સુરત : પોલીસ કોન્સ્ટેબલનું Coronaથી મોત, ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય અપાઈ

News18 Gujarati
Updated: April 22, 2021, 12:15 AM IST
સુરત : પોલીસ કોન્સ્ટેબલનું Coronaથી મોત, ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય અપાઈ
કોરોનાથી પોલીસકર્મીનું મોત

મોહનભાઈ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

  • Share this:
કેતન પટેલ, સુરત : રાજ્ય સહિત સુરત જિલ્લામાં કોરોનાએ કહેર વરતાવ્યો છે. ત્યારે કોરોના વોરિયર્સ એવા પોલીસકર્મી રાત-દિવસ જોયા વગર સુરક્ષા માટે કામ કરી રહ્યા છે. અત્યાર સુધી કેટલાએ પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવવાથી મોતને ભેટ્યા છે, ત્યારે આજે તાલુકાના બિલવણગામે કોરોનાસંક્રમિત પોલીસ કોન્સ્ટેબલનું અવસાન થતાં ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે અંતિમ વિદાયમાંન અપાયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, બિલવણ ગામના નાની બિલવણ ફળિયામાં રહેતા મોહનભાઈ રામજીભાઈ વસાવા ઉંમર વર્ષ 53 નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ પોતાના વતન બિલવાણ ગામે હતા. ત્યારે છેલ્લા બે દિવસથી તેઓની તબિયત લથડી હતી. ત્યારબાદ અવસાન થયું હતું. તેમના મૃતદેહને ઉમરપાડાખાતે આવેલ સરકારીહોસ્પિટલમાં પી. એમ.માટે લઇ જવામાં આવ્યો હતો.પી.એમ.રિપોર્ટમાં તેમનું અવસાન કોરોના વાયરસને કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું.

તેમના અવસાનની જાણ પરિવારજનો દ્વારા નર્મદાજિલ્લા પોલીસતંત્રને કરવામાં આવતા પોલીસતંત્ર દ્વારા સરકારી માન-સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાયમાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર બિલવાણ ગામે કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોસુરત : 'બે દિવસ બાદ દીકરીના લગ્ન', બાટલો ફાટતા ઘર, કરિયાવર, રૂપિયા બધુ બળીને ખાખ, પિતા રડી પડ્યા


ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોના વેક્સિન આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દી ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે એક જ દિવસમાં વધુ 2340 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં શહેરમાં 1849 જયારે ગ્રામીણ વિસ્તારમાં 491 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 94507 પર પહોંચી છે, જયારે આજે 29 લોકોના કોરોનાથી મોતસાથે મરણ આંક 1542 પર પહોંચ્યો છે, તેવામાં આજે 946 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.કોરોના વાયરસને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 2340 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 1849 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 73593 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 491 કેસ સાથે દર્દી સંખ્યા 20507 પર પહોંચી છે.

આ પણ વાંચો - સુરતમાં ખૂની ખેલ: 'જે મિત્રનો ઝગડો હતો એજ ભાગી ગયો, મારામારીમાં મિત્ર સુરજ મારવાડીને રહેંસી નાખ્યો

આજે કોરોના ની સારવાર દરમિયાન 29 લોકોના મોત થયા છે જેમાં 313 મૃત્યુ જિલ્લાના છે અને 1229 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1542 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 633 જ્યારે જિલ્લામાં આજે 276 દર્દીને રજા આપતા, કુલ 946 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ 77059 જેમાં શહેર વિસ્તારમાં 59429 જયારે ગ્રામ્ય વિસ્તારના 16999 દર્દી છે.

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 53, ઓલપાડ 71, કામરેજ 76, પલસાણા 52, બારડોલી 74, મહુવા 49, માંડવી 40, અને માંગરોળ 63, અને ઉમરપાડા 13 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
Published by: kiran mehta
First published: April 21, 2021, 11:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading