સુરત : શિક્ષિકાનો 14મા માળેથી કૂદવાનો દર્દનાક Live Video સામે આવ્યો, વીડિયો ઉતારનાર પણ હચમચી ગયો


Updated: April 23, 2021, 9:55 PM IST
સુરત : શિક્ષિકાનો 14મા માળેથી કૂદવાનો દર્દનાક Live Video સામે આવ્યો, વીડિયો ઉતારનાર પણ હચમચી ગયો
શિક્ષિકાએ 14મા માળેથી કૂદી આપઘાત કર્યો, જેનો વીડિયો વાયરલ

વીડિયો બનાવનાર પણ અચાનક આ પ્રકારની ઘટના જોઈ હચમચી જાય છે અને તેના મોંઢામાંથી પણ 'ઓહ મા' એવું પોકારી ઉઠે છે.

  • Share this:
સુરત : શહેરના મોટા વરાછા વિસ્તારમાં કોરોના સર્વે કરવા ગયેલ શિક્ષિકાએ 14મા માળેથી આપઘાત કરી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ મામલે હવે શિક્ષિકાએ કેવી રીતે કૂદી આપઘાત કર્યો તેનો વીડિયો સામે આવ્યો છે. બે દિવસ પહેલા પોલીસને શિક્ષિકાએ મરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી તે મળી આવી હતી. સુસાઈડ નોટમાં શિક્ષિકાએ આપઘાત કેમ કર્યો તે પાછળનું કારણ જણાવ્યું હતું. હવે શિક્ષિકાની મોતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. આ મામલે પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, શિક્ષિકા બિલ્ડીંગની છત પર ઊંધી ઉભી રહે છે અને પછી મોતની છલાંગ લગાવી દે છે. આપઘાતની આ ઘટનાને કોઈ રાહદારીએ બિલ્ડીંગની બહારથી પોતાના મોબાઈલમાં કેદ કરી છે. તે વીડિયો ઉતારતો હતો એવામાં જ મહિલા ઉપરથી છલાંગ લગાવી દે છે, આ જોઈ વીડિયો બનાવનાર પણ અચાનક આ પ્રકારની ઘટના જોઈ હચમચી જાય છે અને તેના મોંઢામાંથી પણ 'ઓહ મા' એવું પોકારી ઉઠે છે.

તમને જણાવી દઈએ કે, શિક્ષિકાએ મોતની છલાંગ લગાવતા પહેલા સુસાઈડ નોટમાં જણાવ્યું છે કે, 'હું મનથી થાકી ગઈ છું, ભાઈ મને બહુ વ્હાલો છે, પપ્પા-મમ્મી હું પાછી તમારા ઘરે જન્મ લઈશ.' માતા-પિતા દીકરીની સુસાઈડ નોટ વાંચી શોકમાં ગરકાવ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ મરનાર શિક્ષિકાનો ભાઈ સાઉથ આફ્રિકા રહે છે, શિક્ષિકાએ મરતા પહેલા ભાઈને ડિપ્રેશનમાં હોવાનો મેસેજ કર્યો હતો.

આ પણ વાંચો - સુરત : '... પપ્પા-મમ્મી હું પાછી તમારા ઘરે જન્મ લઈશ', શિક્ષિકાએ સુસાઈડ નોટમાં જણાવ્યું આપઘાતનું કારણ

ઉલ્લેખનીય છે કે, મોટા વરાછા ખાતે આવેલ એક એપાર્ટમેન્ટના 14મા માળેથી કોરોના સર્વે કરવા આવેલ શિક્ષિકાએ કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે મહિલાએ આપઘાત માટે કૂદકો મારતા નીચે પડેલી ગાડી પર પડતા ગાડીને પણ નુકશાન થવા પામ્યું હતું.ઉલ્લેખનીય છે કે, ગુજરાત સાથે સુરતમાં કોરોના મહામારી સતત વધી રહે છે, ત્યારે તંત્ર દ્વારા લોકોના ઘરે જઈ કોરોનાના સર્વેની કામગીરી હાલમાં શિક્ષકો કરી રહ્યા છે, ત્યારે સુરતના નાના વરાછા ખાતે રહેતી અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 24 વર્ષીય જલ્પા આજે પોતાની ટિમ સાથે સુરતના મોટા વરાછા ખાતે આવેલ પ્રિન્સેસ હાઉસમાં સર્વે માટેની કામગીરી માટે ગઈ હતી, અને અચાનક આ બિલ્ડિગનાં 14 માળેથી આ મહિલાએ કૂદકો મારી આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો - રાજ્યમાં Covid-19 માટે નવી ગાઇડલાઇન: જુઓ શું કરવું અને શું ના કરવું? તજજ્ઞ ડોક્ટરોએ જણાવી તમામ હકિકત

આ ઘટના અને પગલે આ બિલ્ડિગનાં પાર્કિગમાં પાર્ક કરેલી ગાડીને પણ નુકસાન થવા પામ્યું હતું. જોકે મહિલાના આપઘાતના પગલે બિલ્ડિગમાં રહેતા લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. જોકે સર્વેની કામગીરી કરવા આવેલી શિક્ષિકા દ્વારા આ પગલું ભરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણકારી સ્થાનિક લોકોએ અમરોલી પોલીસે આપતા અમરોલી પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મહિલાના આ પગલાંને લઈને તેના પિતા પણ બનાવવાળી જગ્યા પર દોડી આવ્યા હતા. જોકે પોતાની પુત્રીએ ભરેલા પગલાંને લઇને આ મહિલાનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
Published by: kiran mehta
First published: April 23, 2021, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading