સુરત : 'સાહેબ અમે દંડ ભરવા તૈયાર છીએ તમે છતાં આવું શા માટે કરો છો,' પોલીસ સાથે માથાકૂટનો Viral Video


Updated: February 15, 2021, 9:10 PM IST
સુરત : 'સાહેબ અમે દંડ ભરવા તૈયાર છીએ તમે છતાં આવું શા માટે કરો છો,' પોલીસ સાથે માથાકૂટનો Viral Video
Viral Videoનો સ્ક્રિન ગ્રેબ

સુરત શહેરમાં અઠવા ગેટ ટ્રાફિક પોઇન્ટ ઉપર તૈનાત પોલીસની ખૂલે આમ દાદાગીરીનો એક વિડીયો બહોળા પ્રમાણમાં સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઇ ચુક્યો છે

  • Share this:
સુરત શહેરમાં (Surat) અઠવા ગેટ (Athwa Gate) ટ્રાફિક પોઇન્ટ ઉપર તૈનાત પોલીસની ખૂલે આમ દાદાગીરીનો એક વીડિયો (Video) બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ (Viral) થઇ ચુક્યો છે. જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર તહેનાત દાદાઓ જબરજસ્તી કરી વાહન ચાલાકનું વાહન લઇને જમા કરી દે છે અને મસમોટી રકમનો મેમો પણ ફટકારે છે.વીડિયો જોઈને યૂઝર સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી રહ્યા હતા કે પોલીસની આવી દાદાગીરી વ્યાજબી નથી.

અઠવા ટ્રાફિક સિગનલ ઉપર વાહન ચાલક સાથે રકઝક કરતો એકર વીડિયો સોશ્યલ મીડિયા ઉપ્પર બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો. દંડ વસૂલી કરી વાહન ચાલકને મેમો ફટકારીને તેમનું વાહન લઇને પોલીસ દાદાઓ તમામેં તમામ મર્યાદાઓ વટાવી ગયા હોઈ તેવું સોશિયલ મીડિયા યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો :  વલસાડ : સગાઈ બાદ યુવતીને ગર્ભવતી બનાવી, 9 વર્ષ સંબંધો રાખ્યા બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા

અહીં થી પસાર થતા વાહન ચાલકને પ્રથમ ટ્રાફિકનો મેમો આપી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ વાહન ચાલકનું વાહન જમા પણ કરી દેવામાં આવ્યું હતું જેથી ચાલાક દુવિધામાં મુકાઈ ગયો હતો.ચાલક પોલીસ દાદા સાથે રક્ઝકમાં પણ ઉતરી આવી રજૂઆતો કરી રહ્યો છે.

પણ પોલીસદાદા એકના બે થતા નથી તેમને તો માત્ર વાહન ચાલકો ઉપર ખાખીનો જ રોફઝાડવો હોઈ તેવા મૂડમાં હતા. એક તરફ ટ્રાફિકના અભિયાનો ચાલવી ઉચ્ચ અધિકારીઓ વાહન ચાલકો ને સમજાવવાની વાતોની શેખી મારે છે તો બીજી તરફ પોલીસ દાદાઓ ગ્રાઉન્ડ લેવલ પર તૈનાત ટ્રાફિક કોન્સ્ટેબલો જ આવા સારા અભિયાન ઉપર પાણી ફેરવી દેવામાં કોઈ કચાસ બાકી રાખતા નથી.

આ પણ વાંચો : અમદાવાદ : પૈસા માટે યુવકનું ફિલ્મીઢબે અપહરણ, જબરદસ્તી કાર પડાવી લઈ Video ઉતારી લીધો

વાહન ચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચેનો સેતુ ઉડી ખાડીમાં તૈનાત થતો સાફ નજર આવી રહ્યો છે. વાયરલ થેયલા વીડિયો જોનાર સળગતા સવાલો પણ કરી રહ્યા છે કે શું  આવા પોલીસ કર્મચારીઓ કર્મચારીઓ પર ઉચ્ચ અધિકારી ઓ કાર્યવાહી કરશે ખરા તે તો આવનારો દિવસ જ બતાવશે.
Published by: Jay Mishra
First published: February 15, 2021, 9:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading