઈઓએ રોકાણ કરનારાઓ પાસેથી ઓછામાં ઓછા 20 લાખ લીધા હતા. તેનાથી ઓછા રૂપિયા તેઓએ સ્વીકાર્યા ન હતા. બાદ તેઓએ ઉઠમણું કરી લીધું હતું. બંને ભાઈઓ પર રૂપિયા ચૂકવી આપવા બહુ દબાણ હતું, પરંતુ તેઓએ તેમને જ રૂપિયા ચૂકવ્યા, જેઓએ પોલીસનો ઉપયોગ કરીને બંને ભાઈઓ પર દબાણ લાવ્યા હતા. લેણદારોને રૂપિયા ન ચૂકવવા પડે તે માટે બંને પક્ષોએ બહુ કાવા દાવા કર્યા હતા.

આ પણ વાંચોસૂરત : ખેડૂતે રૂપિયા 70 લાખ ઉછીના આપવા મોંઘા પડ્યા, ઉઘરાણી કરતા પરિચિતે દેખાડ્યો પોતાનો અસલી રંગ

કૃણાલે સુરતમાં લેણદારો સાથે મિટિંગ કરી હતી. તેમાં કૃણાલે જણાવ્યું હતું કે, તમામ લેણદારોને વર્ષે દોઢ ટકા રકમ ચૂકવશે, છતાં રૂપિયા ન ચૂકવતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સુરત ઇકો સેલે બંને આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરી છે. લેણદારો અને બંને ઠગ ભાઈઓ વચ્ચે વચેટિયાની ભુમિકા ભજવનાર પ્રવિણ અને કપીલની તેમજ એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભુમિકા પણ શંકાસ્પદ છે.

આ પણ વાંચોસુરત: મહિલાની ખેતરમાંથી લાશ મળી, ઢસડી-ઢસડી ક્રૂરતાથી હત્યા કરાઈ, પતિ સામે હત્યાની આશંકા વરાછા અને કતારગામ સહિતના વિસ્તારોમાં લોકોને ભરમાવી વિવિધ પ્રકારની વાત કરી શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો થશે, એવી લાલચ આપીને લોકો પાસેથી મોટા પાયે રોકાણ કરાવ્યું હતું. હાલમાં 2.57 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તેમાં માત્ર 4 જણાના રૂપિયા ફસાયા હોવાનો ઉલ્લેખ છે. જોકે આક્ષેપ છે કે, આરોપીઓએ 190 જણા પાસેથી 125 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા રોકાણના બહાને ખંખેરી લીધા હતા. બાદ કોઇ જવાબ આપતા ન હતા.
Published by: kiran mehta
First published: May 27, 2021, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading