સુરત : વરાછામાં ભૂરી ગેંગના સભ્યના ભાઈ પર ઘાતક હથિયારો સાથે હુમલો, લોહીલુહાણ યુવાનને પોલીસે બચાવ્યો


Updated: July 7, 2021, 4:19 PM IST
સુરત : વરાછામાં ભૂરી ગેંગના સભ્યના ભાઈ પર ઘાતક હથિયારો સાથે હુમલો, લોહીલુહાણ યુવાનને પોલીસે બચાવ્યો
સુરતમાં ભૂરી ગેેંગના સભ્યના ભાઈ પર હુમલો

બે ગેંગની થયેલી માથાકૂટ અને જૂના ઝઘડાની અદાવતમાં હથિયારો લઈને સંતોષીનગરમાં ફરતા અસામાજીક તત્વોને લઇને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

  • Share this:
સુરત : શહેરમા દિવસેને દિવસે કાયદાની પરિસ્થિતિ લથડી રહી છે, જ્યારે સુરતના વરાછા વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્વો ઘાતક હથિયારો સાથે વરાછા વિસ્તારમાં ફરતા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂરી નામની યુવતીની ગેંગમાં રહેલા રાહુલ સાથેની અદાવતમાં તેના ભાઈ ઉપર ૧૨ જેટલા ઈસમોએ જીવલેણ હુમલો કરવાનો મામલો સામે આવ્યો હતો. હુમલો કરનાર યુવાનો સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે

સુરતમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, તેમાં પણ અંદરોઅંદર ગેંગના જુના ઝઘડાની અદાવતને લઈને લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે, ત્યારે આવી જ એક ઘટના સુરતના વરાછા વિસ્તારમાં સામે આવી હતી. સુરતના વરાછા વિસ્તારમાં સંતોષીનગર શાકભાજી માર્કેટ નજીક ગઈકાલે રાત્રે ૧૨ જેટલા ઈસમો ઘાતક હથિયારો સાથે મોટરસાયકલ પર ફરી રહ્યા હતા, જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોસુરત : રસ્તામાં ચાલતા-ચાલતા મોબાઈલ વાપરવાની આદત છે? તો જોઈલો વરાછાનો આ Video, અને રહો સાવધાન

આ વિસ્તારમાં રહેતો અને ભુરી ગેંગના સભ્ય સાથે જુના ઝઘડાની અદાવતમાં ધ્યાનમાં રાખીને સામે ગેંગ વાળાએ રાહુલ ઉપર જીવલેણ હુમલો કરવાની તૈયારી કરી હતી, પણ રાહુલ ના મળતા તેના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરી ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા. રત્નકલાકાર તરીકે કામ કરતા યુવાનના ભાઈ સાથે આ ગેંગને જુનો ઝઘડો હતો અને જે યુવાન પર હુમલો કરવા તેનો ભાઈ હત્યાના પ્રયાસના ગુનામાં છેલ્લા લાંબા સમયથી જેલવાસ ભોગવી રહ્યો છે.

આ પણ વાંચો - આઘાતજનક: ભાઈઓને રૂમમાં બંધ કરી 'કોરોના સંક્રમિત' યુવક સુતલજ નદીમાં કૂદી પડ્યો, ન બચાવી શક્યા

જોકે હુમલાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે આવી જતાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી બાજુ આવી રીતે ઘાતક હથિયારો લઇને સમગ્ર વિસ્તારમાં ફરતા તેને લઈને ડરનો માહોલ પણ લોકોમાં ફેલાઇ ગયો હતો. વરાછા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ ચક્રોગતિમાન કર્યા છે.
Published by: kiran mehta
First published: July 7, 2021, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading