સુરત : યુવક હાફ પેન્ટ પહેરીને જામીન દેવા આવ્યો, પોલીસે કર્યુ એવું કે Video થયો Viral


Updated: May 26, 2021, 4:32 PM IST
સુરત : યુવક હાફ પેન્ટ પહેરીને જામીન દેવા આવ્યો, પોલીસે કર્યુ એવું કે Video થયો Viral
સુરત અઠવા પોલીસ મથકનો વીડિયો ખૂબ વાયરલ થયો છે.

અન્ય પોલીસ મથકમાં આ પ્રકારનો કોઈ કાયદો નથી માત્ર એક જ પોલીસ મથક દ્વારા મનસ્વી નિર્ણયો લેવાતા વિવાદ, શું પોલીસ થમકમાં કેપ્રી પહેરીને જવું અયોગ્ય? સોશિયલ મીડિયામાં મોટો સવાલ

  • Share this:
સુરત પોલીસ (Surat Police) ફરી એક વાર વિવાદમાં આવી છે. અથવા પોલીસ દ્વારા પોતાના મનસ્વી નિર્ણયો લેવાના કારણે મોડી રાત્રે એક યુવકને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. કર્ફ્યૂ ભંગના ગુનામાં બે યુવકોની ધરપકડ કર્યા બાદ જામીન (Bail) લેવા માટે આવેલા જામીનદારને ચડ્ડો (Half Pant) પહેરીને આવતા પોલીસે ટકોર કરી હતી. જો કે પોલીસે યુવક સાથે અભદ્ર વર્તન કર્યું હતું. જોકે, ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અગાઉ મંદિરોમાં હાફ પેન્ટ પહેરીને જવા પર પ્રતિબંધો હોવાની ઘટના સામે આવી હતી. જોકે, હવે તેમાં પોલીસ મથકનો ઉમેરો થયો છે. ચોક્કસથી પરિધાનની એક મર્યાદા હોવી જરૂરી છે.  હાફ પેન્ટ કઈ રીતે અભદ્ર પોષાક ગણવો તેની કાયદાકીય જોગવાઈ કોઈ પણ પ્રકારે નથી.

શહેરના એક પોલીસ મથક દ્વારા પોતાના મનસ્વી નિર્ણયો લેવાના કારણે લોકો પરેશાન થઇ ગયા છે.ના અઠવા પોલીસે કર્ફ્યૂ ભંગના ગુનામાં બે યુવકોની ધરપકડ કરી હતી, જેમને છોડાવવા એક જામીનદાર ચડ્ડો પહેરીને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તેમને ટકોર કરતાં કહ્યું હતું કે પેન્ટ પહેરીને આવો. આ તબક્કે જામીનદારે પોલીસ સમક્ષ આજીજી કરી હતી. જોકે ત્યાર બાદ સાથે આવેલા મિત્રએ જામીનદારને કહ્યું હતું કે તું મારું પેન્ટ પહેરી લે. ત્યાર બાદ તેણે પોલીસને પૂછ્યું હતું કે ‘સાહેબ ચેન્જિંગ રૂમ ક્યાં છે.’

આ પણ વાંચો : હળવદ : 'હે અલખધણી મારા જેવું દુ:ખ કોઈને ન દેતો', ભાવુક અંતિમ ચિઠ્ઠી લખી ખેડૂતનો આપઘાત

આ પણ વાંચો : સુરત : રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મળ્યું મોત, અકસ્માતનો વિચલિત કરતો CCTV Video વાયરલ

આ સાંભળતાં જ પોલીસ જવાન અકળાયો હતો અને કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં ચેન્જિંગ રૂમ ન હોય. તમે ગાર્ડનમાં બદલી નાખો. આ બાપનો બગીચો નથી. આ પછી પણ આ મુદ્દે સતત રકઝક ચાલી હતી અને પોલીસ તથા જામીનદાર સામસામે આવી ગયા હતા. ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસકર્મીએ પણ જામીનદારને ટપાર્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ચેન્જિંગ રૂમ ન હોવાનું કહ્યું હતું. અંતે, જામીનદારને ત્યાંથી ખસેડ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો.આ બાબતે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક કોરાટે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં જ્યારે આવો ત્યારે મર્યાદામાં આવવું જોઇએ, આ શીખ આપવા માટે જ ટકોર કરી હતી, બાકી અમારો બીજો કોઈ આગ્રહ નહોતો.

આ પણ વાંચો : મોરબી : ભાઈએ જ ભાઈને છરીના ઘા ઝીંકી પતાવી નાખ્યો, વરમોરા પરિવારમાં 'સંબંધોની હત્યા'

ઉલ્લેખનીય છે કે એવો કોઈ પણ પ્રકારનો કાયદો નથી કે કોઈ સ્પેશીયલ કપડા કહેરીને આવવાથી જામીન મળી શકે પરંતુ માત્ર એ ક પોલીસ મથક દ્વારા પોતાના પોલીસ મથક માટે મનસ્વી નિર્ણયો લેવાતા સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
Published by: Jay Mishra
First published: May 26, 2021, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading