સુરત : ટ્રાઇસ્ટાર હૉસ્પિટલમાં આગ લાગવાનું કારણ શું? જાણો કેવી રીતે બચ્યા 16 દર્દીનાં જીવ


Updated: November 18, 2020, 6:19 PM IST
સુરત : ટ્રાઇસ્ટાર હૉસ્પિટલમાં આગ લાગવાનું કારણ શું? જાણો કેવી રીતે બચ્યા 16 દર્દીનાં જીવ
ટ્રાઇસ્ટાર હૉસ્પિટોલમાં લાગેલી આગ બાદ અફરાતફરી મચી ગઈ હતી.

ટ્રાઇ સ્ટાર હૉસ્પિટલ પહેલાં એક કૉમર્શિયલ કૉમ્પલેક્ષ હતુ, આ બિલ્ડીંગની ડિઝાઇન તેના આધારે જ બનેલી છે, આગ લાગે તો કેમ રેસ્ક્યૂ કરવું તેનું બે વાર રિહર્સલ પણ થઈ ચુક્યું છે

  • Share this:
સુરત ના નાનપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલ માં આગ લાગવાની ઘટના બનતા ફાયરન 15 કરતા ફાઇટરો બનાવવાળી જગ્યા પર પોહચી હતી જોકે 15 જેટલી આ 108 પણ ખડકી દેવામાં આવી હતી જોકે આ હોસ્પિટલ એક શોપીંગ કોંપ્લેક્સમાં બનાવામાં આવી છે પણ આગ  લગતા અહીંયા હોસ્પિટલ કર્મચારી દર્દી છોડી ને બહાર આવી ગયા હતા.  ફાયર વિભાગે પહોંચીને તમામ દર્દીને રેસ્ક્યૂ કર્યા હ.તા સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે આગની જાણકારી મળતાની સાથે ફાયરની 10 જેટલા ફાયર ફાઈટર બનાવવાળી જગિયા પર પહોંચી હતી અને હોસ્પિટલ માં રહેલ 16 જેટલા દર્દી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

આગ લાગતાંની સાથે હોસ્પિટલ ના કર્મચારી દર્દીને મૂકીને હોસ્પિટલ બહાર ભાગી આવ્યા હતા.0 ફાયર વિભગના જવાનો એ દર્દીઓને ગ્લુકોઝની બોટલ સાથે રેસ્કયુ કર્યા હતા. જ્યારે કેટલાક દર્દીઓને માસ્ક અને ઓક્સિજન બોટલ સાથે જ રેસ્ક્યુ કરાયા હતા. આગ લાગવા પાછળનું કારણ કેબલમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું હતું  જોકે આ હોસ્પિટલ પહેલાં કૉમર્શિયલ કૉમ્પલેક્ષ  હતું અહીંયા એક કંપનીનો મોલ હતો. જોકે થોડા સમય પહેલાં અહીંયા હૉસ્પિટલ ઉભી કરવામાં આવી હતી.

આ બિલ્ડીંગના પ્રથમ માળે આવેલા સર્વરરૂમમાં સ્પાર્ક થયા બાદ આગ લાગી હતી. જોકે, બિલ્ડીંગમાં એલિવેશન પ્રમાણે હવા બહાર નીકળવાની જગ્યા નહોવાથી આગના ધુવાડા આખી હૉસ્પિટલમાં ફેલાઈ ગયા હતા જેના કારણે સ્થિતિ ગંભીર બની હતી.


આ પણ વાંચો : સુરત : ટ્રાઇ સ્ટાર હૉસ્પિટલમાં આગ, 16 દર્દી રેસ્ક્યૂ કરાયા, પંદર 108 સ્ટેન્ડબાય

ફાયર સેફટીના સાધનો ઉભા કરવામાં આવતા ફાયરે અહીંયા એનઓસી આપી હતી. જોકે અહીંયા ફાયર વિભાગ દ્વારા બે વખત આગ લાગે ત્યારે ક્યાં પ્રકારની બચાવ કામગીરી કરવામાં આવે તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું જોકે, ફાયર વિભાગ સમયરસ આવી જતા દર્દીઓ જીવ બચી ગયા હતા પણ અહીંયા આગ લાગ્યા બાદ ધુમાડો નીકળવાની કોઈ જગ્યા ન હોવાને લઇને ફાયર ને પણ ઘણી મુશ્કેલનો સામનો કરવો પડ્યો હતો.આ પણ વાંચો :  Big News : રાજ્યનાં વેપારીઓ લાભપાંચમના મહૂર્ત બાદ સ્વયંભુ લોકડાઉન કરવાના મૂડમાં

પત્રકારો સાથે પણ દાદાગીરી કરાઈ

હોસ્પિટલ સંચાલકો એ દાદાગીરી શરુ કરી હતી અને મીડિયા સાથે દાદાગીરી પણ કરતા જોવા મળ્યા હતા જોકે અહીંયા આવેલ એલિવેશન ને લઈને આગ બાદ ધુમાડા બહાર નહિ નીકળતા દર્દી ના જીવ જોખમમાં મુકાયા હતા ત્યારે હવે આ હોસ્પિટલ પર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી હોસ્પિટલ ને બચાવી લેવામાં આવે છે તે જોવાનું રહ્યું
Published by: Jay Mishra
First published: November 18, 2020, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading