સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day, થયો વિવાદ


Updated: May 28, 2021, 4:18 PM IST
સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day, થયો વિવાદ
પોલીસકર્મીના વાયરલ વીડિયો મામલે તપાસ થશે કે સંકેલાશે ભઈનું પોલીસમાં ચિંતા

 સુરતના પુના પોલીસ મથકમાં ફરજ બજાવતો મહાવીરસિંહ નામના પોલીસકર્મીએ વૈભવી ગાડી પર આતશબાજી વચ્ચે જન્મ દિવસની ઊજાણી કરી પોતાની સત્તા સામે કાયદો લાચાર છે તેવું સાબિત કરી બતાવ્યુ

  • Share this:
સુરત પોલીસ (Surat Police) સતત વિવાદમાં આવી રહી છે. કોરોના લઇને સામાન્ય માણસ નિયમો તોડે તો પોલીસ કાર્યવાહી કરતી હોય છે ત્યારે અહિયાં તો નિયમોને બૂટલેગર અને પોલીસ તોડી રહી છે. ત્યારે પોલીસ કાર્યવાહી કરે તો કોની સામે આ મામલે અનેક સવાલ પોલીસ સામે ઊભા થયા છે. જોકે ગતરોજ જાહેરમા જન્મ દિવસ દિવસ ઉજવાનો વિવાદ સમાયો નથી ત્યારે સુરતના એક પોલીસ કર્મચારી (Police Constable Bday Celebration) જાહેરમાં જમા દિવસઃ ઉજાણી કરતા વિવાદ ઉભો થયો છે. વૈભવી કારમાં આતશબાજી કરી અને જાહેરમાં ઊજવણી કરનાર આ પોલીસકર્મીનાં વીડિયોએ ફરીથી સુરતનુ સોશિયલ મીડિયા ગાંડુ કર્યુ છે.

સુરત પોલીસની છેલ્લા બે દિવસથી ઇજ્જતના ધજાગરા ઉડી રહ્યા છે તેવામાં સુરતના એક પોલીસ અધિકારી વિદાય સભારંભ કરી નિયમો તોડ્યા તો બીજી બાજુ એક બુટલેગરે પણ જાણેવાદ કરીને નિયમો તોડ્યા. ત્યારે બીજી બાજુ એક બૂટલેગર જાહેરમાં જન્મ દિવસનીઊજાણી કરી નિયમો તોડ્યા ત્યારે એક પોલીસ કર્મચારી પણ જાહેરમાં આતશબાજી કરી જન્મ દિવસની ઊજાણી કરી નિયમો તોડી પોલીસને બધી છૂટ હોય તેવું સાબિત કરી આપ્યું છે.

આ પણ વાંચો :  સુરત : મેયર માટે SMCએ 5 કરોડનો 'મહેલ' બંધાવ્યો, મંત્રીઓનાં નિવાસને આટી મારે એવો વૈભવ

આ પણ વાંચો : સુરત : બૂટલેગરના પ્રસંગમાં 'ખાખી મહેમાન' ત્રાટક્યા, Video Viral થતા કાર્યવાહી, ઉડાડ્યા હતા નિયમોના ધજાગરા

બનાવની વિગતો એવી છે કે   સુરતના પુના પોલીસ મથકમાં ફરજ બજાવતો મહાવીરસિંહ નામના પોલીસકર્મીએ વૈભવી ગાડી પર આતશબાજી વચ્ચે જન્મ દિવસની ઊજાણી કરી પોતાની સત્તા સામે કાયદો લાચાર છે તેવું સાબિત કરી બતાવ્યુ હતું.

આ પણ વાંચો : સેલવાસ : અજીબ ચોર! માત્ર સાયકલોની કરતો હતો ચોરી, કારણ જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ


જોકે આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરત પોલીસ કમિશનર 'ફિક્સ'માં મૂકાયા છે. નેક ઈમાનદાર અને કડક અધિકારીની છાપ ધરાવતા પોલીસકર્મી માટે બીજુ કોઈ નહીં પણ તેમનો જ સ્ટાફ માથાનો દુ:ખાવો થઈ ગયા છે.  પણ તેમના કર્મચારી તેમને ગાંઠતા નથી અને તે નિયમો ભંગ કરી પોલીસની આબરૂનાં ધજાગરા ઉડાવતા હોવાનું સાબીત કરી આપ્યું છે.આ પણ વાંચો : સુરત : રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મળ્યું મોત, અકસ્માતનો વિચલિત કરતો CCTV Video વાયરલ

ત્યારે જોવાનું એ રહ્યુ કે આ ઊજવણીના મામલે પોતાના અધિકારી બચવવા  મેદાને ઉતરેલા પોલીસ કમિશનર આ પુના પોલીસ મથકના પોલીસ કર્મચારી મહાવીરસિંહને બચાવવા માટે મેદાને ઉતરે છે કે પછી તેનો ભોગ લેશે.

આ કર્મચારી સામે ખાતાકીય તપાસના આદેશ પણ અપાયા છે

સુરત પોલીસના સૂત્રોએ જણાવ્યા મુજબ આ પોલીસકર્મી મહાવીરસિંહ સામે માતબર રકમની ગેરકાયદેસર માંગણીને લઈને ખાતાકીય તપાસ આપવામાં આવી છે, ત્યારે આ જ વિસ્તારના માથાભારે શખ્સની ગાડીમાં આ ઊજવણી કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
Published by: Jay Mishra
First published: May 28, 2021, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading