સુરતઃ 'હું કુષિમંત્રી સાથે તમારી મિટિંગ કરાવી દઈશ', નિવૃત્ત IPSના પુત્રએ બિલ્ડર પાસેથી 40 લાખ પડાવ્યા


Updated: May 26, 2021, 5:54 PM IST
સુરતઃ 'હું કુષિમંત્રી સાથે તમારી મિટિંગ કરાવી દઈશ', નિવૃત્ત IPSના પુત્રએ બિલ્ડર પાસેથી 40 લાખ પડાવ્યા
સુરત ક્રાઈમ બ્રાન્ચની તસવીર

નિરવે તેનો વિશ્વાસમાં લેવા માટે ભરોસો રાખો મારી વગથી  મોટા મોટા અકિરીઓની બદલીઓ કરાવી આપતો હોય તો તમારુ કામ ન કરી શકુ?

  • Share this:
સુરતઃ શહેરના સરથાણા ચોકડી પાસે ગોકુલમ આર્કેડમાં ઓફિસ ધરાવતા બિલ્ડરને નમર્દા નદીમાંથી રેતીની લીઝ અને મીઠાના ઉત્પાદનના ધંધા માટે ભુજમાં સરકારી જમીન ભાડાપટ્ટી અપાવાને બહાને નિવૃત્ત આઈપીઍસના પુત્રઍ રૂપિયા 40 લાખ પડાવી છેતરપિંડી કરતા ભારે ચકચાર મચી છે. બિલ્ડરની ફરિયાદ લઈ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આગળની તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા પંચવટી સોસાયટીમાં રહેતા 42 વર્ષીય ગોપાલભાઈ વ્રજલાલ રાદડીયા જમીન મકાન લે-વેચ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગોપાલભાઈને ધંધાકિય કામકાજ માટે અવાર નવાર ગાંધીનગર સચિવાલયમાં મહેસુલ સહિતની અન્ય સરકારી કચેરીઓમાં જવાનું થાય છે. ગોપાલભાઈ સન 2019માં રેતીની લીઝના કામ માટે ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે ગયા હતા તે વખતે તેમની મુલાકાત જમીન લે વેચનું કામકાજ કરતા મુકેશ માધવજી બોધરા (રહે, તાજ રેસીડેન્સી નીકોલ અમદાવાદ) સાથે થઈ હતીય ત્યારબાદ અવાર નવાર મળતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને મુકેશ મારફતે જુલાઈ  2019માં નિરવ બાવકુ જેબલીયા (રહે, વૈભવલક્ષ્મી મહાદેવનગર સરદાર પટેલ સ્ટે઼ડીયમ અમદાવાદ) સાથે કરાવી હતી. નિવૃત્ત આઈપીઍસ અધિકારીના પુત્ર છે. મુકેશ નિરવ જેબલીયાને લઈને ગોપાલભાઈની ઓફિસમાં આવ્યો હતો.

નિરવ જેબલીયાઍ પોતે સચીવ કે કૈલાશ નાથનના અંગત વિશ્વાસુ માણસ હોવાનું અને ગુજરાત સરકારની કોઈ પણ સરકારી કચેરીમાં કોઈ પણ કામ પોતે ભલામણથી કરાવી આપે છે. તેમજ પોતે ગુજરાત રાજયના કોઈ પણ મિનિસ્ટર સાથે અથવા રાજયપાલ સાથે સીંધી વાત કરી શકે છે હોવાનુ કહી મોબાઈલ ફોનમાં જુદાજુદા અધિકારી અને મિનિસ્ટરોના ફોન નંબર બતાવી ગોપાલભાઈને વિશ્વાસમાં લીધો હતો.

આ પણ વાંચોઃ-દાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મારી જા', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ-જામનગરઃ યુવરાજસિંહ જાડેજાની હત્યાનો live video, પહેલા કારથી મારી ટક્કર પછી છરી વડે કર્યો હુમલો

નિરવભાઈના વિશ્વાસમાં આવી ગોપાલભાઈઍ તેમને નમર્દા નદીમાંથી રેતીની લીઝ અને મીઠાના ઉત્પાદનના ધંધા માટે ભુજ ખાતે સરકારી જમીન ભાડાપટ્ટે લેવાની વાત કરી હતી. ત્યારબાદ ઓગસ્ટ 2019માં મુકેશ અને નિરવ ફરીથી ગોપાલભાઈની ઓફિસે આવ્યા હતા તે વખતે નિરવે તમારુ કામ ચાલુ કરી દીધુ છે બંને કામ થઈ જશે જે માટે રૂપિયા 80 લાખનો વહીવટ કરવો પડશે હોવાનું કહ્યું હતું જાકે ગોપાલભાઈઍ ઓછુ કરવા કહેતા છેવટે 60 લાખ નક્કી થયા હતા.આ પણ વાંચોઃ-લુખ્ખાઓએ યુવકને દોડી દોડીને ધડાધડ ગોળીઓ વરસાવી, ફિલ્મી સીન જેવો ફાયરિંગનો live video

જેતે સમયે નિરવ ઍડવાન્સમાં 20 લાખ મળી ટુકડે ટુકડે 40 લાખ પડાવ્યા હતા. નિરવ જેબલીયાઍ 120 દિવસમાં કામ થઈ જશે હોવાનુ કહ્યું હતું. જાકે ગોપાલભાઈ કામ અંગેï પુછતા નિરવ જેબલીયા કોઈવાર ફાઈલ કલેકટર કચેરીમાં તો કોઈવાર ફાઈલ ગાંધીનગર પહોચી ગઈ હોવાનુ કહી વાત ફેરવતા હતા. જાકે મુદ્ત વીતી ગયા છતાંયે કામ થયં ન હતુ. ગોપાલભાઈઍ તેના રૂપિયા પરત માંગતા સમજુતી કરાર લખી આપી ચેક આપ્યા હતા જે ચેક ગોપાલભાઈઍ તેના બેન્ક ઍકાઉન્ટમાં જમા કરાવતા ઍકાઉન્ટ બંધ હોવાના શેરા સાથે રિર્ટન થયા હતા. અને રૂપિયા પરત આપ્યા ન હતા. ગોપાલભાઈને ખ્યાલ આવી ગયો કે નિરવ જેબલીયાઍ તેની સાથે ઠગાઈ કરવામાં આવી છે. બનાવ અંગે ગોપાલભાઈની ફરિયાદ નોîધાવતા ક્રાઈમ બ્રાન્ચે નિરવ જેબલીયા સામે ગુને દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

રેતીની લીઝ અને સરકારી જમીન ભાડાપટ્ટે આપવાને બહાને ગોપાલભાઈ પાસેથી 40 લાખ ખંખેરી  લીધા બાદ તેને વિશ્વાસમાં લેવા માટે નિરવ જેબલીયાઍ નવો જાસો આપ્યો હતો. ગોપાલ રાદડીયાને તેની  વગ વાપરી ગુજરાત ઍગ્રોઈન્ડસ્ટ્રીસ કોર્પોરેશનના ઉપાધ્યાક્ષપદે નિમણુંક કરાવી હોવાનું કહ્યું હતું. અને ઉપાધ્યક્ષ તરીકે હવે મહિને રૂપિ ૭૦થી ૮૦ હજાર પગાર, સરકારી ફ્લેટ અને સરકારી ગાડી પાંચ વર્ષ સુધી મળશે હોવાનું કહ્યું હતું અને કુષિ વિભાગ ગુજરાત રાજય ગાંધીનગર કચેરીના નાયબ નિયામક (આયોજન) ઍ.ઍચ.પટેલની સહીવાળો તેમના નામ સાથેનો નિમણુંક અંગેનો ઍક પત્ર આપ્યો હતો અને આ પત્ર લઈને 28 જાન્યુઆરી 2020ના રોજ આધાર પુરાવા સાથે મળવા જવા કહ્યું હતું  જેથી ગોપાલભાઈ આ પત્ર લઈને ઍ.ઍચ.પટેલને મળ્યા હતા. ત્યારે ઍ.ઍચ.પટેલે  પત્ર જાઈ કુષિ વિભાગ કચેરીથી આવી કોઈ નિમણુંક થઈ નથી કે આવી નિમણુંક આપવાનો અધિકાર નથી.નિમણુંક પત્રમાંથી સહી પણ ખોટી હોવાનુ કહેતા તેઓ ચોકી ઉઠ્યા હતા. ગોપાલભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગતા નિરવને ફોન કરતા પત્ર સાચો જ હોવાનું કહી મારી ઓળખાણથી પત્ર મોકલ્યો છે. હવે આજ પત્ર ટપાલથી આવશે અને હું કુષિમંત્રી સાથે તમારી મીટીંગ કરાવી દઈશે તેમ કહ્યું હતું. ગોપાલને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનુ લાગતા તેના નાણા કઢાવવા માટે મિત્ર મુકેશ સાથે નિરવને મળવા માટે અમદાવાદ ખાતે ગયા હતા. તે વખતે પણ નિરવે તેનો વિશ્વાસમાં લેવા માટે ભરોસો રાખો મારી વગથી  મોટા મોટા અકિરીઓની બદલીઓ કરાવી આપતો હોય તો તમારુ કામ ન કરી શકુ ? તેમ કહી મોબાઈલ ફોનથી વોટ્સઅપ દ્વારા મુકેશના મોબાઈલમા જુદાજુદા અદિકારીઓની બદલીના ઓડરો મોકલ્યા હતા. ગોપાલભાઈઍ આ ઓર્ડર પરિચિïત અધિકારીઓને બતાવવા ફોર્ડ લાગે છે ચેતીને રહેવા માટે સલાહ આપી હતી.
Published by: ankit patel
First published: May 26, 2021, 5:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading