સુરત : માતાપિતાની ગેરહાજરીમાં 13 વર્ષની દીકરીનો આપઘાત! પાડોશીઓની બીકથી પગલું ભર્યુ?


Updated: July 7, 2021, 5:37 PM IST
સુરત : માતાપિતાની ગેરહાજરીમાં 13 વર્ષની દીકરીનો આપઘાત! પાડોશીઓની બીકથી પગલું ભર્યુ?
કિશોરી અસ્મિતાએ આપઘાત કરી લેતા ચકચાર

માતા-પિતા કામ પર ગયા બાદ કિશોરી પ્રેમની સાથે રૂમમાંથી મળી આવતા પડોશીઓ પરિવાર ને કહી દેશે બીકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ચર્ચા

  • Share this:
સુરતના (Surat) અમરોલી (Amroli) વિસ્તારમાં 13 વર્ષની કિશોરીએ (Girl) પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત (Suicide) કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જો કે માતા-પિતા કામ પર ગયા ભાગ પ્રેમી યુવાનને પોતાના ઘરે મળવા બોલાવ્યો હતો અને આ સમગ્ર ઘટના પાડોશીઓ જોઈ ગયા ત્યારે માતા-પિતા ને કહી દેશે તે બીક ને લઈને કિશોરી આપઘાત કરી કરી લીધા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. સુરતના અમરોલી વિસ્તારમાં જુના કોસાડ રોડ પર આવેલી હરિસિદ્ધિ સોસાયટીમાં શ્યામ કુટીર એપાર્ટમેન્ટ્સ ત્રીજા માળે રહેતા નરસિંહભાઈ લક્ષ્મણભાઈ રાઠોડની 13 વર્ષીય દીકરી અસ્મિતા રાઠોડે પોતાના ઘરમાં પંખા પર દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

જોકે કિશોરીએ જે રીતે આપઘાત કર્યો હતો તેને લઈને પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે આ કિશોરીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતા અને ઘરમાં માતા-પિતા પણ નોકરી પર ગયા હતા અને મોટી બહેન કામ માટે બહાર ગઈ હતી ત્યારે આ કિશોરીએ પોતાના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો.

આ પણ વાંચો : સુરત : ખાનગી હૉસ્પિટલની નર્સે તાપીમાં લગાવી મોતની છલાંગ, પરિવારનું હૈયાફાટ રૂદન

આ પ્રેમી જ્યારે ઘરે આવ્યો કે આસપાસની મહિલાઓ જોડાઈ ગઈ હતી અને સમગ્ર પ્રકરણની જાણકારી માતા પિતાને આપી દે તે બીકને લઈને આ કિશોરીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ લીધા હોવાની વિગતો સામે આવી રહી છે.

જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ત્યારે આ કિશોરીના આપઘાતનું કારણ ગૂંચવાયું છે.  જો કે પોલીસ તપાસમાં જ સાચી હકીકત શું છે તે સામે આવ્યા પછી જ સૂત્રોએ જે પ્રમાણે જાણકારી આપી છે તે પ્રમાણે પ્રેમી યુવક સાથે કિશોરીને જોઈ જતાં પડોશી મહિલાઓ દ્વારા કિશોરીને ધમકાવવા ઉપરાંત મારવામાં આવી હતી અને સમગ્ર પ્રકારની જાણકારી તેના પરિવારને આપવાની ધમકી પણ આપવામાં આવી હતી જેને લઇને આ કિશોરી ગભરાઈ ગયા બાદ આ પગલું ભર્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે.આ પણ વાંચો : સુરત : લાલુ જાલિમનું નેટવર્ક ફિલ્મોના DON જેવું હતું, પોલીસને જણાવ્યું UPમાં ક્યાં-ક્યાં છૂપાયો હતોજોકે, આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી તેથી કિશોરીની આત્મહત્યાનુ ંકારણ ગૂંચવાયેલું રહ્યું છે. દમરિયાનમાં કોઈ પણ પ્રકારની અંતિમ ચિઠ્ઠી મળી આવી હોવાની પણ માહિતી સાંપડી નથી ત્યારે હવે પોલીસ તપાસમાં જો પાડોશીઓની પૂછપરછ કરવામાં આવે તો જ આ ઘટનાનું રહસ્યુ ખૂલી શકે છે.
Published by: Jay Mishra
First published: July 7, 2021, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading