સુરત : પ્રેમીએ વરાછાની પ્રેમિકાને ભગાડી 'પોત પ્રકાશ્યું', યુવતીના પિતાને ફોન કરી 10 લાખની ખંડણી માંગી


Updated: July 30, 2021, 11:34 AM IST
સુરત : પ્રેમીએ વરાછાની પ્રેમિકાને ભગાડી 'પોત પ્રકાશ્યું', યુવતીના પિતાને ફોન કરી 10 લાખની ખંડણી માંગી
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Surat News : રત્નકલાકારની સીએ પુત્રી પ્રેમી સાથે ભાગી પછી અલગ અલગ નંબર પરથી પિતા પર દીકરીની સલામતી માટે 10 લાખની ખંડણી માંગતા ફોન આવ્યા, પોલીસ તપાસમાં ફૂટ્યો ભાંડો

  • Share this:
સુરતના (Surat) વરાછા (Varachha) વિસ્તારમાં એક સીએમાં (CA) અભ્યાસ કરતી યુવતી ગુમ થઈ ગયા બાદ રત્નકલાકાર (Diamond Worker) પિતા પોલીસ મથકે (Police Station) ફરિયાદ કરવા પોહચ્યા હતા તે સમયે અલગ અલગ 3 નંબરથી ફોન આવ્યો હતો જેમાં યુવતી સલામતી માટે રૂપિયા 10 લાખની ખંડણી (Extortion) માંગવામાં આવી હતી જોકે ફોન આવતા પોલીસ (Police) પણ ચોંકી ઉઠી હતી અને આ મામલે તપાસ કરતા યુવતી જે પ્રેમી યુવક સાથે ભાગી હતી તે યુવાને (Lover) રૂપિયા માગણી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું

બનાવની વિગતો એવી છે કે સુરત (Surat) શહેરના વરાછા (Varachha) વિસ્તારની સોસાયટીની એક સીએની (CA) વિદ્યાર્થિની ઘરેથી બૂક લેવા નીકળ્યા બાદ ગુમ થઈ જતા પરિવાર ચિંતિત થઈ ગયું. હીરા ઘસવાની મજૂરી કામ કરતા પરિવારની 20 વર્ષીય પુત્રી હીરાબાગ પાસે આવેલા ક્લાસીસમાં સીએનો અભ્યાસ કરી રહી છે. દીકરી ગતરોજ સાંજે ઘરેથી સીએની બૂક લેવા જવાના બહાને નિકળ્યા બાદ ગુમ છે.

આ પણ વાંચો : સુરત : વિચિત્ર ઘટના! યુવક જાહેરમાં બ્લેડથી પોતાનું જ ગળું કાપવા લાગ્યો, મચી અફરાતફરી

બીજી બાજુ પરિવારજનોની શોધખોળ વચ્ચે એક અજાણ્યા ઈસમનો ફોન પર દીકરી જોઈતી હોય તો રૂપિયા 10 લાખ આપી જાઓ તેવું કહેવાતા પરિવાર આશ્ચર્યમાં પડી ગયો છે. દીકરીની મુક્તિ માટે 10 લાખની ખંડણી માગનાર ઇસમનો લગભગ 3 વાર અલગ અલગ નંબરથી ફોન આવ્યો હોવાનું સામે આવ્યું છે.

દીકરીનું અપહરણ કરવામાં આવ્યુ હોવાનો ફોન આવતા પરિવારના પગ તળીયેથી જમીન સરકી ગઈ તે આ મામલે ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ કરતા પોલીસે આ મામલે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી પોલીસે અપહરણ-ખંડણીની ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો : પ્રેમી-પ્રમિકાએ તાપીમાં લગાવી હતી મોતની છલાંગ, મૃતદેહ મળતા પાંચ દિવસ થયા

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સીસીટીવી કેમેરામાં છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે જોકે પોલીસ તપાસ માં એ વાત પણ સામે આવી હતી કે આ યુવતી કાપોદ્રામાં રહેતા યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તે યુવાન પણ ઘરેથી ગાયબ હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ.

પોલીસને આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને પકડાઈ નહીં જવાય તે માટે બંને જણા પોત પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મુકીને ગયા છે. નવા નંબરથી યુવતીના પિતાને ફોન કરી ખંડણીની માંગણી કરી ગેરમાર્ગે દોરવામાં આવ્યો હોવાની આશંકા લાગી રહી છે.

આ પણ વાંચો : રાજકોટ : જાણીતા સમાજ સેવિકાના પતિ કેતન પટેલે FB Liveમાં આપઘાતનો પ્રયાસ કર્યો

પોલીસે હાલ ચારેય દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે બીજી બાજુ યુવતીના પ્રેમ પ્રકરણની વાત તેના પરિવારે પોલીસને છુપાવી હતી પરંતુ થોડા દિવસ પહેલા યુવકના પિતાએ મોબાઈલમાં ફોટા જોઈ લીધા હતા અને ગઈકાલે તે પણ ઘરેથી ગાયબ હોવાથી બંને જણા સાથે જ ભાગી ગયા હોવાની શક્યતા વધી જવા પામી છે ત્યારે આ સમગ્ર મામલે થોડા સમય માટે પોલીસ પણ મુંજવણ સાથે દોડતી થઈ ગઈ હતી. દરમિયાન પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ ખંડણી માંગનાર કોઈ અન્ય નહીં પરંતુ ભગાડી જનાર પ્રેમી જ છે.
Published by: Jay Mishra
First published: July 30, 2021, 11:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading