સુરત : સાસરીયાના ત્રાસે પરિણીતાનો આપઘાત, પતિ-દિયર-સાસુ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ


Updated: June 16, 2021, 4:41 PM IST
સુરત : સાસરીયાના ત્રાસે પરિણીતાનો આપઘાત, પતિ-દિયર-સાસુ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

પુજાએ ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. સાસરીયાઓ મારઝુડ કરી ગર્ભપાત કરાવવા માટે ત્રાસ આપતા હતા

  • Share this:
સુરત : મુંબઈની યુવતીના લગ્ન ડિંડોલીમાં રહેતા યુવક સાથે થયા હતા. જોકે લગ્નના માત્ર છ જ મહિનામાં સાસુ સસરા અને પતિના ત્રાસના કારણે પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેવાનો વારો આવ્યો હતો. ત્યારે આ કેસમાં આખરે તેના ભાઈએ ડિંડોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ તથા દિયર અને સાસુ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનોનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુંબઈના વિરાર ઇસ્ટમાં રહેતા શંકરભાઈ જાદની દીકરી પૂજાના લગ્ન ૨૫/૧૨૦૨ ૧ના રોજ સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં આવેલ મહાદેવનાગરમાં રહેતા ઉત્તમભાઈ રાખેને પુત્ર ઉમેશ સાથે થયા હતા. લગ્ન બાદ પૂજા સુરતમાં સાસરીયાઓના ઘરે રહેવા આવી ગઈ હતી. સુરત આવ્યાના બીજા જ દિવસથી પતિ ઉમેશ તથા તેની સાસુ શોભાબેન, તથા નણંદ નાની-નાની વાતે મહેણાંટોણા મારી ઝઘડો કરતા હતા.

આ પણ વાંચો - ખેડા : પાકી ભાઈબંધી! એક-બીજાને બચાવતા ત્રણ બાળકોના તળાવમાં ડુબવાથી મોત, અંતિમ યાત્રામાં ગામ હિબકે ચઢ્યું

આ ઉપરાંત દિયર પણ વાતે-વાતે એલફેલ બોલી પરેશાન કરતો હતો. પૂજાએ આ સઘળી હકીકત મુંબઈમાં રહેતા તેના ભાઈ એકનાથને જણાવી હતી. જોકે આ દરમિયાન પૂજા પ્રેગ્નન્ટ થતા ગત તારીખ ૧૦૬ ૨૧ના રોજ એકનાથે પૂજાને જણાવ્યું હતું કે, તે તેને તેડવા આવે છે અને થોડો સમય મુંબઈમાં આવી જા. જોકે પૂજાએ તેના ભાઈને જણાવ્યું હતું કે, હાલમાં તેના સાસુ સસરા ગામડે ગયા છે, જેથી એ આવે પછી આવશે.

આ પણ વાંચો - ગાંધીનગર : વિચિત્ર યુવાને પોલીસ ઊંઘ હરામ કરી, ગાડીમાં આવી એવી હરકતો કરતો કે મહિલાઓ મુકાતી શરમમાં

ત્યારબાદ તારીખ ૧૪ ૬/૨૦૨૧ના રોજ એકનાથને જાણ થઇ હતી કે, પતિ તથા દિયર અને સાસુએ ભેગા મળી આટલું -જલ્દી બાળક જોઈતું નથી તેમ કહી ગર્ભ પડાવી નાખ્યો છે અને પૂજાએ ઘરના રસોડામાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેથી આખરે એકનાથભાઈ સુરત આવ્યા હતા. આ બનાવને પગલે સ્મીમેરમાં પૂજાનું પોસ્ટમોર્ટમ થયા બાદ ગતરોજ એકનાથે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવને પગલે પોલીસે એકનાથભાઈની ફરિયાદ લઇ પૂજાના પતિ ઉમેશ ઉત્તમ રાખે, દિયર રાહુલ ઉત્તમ રાખે અને સાસુ શોભાબેન સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: June 16, 2021, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading