સુરતમાં અસામાજિક તત્વોનો આતંક: યુવકનું અપહરણ કરી સળીયાથી માર માર્યો, બનાવ સીસીટીવીમાં કેદ


Updated: April 1, 2021, 11:48 AM IST
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક: યુવકનું અપહરણ કરી સળીયાથી માર માર્યો, બનાવ સીસીટીવીમાં કેદ
સીસીટીવી ફૂટેજ વાયરલ.

સુરતમાં ગુનાખોરીના બનાવોમાં સતત વધારો, પોલીસની નિષ્ક્રિયતાને પગલે અસામાજિક તત્વો જાણે કે બેફામ જ બની ગયા છે.

  • Share this:
સુરત: સુરત શહેર (Surat city)માં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં એક યુવકનું ચાની દુકાન પરથી અપહરણ (kidnapping) કરી લેવામાં આવ્યું હતું. જે બાદમાં તેને માર મારવામાં આવ્યો હતો. અપહરણનો આ બનાવ સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે અઠવા વિસ્તાર (Athwa area)માં એક યુવાનને સામાન્ય બાબતમાં અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ અંગે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, જે બાદમાં પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પોલીસ માર મારનાર યુવકો સામે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.

સુરતમાં ગુનાખોરીએ જાણે કે માઝા મૂકી છે હોય તેમ એક પછી એક ગુનાના બનાવો બની રહ્યા છે. તેમાં પણ પોલીસની નિષ્ક્રિયતાને પગલે અસામાજિક તત્વો જાણે કે બેફામ જ બની ગયા છે. અસામાજિક તત્વોના આંતકનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતના અઠવા વિસ્તાર રહેતો અને શાકભાજીનો વેપાર કરતો સાહિલ નામનો યુવાન અઠવા વિસ્તારમાં આવેલી તલાવડી ખાતે આવેલી ચાની દુકાન પર ચા પીવા માટે ગયો હતો.

આ પણ વાંચો: સુરત: રૂપિયા પડાવવા 10 લોકોની ટોળકીએ ઘડ્યો ખતરનાક પ્લાન, યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો બનાવ્યો

આ સમયે આ જ વિસ્તારના માથાભારે હોવાની છાપ ધરાવતા સદ્દામ અને અરબાજ જૂની અદાવત રાખી સાહિલનું ત્યાંથી અપહરણ કરી ગયા હતા. બાદમાં યુવાનને ચપ્પુ અને સળીયા વડે માર મારવામાં આવ્યો હતો. માર માર્યા બાદ યુવકને છોડી મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દેશમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો: 172 દિવસ બાદ સૌથી વધારે કેસ અને 116 દિવસ પછી સૌથી વધારે મોત નોંધાયા

માર મારવા અંગે સાહિલે બંને ઈસમો વિરુદ્ધ અઠવા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પોલીસે સાહિલની ફરિયાદ લઈને માથાભારે ઈસમો વિરુદ્ધ સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે માથાભારે તત્વો સામે સામાન્ય કલમો લગાવતા પોલીસની કામગીરી પર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે.આ પણ વાંચો: બિલ્ડર જીતુ પટેલ અપહરણ કેસ: વલસાડ પોલીસ અને ગુજરાત ATSએ એક પણ રૂપિયો આપ્યા વગર બિલ્ડરને છોડાવ્યા

આ આખી ઘટના ચાની હોટલ ખાતે લાગેલા સીસીટીવી કેમેરામં કેદ થઈ ગઈ છે. જેમાં યુવકને માર મારવામાં આવ્યો હોવાનું અને અપહરણ કરવામાં આવ્યાનું જોવા મળી રહ્યું હોવા છતાં પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ કે અપહરણનો ગુનો નોંધવાને બદલે સામાન્ય કલમ લગડતા અનેક સવાલો ઊઠી રહ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: April 1, 2021, 11:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading