સુરત : ધૂળેટીના દિવસે મોબાઇલ ગુમ થઇ જતા ટેન્શનમાં યુવાને કર્યો આપઘાત, મિત્રો-પરિવાર શોકમાં ગરકાવ


Updated: March 30, 2021, 10:12 PM IST
સુરત : ધૂળેટીના દિવસે મોબાઇલ ગુમ થઇ જતા ટેન્શનમાં યુવાને કર્યો આપઘાત, મિત્રો-પરિવાર શોકમાં ગરકાવ
પ્રતિકાત્મક તસવીર

ધુળેટીને દિવસે પોતાના મિત્રો સાથે ધુળેટી રમતો હતો, તે સમયે તેની પાસે રહેલો મોબાઈલ ફોન અચાનક ગુમ થઇ ગયો. પરિવારના લોકો બોલશે તેને લઈને તે માનસિક ટેન્સનમાં આવી ગયો.

  • Share this:
સુરત : શહેરમાં આપઘાતની ઘટના સતત વધી રહી છે, તેમાં પણ યુવાનો સૌથી વધુ આપઘાત કરી રહ્યા છે, ત્યારે ગતરોજ ધુળેટી રમતા સમયે મોબાઇલ ગુમ થઈ જતા ટેન્શનમાં આવેલા યુવાને નાશીપાસ થઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

સુરતમાં વધુ એક યુવાને આપઘાત કરી જિંદગી ટુંકાવી છે. હાલમાં યુવાનોની સહનશક્તિ જાણે ઓછી થઈ ગઈ હોય તેમ સામાન્ય બાબતે માનસિક તણાવમાં આવી ન કરવાનું કરી લેતા હોય છે, ત્યારે આવી વધુ એક ઘટના ગોડાદરા વિસ્તારમાં સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના ગોડાના પરસુપુરનો વતની અને હાલમાં સુરતના ગોડાદરા ખાતે આવેલ એસ.કે. નગર સોસાયટીમાં રહેતો અને કાપડ માર્કેટમાં પાર્સલનું કામ કરતો લવકુશ રણજીત મિશ્રા પરિવરેન આર્થિક મદદ કરતો હતો.

આ પણ વાંચો - સુરત: 'કેમ પાડોશમાં રહેતા યુવાન સાથે ફોન પર વાતો કરે છે', ભાઈએ ઠપકો 15 વર્ષીય બહેને આપઘાત કર્યો

ધુળેટીને દિવસે પોતાના મિત્રો સાથે ધુળેટી રમતો હતો, તે સમયે તેની પાસે રહેલો મોબાઈલ ફોન અચાનક ગુમ થઇ ગયો હતો, જેને લઈને તે ટેન્શનમાં આવી ગયો હતો. જોકે પોતાનો મોબાઈલ ગુમ થઈ જતા પરિવારના લોકો બોલશે તેને લઈને તે માનસિક ટેન્સનમાં આવી ગયો હતો અને આ માનસિક ટેન્સનને લઈને આવેશમાં આવી જઈને ઘરે આવી પોતાની રુમમા જઈને છતના હુક સાથે કેબલ વાયર બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

આ પણ વાંચો - સુરત : આર્થિક તંગીએ બે યુવાનનો ભોગ લીધો, એકે ઉધનામાં તો બીજાએ ડિંડોલી આપઘાત કર્યો

યુવાનના મોતની જાણકારી મળતા પરિવાર તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈને આ મામલે ફરિયાદ કરી હતી. પોલીસ પણ તાત્કાલિક બનાવ સ્થળ પર પહોંચીને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી હતી, જોકે પોલીસની પૂછપરછમાં આપઘાત કરતા પહેલા યુવાને પરિવારને બે- ત્રણ અજાણ્યા ઈસમો તેનો મોબાઈલ છીનવીને ભાગી ગયા હોવાની જણકારી આપી હતી. યુવનના મોતને પગલે તેના મિત્રો સાથે વિસ્તારમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Published by: kiran mehta
First published: March 30, 2021, 10:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading