સુરત : અસામાજિક તત્વો TRB જવાન પર તૂટી પડ્યા! ઢોર માર મારી માથું ફોડી નાખ્યું

News18 Gujarati
Updated: April 18, 2021, 10:09 PM IST
સુરત : અસામાજિક તત્વો TRB જવાન પર તૂટી પડ્યા! ઢોર માર મારી માથું ફોડી નાખ્યું
ટીઆરબી જવાન જયેશ પટેલને માર મારી માથું ફોડી નાખ્યું

પલસાણા પોલીસ મથકના કારેલી ગામે માથાભારે ઇસમોએ ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા યુવાન ઉપર ત્રણ વ્યક્તિઓએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે.

  • Share this:
કેતન પટેલ, સુરત : સુરત જિલ્લાના (Surat) પલસાણા પોલીસ સ્ટેશનમાં (Palsana) ટ્રાફિક બ્રિગેડ (TRB) તરીકે ફરજ બજાવતા યુવાન ઉપર ત્રણ વ્યક્તિઓએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતો યુવાન કારેલી ગામે રાહી સોસાયટી નજીક મની ટ્રાન્સફરની દુકાનમાં પૈસા કાઢવા માટે ગયો હતો. તે સમયે ત્રણ યુવાનો માસ્ક પહેર્યા વગર ફરતા હોય જેથી તેમને માસ્ક પહેરવાનું કહેતા આ ત્રણે વ્યક્તિઓએ યુવાનને ઢીક મુક્કીનો માર મારી કપાળના ભાગે કોઈ હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી કેટલાક માથાભારે ઈસમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

કોરોનાના આ કપરાકાળમાં જ્યારે લોકોના જીવ બચાવવા માટે માસ્ક જ ઉપાય છે ત્યારે નૈતિક રીતે માસ્ક પહેરવાનું કહેતા ટીઆરબી જવાનને માર મારી અને એની હાલત કફોડી કરી નાખી હતી. પલસાણા તાલુકાનાં ગંગાધરા ગામે ટીમ્બલીયાવાડ ખાતે રહેતા જયેશભાઈ કીકાભાઈ પટેલ કે જે પલસાણા પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક બ્રિગેડ તરીકે છેલ્લા સાત વર્ષથી માનદસેવા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

આ પણ વાંચો : પાકિસ્તાનથી મોકલેલું 150 કરોડનું હેરોઇન કચ્છમાં કોને આપવાનું હતું? ગુજરાતના ડ્રગ માફિયાનું નામ ખુલ્યું

જેઓ ગતરોજ રાત્રિના મોટરસાઇકલ ઉપર સવાર થઈ કારેલી ગામે આવેલ રાહી સોસાયટીમાં મની ટ્રાન્સફરની દુકાનમાં આધારકાર્ડ વડે પૈસા કાઢવા માટે ગયા હતા. તે સમયે સરકારી દવાખાનાની બાજુમાંથી જતાં રોડ ઉપરથી સોસાયટીના ગેટમાંથી પ્રવેશ કરી રહ્યા હતા. તે સમયે ત્યાં ત્રણ વ્યક્તિઓ માસ્ક પહેર્યા વગર તેમજ સોસિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર ઊભા હતા.

આ પણ વાંચો : સુરત : જિંદગી તો ન મળી પરંતુ મોતનો મલાજો પણ ન જળવાયો, મહિલાઓના દાગીના પણ સલામત નથી!જેથી જયેશભાઇએ પોતાની બાઇક ઊભી રાખી આ ત્રણે વ્યક્તિઓને માસ્ક પહેરવાનું કહેતા આ ત્રણે વ્યક્તિઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. આ ત્રણ વ્યક્તિઓ પૈકી બે યક્તિઓએ જયેશભાઈને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ સોનું ઉર્ફે ચેતન મહેન્દ્રસિંગ રાજપૂત એ પોતાના હાથમાં રહેલ કોઈ હથિયાર વડે જયેશભાઈએ આંખની ઉપર કપાળના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે જયેશભાઇએ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: April 18, 2021, 10:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading