સુરત : લુખ્ખાતત્વોના આતંકનો CCTV Video : દાદાગીરી સાથે ઘાતક હથિયારોથી યુવાન પર હુમલો


Updated: June 26, 2021, 9:13 PM IST
સુરત : લુખ્ખાતત્વોના આતંકનો CCTV Video : દાદાગીરી સાથે ઘાતક હથિયારોથી યુવાન પર હુમલો
વેડ રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક

સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ની સાથે જ પોલીસે હુમલાખોર યુવાનોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા

  • Share this:
સુરત : દરરોજ અસામાજીક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતનો વેડ રોડ ફરી એક વખત અસામાજિક તત્વોનો અડ્ડો બનતો જઈ રહ્યો છે. સામાન્ય બાબતે બાઈક ઉપર સવાર થઈને આવી અને કેટલાક યુવાનોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં એક યુવકને ગંભીર ઈજા થઈ હતી. જોકે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ની સાથે જ પોલીસે હુમલાખોર યુવાનોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

સુરતમાં પોલીસની નિષ્ક્રિયતાના પગલે અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે દરરોજ કોઈને કોઈ વ્યક્તિને જાહેરમાં માર મારી દાદાગીરી કરતા હોય છે, ત્યારે આવી દાદાગીરી માટે પંકાયેલું સુરતના વેડ રોડ વિસ્તારમાં વધુ એક વાર અસામાજિક તત્વોનો આંતર ફરી એક વખત સામે આવ્યો છે.

આ પણ વાંચોઅમદાવાદ : એક સગીરે હિસ્ટ્રીશીટરની હત્યા કરી નાખી, 'માતાને ગાળો બોલી ધમકી આપી હતી'

પ્રાપ્ત વિગત અનુસાર, વેરાવળના વિસનગર ખાતે કેટલાક યુવાનો બેઠા હતા ત્યારે સામાન્ય બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી મોટરસાયકલ ઉપર સવાર થઈને ત્રણ યુવાનો આવ્યા હતા અને જોતજોતામાં અહીં બેઠેલા એક યુવાન સાથે ઝઘડો શરૂ કરી તેમના પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં એક યુવાનને વાગી જતાં તેને ગંભીર ઈજા થવા પામી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.સીસીટીવીમાં દેખાતા યુવાનો ઘાતક હથિયારો સાથે છૂટો પથ્થરમારો કરી પોતાનો આંતક વિસ્તારમાં સ્થાપિત કરવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાનો સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ સુરત પોલીસે આ મામલે ગુનો દાખલ કરી હુમલાખોરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોકપલ બસમાં ઝડપાયું, પુરા કપડા પણ ન પહેરવા દીધા યુવતીને અને પોલીસ સ્ટેશન લવાઈ, Video વાયરલ

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં સૂર્યા મરાઠી ગેંગનો આજ પ્રકારનો આતંક સતત સામે આવતો હતો, જેને લઇને લોકોમાં ભયનો માહોલ હતો, પણ ફરી એકવાર આવી ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
Published by: ankit patel
First published: June 26, 2021, 7:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading