સુરત : બૂટલેગરના પ્રસંગમાં 'ખાખી મહેમાન' ત્રાટક્યા, Video Viral થતા કાર્યવાહી, ઉડાડ્યા હતા નિયમોના ધજાગરા


Updated: May 28, 2021, 12:03 PM IST
સુરત : બૂટલેગરના પ્રસંગમાં 'ખાખી મહેમાન' ત્રાટક્યા, Video Viral થતા કાર્યવાહી, ઉડાડ્યા હતા નિયમોના ધજાગરા
બૂટલેગરના લગ્નપ્રસંગમાં પડ્યો ભંગ, આવી પહોંચ્યા કંકોતરી વગરના મહેમાન

કોરોના ગાઇડ લાઇનનો ઉલાળિયો,કર્ફ્યૂ વચ્ચે મોટી સંખ્યામાં લોકોને બોલાવી નિયમોના ધજાગરા ઉડાવ્યા, જુઓ વાયરલ વીડિયો

  • Share this:
સુરત : સુરતમાં (Surat) પોલીસ ઇન્સપેક્ટરના (Police Inspector) વિદાય સમારંભની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એકવાર એક સ્વરૂચી ભોજનના પ્રસંગોનો વીડિયો વાયરલ થયો છે. જોકે, પહેલો પ્રસંગ પોલીસનો હતો હવે બૂટલેગરનો (Bootlegger) પ્રસંગ છે. સુરતના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં એક નામચીન બૂટલેગરના લગ્ન પ્રસંગમાં કોરોના ગાઇ઼ડલાઇન કરતાં વધુ મહેમાનો એકઠા થયા હતા. જોકે, સ્થાનિકોએ વીડિયો વાયરલ (Viral Video) કરતાં આખરે ફરજિયાતપણે 'ખાખી' મહેમાન ત્રાટક્યા હતા. જોકે, આ પ્રસંગમાં સુરતની પાંડેસરા પોલીસને ફરજિયાતપણે ત્રાટકવું પડ્યુ હતું.

એક તરફ રાત્રિ કર્ફ્યૂના નિયમોથી છટકવા માટે લોકો શહેરથી દૂર ગામડામાં પ્રસંગ કરતા હોય છે ત્યારે પાંડેસરાના નામચીન બૂટલેગર કે જેના પર કથીત રીતે પોલીસના જ એક 'ખાસ માણસ'નો હાથ છે તેના પ્રસંગમાં વધુ સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કૂંડી ગામે જ્યાં આ જમણવાર થઈ રહ્યો હતો ત્યાં પોલીસ ત્રાટકી હતી. પહેલા પોલીસની પોતાના જ પ્રસંગમાં વિવાદ થયો જ્યારે આ વખતે નિશાને બૂટલેગર હતો.આ પણ વાંચો : સુરત : યુવક હાફ પેન્ટ પહેરીને જામીન દેવા આવ્યો, પોલીસે કર્યુ એવું કે Video થયો Viral

આ પણ વાંચો : હળવદ : 'હે અલખધણી મારા જેવું દુ:ખ કોઈને ન દેતો', ભાવુક અંતિમ ચિઠ્ઠી લખી ખેડૂતનો આપઘાત

આ પણ વાંચો : જામનગર : યુવરાજસિહના મર્ડરના આરોપીઓ ઝડપાયા, હત્યાનું કારણ રેતીનો ધંધો?

જોકે, પોલીસે આ વખતે ચુક કરી નહોતી. મોકાની નજાકતને જોતા પોલીસ આ પ્રસંગમાં 10 વ્યક્તિની અટકાયત કરી સાથે સાથે બૂટલેગર સામે ગુનો દાખલ કર્યો હતો. જોકે અહીંયા પ્રશ્ન એ છે કે સામાન્ય માણસને લગ્ન કરવા હોય તો પોર્ટલ પર જઈને પરવાનગી લેવી પડે, કંકોતરીઓ પુરાવા તરીકે આપવી પડે ત્યારે એક બૂટલેગરની 'માંગલિક મહેફિલ'માં પોલીસને છેક સુધી માહિતી ન મળે તે વાત પણ લોકોને આશ્ચર્ય પમાડે છે. જોકે, પોલીસે અંતે કાયદસેરની કાર્યવાહી કરતા મામલો થાળે પડ્યો છે પરંતુ આ પ્રસંગે પોલીસને દોડતી કરી નાખી એમાં પણ બે મત નથી.

સિગણપુર પીઆઈ સસ્પેન્ડ

સિગણપોર પોલીસ સ્ટેશનના પીઆઈની (PI) બદલી થતાં તેનો વિદાય સમારંભ ફાર્મ હાઉસમાં  રાખવામાં આવ્યો હતો. જ્યાં 100 કરતા વધુ લોકોને એકત્ર કરીને કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. અને આનો વીડિયો વાયરલ (viral video) થતાં પોલીસ કમિશ્નરે તાત્કાલિક અસરથી પગલાં લેતા પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા હતા.
Published by: Jay Mishra
First published: May 28, 2021, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading