સુરત : બેફામ TRB જવાનની દાદાગીરીનો Viral Video, રીક્ષા પર દંડાવાળી કરી નુકસાની કરી


Updated: July 12, 2021, 2:30 PM IST
સુરત : બેફામ TRB જવાનની દાદાગીરીનો Viral Video, રીક્ષા પર દંડાવાળી કરી નુકસાની કરી
સુરતમાં ટીઆરબી જવાનની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો

Surat TRB Jawan Viral Video : ટીઆરબી જવાનોએ માત્ર ટ્રાફિક નિયમન કરવાની સૂચના હોવા છતાં પણ હાથમાં ડંડો લઈને રીક્ષા ને જે રીતે નુકસાન કરી રહ્યા છે તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ, જુઓ વીડિયો

  • Share this:
સુરત (Surat) શહેરમાં ટ્રાફિકને (Traffic) નિયંત્રણ કરવા માટે ટ્રાફિક પોલીસની મદદ માટે મૂકવામાં આવેલા ટીઆરબી (TRB Jawan) જવાનો છાશવારે વિવાદમાં આવતા હોય છે ત્યારે વધુ એક વિવાદમાં આવતો વિડિયો (Vide) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે પોતાની સત્તા ન હોવા છતાં પણ રીક્ષા નુકસાન કરતો હોવાનો વિડીયો વાયરલ (Viral Video) થયો છે જેને લઈને લોકોમાં રોષ ફેલાઇ જવા પામ્યો છે

સુરતમાં ટ્રાફિક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે પોલીસ વિભાગમાં ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે પોલીસ કર્મચારીઓ ઓછા પડતા હોવાને લઈને ટ્રાફિક બ્રિગેડની રચના કરવામાં આવેલી હતી. ત્યારે આ જવાનો છાશવારે વિવાદમાં આવતા હોય છે. કોઈ જગ્યા પર દાદાગીરી કરતા તો કોઈ જગ્યા પર લોકો પાસે પૈસા ઉઘરાવતા હોવાની અનેક ફરિયાદો બાદ વિડિયો સામે આવતાં તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ડાંગ : આ શક્તિવર્ઘક ઔષધિની ખેતી કરી ખેડૂતો કમાઈ રહ્યા છે લાખો રૂપિયા, 1200-1400 રૂ. કિલોનો ભાવ

ત્યારે સુરતના પાંડેસરા રોડ પર વધુ એક ટીઆરબી જવાનનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે વિવાદ ઉભો થયો છે. કારણકે જવાનો માત્ર ટ્રાફિક પોલીસની મદદ અને ટ્રાફિક નિયમન માટે રાખવામાં આવ્યા છે પણ આ ટીઆરબી જવાનો પોતાની જાતને પોલીસ કર્મચારી સમજીને રસ્તામાં રીક્ષા ઉપર જે રીતે તૂટી પડે છે રિક્ષાઓને નુકસાન કરે છે તેને લઈને લાંબા સમયથી સતત આ લોકો વિરુદ્ધ ફરિયાદો કરવામાં આવી રહી છે.ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવા જ એક ટીઆરબી જવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં હાથમાં ડંડો લઈને રીક્ષા વાળાની રીક્ષાને ટીઆરબી નુકસાન કરતો જોવા મળી રહ્યો છે અને દાદાગીરી કરી રીક્ષાવાળાને દબાવવાનો પ્રયાસ કરતો હોવાનું સામે આવી ગયું છે.

આ પણ વાંચો : સુરત : દારૂ સંતાડવાનું ચોરખાનું જોઈ પોલીસ માથું ખંજવાળવા લાગી, 827 બોટલ સંતાડી હતી

જોકે વીડિયો વાયરલ જોતાની સાથે હવે ફરી એક વખત ટીઆરબી જવાન વિવાદમાં આવ્યો છે જો કે વિડીયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે ત્યારે હવે આ જવાન સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : સુરત : સ્પાની આડમાં ધમધમતું વધુ એક કૂટણખાનું ઝડપાયું, મસાજના નામે થતો હતો દેહવેપાર

સતત ટીઆરબી જવાનોની ફરિયાદોને લઈને સુરત શહેરના લોકો પરેશાન છે ક્યાંક રસ્તે ગાડી અટકાવીને સત્તા ન હોવા છતાં પણ લોકો પાસે પૈસાનો તોડ કરતા હોવાની પણ વ્યાપક ફરિયાદો મળી રહી છે
Published by: Jay Mishra
First published: July 12, 2021, 2:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading