સુરતઃ વેસુ hit and run કેસ, જુઓ અકસ્માતનો live video, હવે પોલીસ કરશે આવી કાર્યવાહી


Updated: March 28, 2021, 5:25 PM IST
સુરતઃ વેસુ hit and run કેસ, જુઓ અકસ્માતનો live video, હવે પોલીસ કરશે આવી કાર્યવાહી
સીસીટીવી, મૃતક મહિલા અને ઘટના સ્થળની તસવીર

વેસુ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી જેમાં લક્ઝુરિયસ કાર ચાલકે દારૂના નશામાં ત્રણમાં લીધા હતા જે પેકી યુનિવર્સિટીમાં ક્લાર્ક ઉર્વશી ચૌધરીનું મોત થયું હતું.

  • Share this:
સુરતઃ સુરતના (surat) બે દિવસ અગાઉ હીટ એન્ડ રનની (Hit and run) ઘટના સામે આવી હતી. જેમાં શહેરના પોશ ગણાતા વેસુ (vesu area) વિસ્તારમાં એક લક્ઝુરિયસ કારએ (Luxurious car accident) અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત શહેરની નામચીન અતુલ બેકરીનાં (Atul Bakery) માલિકે દારૂના નશામાં ત્રણ લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત (woman die) નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા જોકે આ સમગ્ર મામલે પોલીસની કામગીરી (police) સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે કારણ કે પોલીસની ઢીલી કામગીરીને લઈને સમગ્ર હાઇપ્રોફાઇલ કેસમાં (High profile case) આરોપીને માત્ર 24 કલાકમાં જ જામીન મળ્યા હતા કે જે પ્રકારે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે તેને લઈને હવે પોલીસે પાછળથી આરોપી સામે મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે.

સુરતમાં બે દિવસ અગાઉ પોશ ગણાતા વેસુ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી જેમાં લક્ઝુરિયસ કાર ચાલકે દારૂના નશામાં ત્રણમાં લીધા હતા જે પેકી યુનિવર્સિટીમાં ક્લાર્ક ઉર્વશી ચૌધરીનું મોત થયું હતું.

જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા જોકે પોલીસ તપાસમાં આ અકસ્માત શહેરની નામચીન અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ કર્યો હોવાનું સામે આવ્યો હતો જેને લઇને પોલીસે અતુલ વેકરીયાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ કેશોદનો 'બાહુબલી', 60 kgની ગુણ યુવક દાંતથી પકડીને 100 મીટર આરામથી ચાલી જાય છે, કેવી રીતે બન્યો 'શક્તિશાળી'?

આ પણ વાંચોઃ-લેડી સિંઘમે' ગોળી મારી કરી આત્મહત્યા, 4 પાનાની સુસાઇટમાં વર્ણવી મોતનું કારણ અને દર્દભરી દાસ્તાન

જોકે આ હાઇપ્રોફાઇલ કેસમાં પોલીસની ઢીલી કામગીરી સામે આવી હતી આ સમગ્ર મામલે અતુલ બેકરીનાં માલિકને  ઘટનાના માત્ર 24 જ કલાકમાં આરોપીને જામીન મળી ગયા હતા. પોલીસે આરોપી સામે હલકી કલમો ઉમેરતા કોર્ટે જામીન આપ્યા હતા.આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચોઃ-અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

પરંતુ  હાઈ પ્રોફાઈ કેસ મામલે પોલીસની ભૂંડી ભુમીકા સામે સવાલો ઉભા થતા પોલીસે કાર્યવાહી  શરુ કરી હતી.  પોલીસે આ ઘટનામાં પાછળથી અતુલ બેકરી ના માલિક અતુલ વેકરિયા સામે સાપરાધ મનુષ્ય વધની કલમની ઉમેરો કર્યો છે.ઉમરા પોલીસ કોર્ટમાં 304ની કલમ ઉમેરવા રિપોર્ટ કરશે. અને કોર્ટની મંજૂરી બાદ ફરી અતુલ વેકરિયાની ધરપકડ કરાશે. જો કે સમગ્ર મામલે ડ્રિન્ક & ડ્રાઈવનો પણ અલગથી કેસ કરવા તજવીજ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે  ઘટના અંગે જોઈન્ટ સીપી મૂલીયાના સહિતના ઉચ્ચ અધિકારીઓ એ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પરંતુ સમગ્ર મામલે પોલીસની ભૂંડી ભૂમિકાને લઈ તેના પર પણ કાર્યવાહી થાય તો નવાઈ નહિ.
Published by: ankit patel
First published: March 28, 2021, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading