સુરતમાં નશાનો કારોબાર : 19.94 લાખના MD ડ્રગ્સ સાથે યુવતી ઝડપાઈ, બે આરોપી વોન્ટેડ 


Updated: February 28, 2021, 9:06 PM IST
સુરતમાં નશાનો કારોબાર : 19.94 લાખના MD ડ્રગ્સ સાથે યુવતી ઝડપાઈ, બે આરોપી વોન્ટેડ 
સુરતમાં ડ્રગ્સના જથ્થા સાથે યુવતી ઝડપાઈ

આ જથ્થો મુંબઈના સોનુ નામના આરોપીએ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે સાજીદ અને સોનુને વોન્ટેડ જાહેર કર્યા છે.

  • Share this:
સુરત : શહેરમાં એક યુવતી ડ્રાગ્સના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી ગઈ છે. રેલવે સ્ટેશન નજીકથી 197.94 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવતી ઝડપાઈ ગઈ છે. એસઓજીની ટીમે લગભગ 19.94 લાખના MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જથ્થો આપનારા મુંબઈના બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં નશાનો કાળો કારોબાર ફરી સક્રિય થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાતી હોવા છતાં પણ નશાનો વેપલો ધમધોકાર ચાલી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. શહેર એસઓજીએ સુરત રેલ્વે સ્ટેશન પાસેથી એક યુવતીને 197. 94 ગ્રામ એટલે કે, 19.94 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે સગરામપુરાની યુવતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરત શહેર એસ.ઓ.જી.ના કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાનને બાતમી મળી હતી કે, સુરત સ્ટેશન સ્થિત બિસ્મિલ્લા હોટેલ પાસે એક મહિલા પાસે મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો છે. કોન્સ્ટેબલે તુરંત એક્શનમાં આવી શંકાસ્પદ મહિલા યાસ્મીન બાનું ઉર્ફે મન્ના કાદરમીયાં શેખ (રહે. રાજ ગેસ્ટ હાઉસ પાસે ફૂટપાથ ઉપર. સગરામપુરા તલાવડી પાસે)ને ઝડપી પાડી મેફેડ્રોન ડ્રગ્સ 197. 94 ગ્રામ કિંમત રૂપિયા19.94 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો - સુરતમાં Live મારા મારી Video : મહિલાઓના સામાન્ય ઝગડામાં યુદ્ધ, 13 લોકો લાકડી-હથિયારો સાથે તૂટી પડ્યા

પોલીસે યાસ્મીન બાનુની કડક રીતે પૂછતાછ કરતા તેણે કબુલ્યું કે, તેને આ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મોહમ્મદ સાજીદ સલીમ કુરેશી (રહે. કોશિયા બેકરી પાસે બડેખા ચકલા)ને પહોંચાડવાનો હતો અને આ જથ્થો મુંબઈના સોનુ નામના આરોપીએ આપ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે સાજીદ અને સોનુને વોન્ટેડ જાહેર કર્યા છે.

આ પણ વાંચો - સુરત : મનપામાં ડે. TDO ACBના સકંજામાં, પાલિકાના અધિકારીઓમાં ફફડાટઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ આજ રીતે ડ્રગ્સનો કારોબાર ઝડપાયો હતો, અને તેના તાર પણ મુંબઈ ખાતે જોડાયા છે, ત્યારે વધુ એક રેકટ પકડાતા અનેક નામ ખુલે તેવી આશંકા પણ પોલીસે વ્યક્ત કરી છે.
Published by: kiran mehta
First published: February 28, 2021, 9:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading