સુરત : 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો, નરાધમને પોલીસ લઈ આવી, રિમાન્ડની માંગણી કરાશે


Updated: December 16, 2020, 2:14 PM IST
સુરત : 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો, નરાધમને પોલીસ લઈ આવી, રિમાન્ડની માંગણી કરાશે
સુરત પોલીસે આરોપીને ટેકનિકલ સર્વેલન્સના આધારે આગરના રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો

હેવાનિયતની પરાકાષ્ઠા : હવસખોરે શ્રમજીવીની બાળકીને ઉઠાવી અને ઝાંડી ઝાંખરામાં કૂકર્મ કર્યુ હતું, ઝાંડી-ઝાંખરામાંથી બાળકી મળી આવતા મામલો સામે આવ્યો હતો

  • Share this:
સચિન જી.આઈ.ડી.સી.વિસ્તારમાં 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી ફરાર થઇ જનારા નરાધમને પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આખરે પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે જોકે પોલીસ ગતરોજ આરોપી સુરત ખાતે લઇ આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની મેડિકલ સાથે કોર્ટમાં રજુ કરી રીમાળની માંગણી પણ પોલીસ કરવાની છે

સુરતના સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. ૫ દિવસ અગાઉ શ્રમજીવી પરિવારની સાથે સુતેલી 8 વર્ષીય બાળકીને નરાધમ યુવક રાત્રીના સમયે ઉપાડી ગયો હતો અને ઝંડી ઝાખરામાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ત્યાં જ કડક્ડતી ઠંડીમાં તેને મૂકી ફરાર થઇ ગયો હતો. બીજા દિવસે સવારે બાળકી નહી મળતા પોલીસને પરિવારજનોએ જાણ કરી હતી અને પોલીસે બાળકીને શોધવા ટીમો કામે લગાડી હતી.

આ પણ વાંચો :   છોટાઉદેપુર : દોસ્તી-પ્રેમ અને હત્યા, ભરવાડ યુવકનું ગોવાળ તરીકે રાખેલા મિત્રએ કર્યુ ખૂન, પોલીસે કર્યો પર્દાફાશ

આ દરમ્યાન એક ચાની લારી ચલાવતા ઈસમને બાળકી મળી હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. બાળકીના કપડા પર લોહીના ડાઘા હતા જેથી બાળકી સાથે દુષ્કર્મ થયાની આંશકા ગયી હતી અને આખરે બાળકીનું મેડીકલ પરીક્ષણ કરાવતા બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું.

આ દરમ્યાન પોલીસે આરોપીને પકડવા કામે લાગી હતી તે દરમ્યાન પોલીસને સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા જ્યાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં દેખાયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્યાં આવેલા તમામ કારખાનામાં તપાસ કરી હતી. દરમ્યાન એક કારીગર ફરાર હોવાની માહિતી મળી હતી.આ પણ વાંચો :    સુરત : કતારગામના વેપારીએ ઓફિસમાં જ કર્યો આપઘાત, ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ખળભળાટ

પોલીસે ફરાર યુવકનો મોબાઈલ નબર શોધી કાઢ્યો હતો અને તેના આધારે પોલીસે આરોપીને આગ્રા ખાતે આવેલા રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મુકેશ બુધઈ સાહ જણાવ્યું હતું. અને તે મૂળ બિહારના પીપરહિયા ગામનો વતની છે. ગતરોજ સુરત ની સચિન જીઆઇડીસી પોલીસે આરોપી ને સુરત ખાતે લઇ આવી તેની કાયદેસરની દાહરપક્ડ બતાવી આજે તેની મેડિકલ સાથે કોર્ટમાં રજુ કરી રિમાંડ ની માંગણી ની કાર્યવાહી હાથ ધરી છે
Published by: Jay Mishra
First published: December 16, 2020, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading