સુરત : ઊનગામ હત્યાનો મામલો, 'પોલીસને ફોન કરનારો જ હતો હત્યારો', જુઓ - કેવી રીતે પોલીસે ભેદ ઉકેલ્યો?


Updated: April 7, 2021, 5:34 PM IST
સુરત : ઊનગામ હત્યાનો મામલો, 'પોલીસને ફોન કરનારો જ હતો હત્યારો', જુઓ - કેવી રીતે પોલીસે ભેદ ઉકેલ્યો?
આરોપીની ધરપકડ

કંટ્રોલ રૂમમાં એક શખ્સે ફોન કરી કહ્યું, પોતાના ભાઇને ચારથી પાંચ ચપુના ઘા માર્યા છે, પોલીસ પહોંચી તો લાશ મળી પણ કોલ કરનાર ન મળ્યો.

  • Share this:
સુરત : ઊનગામ હળપતિવાસની પાછળ આવેલા મેદાનમાં સૂતેલા અજાણ્યા યુવાનની પથ્થરના ઘા મારી થયેલી હત્યામાં પોલીસે આખો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જોકે હત્યા બાદ લાશની જાણકારી પોલીસ કંટ્રોલ રૂમને આપનાર ઈસમ જ હત્યારો નીકળતા પોલીસે કોલના અવાજ ઉપરથી ઉકેલ્યો ભેદ અને આરોપીની કરી ધરપકડ.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સચિન જી.આઇ.ડી.સી. પોલીસને બે દિવસ પહેલા મધરાત્રે સવા બે વાગ્યાના અરસામાં કોલ આવ્યો હતો. કંટ્રોલ રૂમમાં એક શખ્સે ફોન કરી કહ્યું, પોતાના ભાઇને ચારથી પાંચ ચપુના ઘા માર્યા હોવાનો કોલ કરાયો હતો. કોલને પગલે ઘટનાસ્થળે દોડી ગયેલી પોલીસને કોલ કરનાર તો મળ્યો ન હતો, પરંતુ બાવળના ઝાડ નીચે ૩૦થી ૩૫ વર્ષના યુવાનની લાશ મળી આવી હતી.

આ પણ વાંચોઅમદાવાદમાં ફેમિલી ડ્રામા: યુવતીએ ભાગીને લગ્ન કર્યા, નોંધણી કરાવવા જતા પિયરપક્ષે કર્યો અપહરણનો પ્રયાસ

આ મામલે પોલસી ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી, ત્યારે પોલીસને જે નંબરથી ફોન આવ્યો હતો તે નંબરની તપાસ કરતાં તે મોબાઇલ ફોન હત્યાની રાત્રે જ ત્યાંથી ૫૦૦ મીટર દૂર ટાંકી ફળિયા બિલાલ ચાચાની ચાલમાં રહેતાં ધોની શાહુના તકિયા નીચેથી રાત્રે સાડા બાર વાગ્યે ચોરી થઈ ગયો હતો. ગેલેરીમાં સૂતેલા ધોનીએ પોતાના ઘરમાંથી હેરડ્રાઇયર અને બૂટની ચોરી કરીની નીકળેલા ચોરને પકડ્યો હતો, પરંતુ માતાને પૂછવા ગયો તે દરમિયાન ચોર તકિયા નીચેથી મોબાઇલ ફોન લઇને ભાગી ગયો હતો.

મોબાઇલ ફોન ચોરી કરનાર શખ્સ જ હત્યારો હોવાની આશંકા વચ્ચે પોલીસ કંટ્રોલ રૂમમાં રેકોર્ડ થયેલાં અવાજનું વિશ્લેષણ કર્યું હતું. સચિન જી, આઇ.ડી.સી.ના પોલીસ કર્મચારીને આ અવાજ સોયેબનગરમાં રહેતા અને ચરસી ફિરોજ દિલાવરખાન પઠાણના અવાજને મળતો આવ્યો હતો. ફિરોજ છ મહિના પહેલાં જ પાંડેસરામાં વાહનચોરીના ગુનામાં પકડાયો હતો.

આ પણ વાંચોઅવૈધ સંબંધ : 5 વર્ષની દીકરી પ્રેમી સાથે જોઈ ગઈ તો મા ગભરાઈ, પતિથી બચવા કર્યું આ ભયંકર કામ ત્યારબાદ પોલીસ દ્વારા અટકાયતી પગલામાં પકડાયો હોઇ ત્યારે તેનો અવાજ કંટ્રોલ રૂમના કોલરને મળતો આવતો હોઇ પોલીસે તેને ઉઠાવ્યો હતો. જોકે પોલીસે આ ઈસમની કડક રીતે પૂછપરછ કરતા આ ઈસમે કબુલ્યું કે, પહેલા મોબાઇલ ચોરી કરી અને ચોરીના ઇરાદે આ ઈસમની હત્યા કરી હતી. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: kiran mehta
First published: April 7, 2021, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading