સુરત: મહિલા હોમગાર્ડને ફિલ્મી ડાયલોગ અને ગીત પર વીડિયો બનાવવો ભારે પડ્યું


Updated: June 16, 2021, 2:10 PM IST
સુરત: મહિલા હોમગાર્ડને ફિલ્મી ડાયલોગ અને ગીત પર વીડિયો બનાવવો ભારે પડ્યું
વીડિયો વાયરલ થયા બાદ મહિલા હોમ ગાર્ડ સસ્પેન્ડ.

ફરજ દરમિયાન ફિલ્મી ડાયલોગ (Movie dialogues) પર વીડિયો બનાવનાર મહિલા હોમગાર્ડને જિલ્લા હોમગાર્ડના અધિકારીએ આખરી હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ (Suspend) કરી દીધા છે.

  • Share this:
સુરત: ​​​​​​​સુરતના મહિલા હોમગાર્ડને વીડિયો (Surat woman home guard video) બનાવી સોશિયલ મીડિયામાં મૂકવું ભારે પડ્યું છે. ફરજ દરમિયાન ફિલ્મી ડાયલોગ (Movie dialogues) પર વીડિયો બનાવનાર મહિલા હોમગાર્ડને જિલ્લા હોમગાર્ડના અધિકારીએ આખરી હુકમ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ (Suspend) કરી દીધા છે. હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે પગલાં લેવાયા છે. આ સાથે જ અધિકારીએ ચીમકી ઉચ્ચારી છે કે ચાલુ ફરજ દરમિયાન કોઈ કર્મચારી આવું કૃત્ય કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીની આવી ચીમકી બાદ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સુરતના સોશિયલ મીડિયા પર બે દિવસ અગાઉ મહિલા હોમગાર્ડનો એક વીડિયો વાયરલ થયો હતો. સુરત હોમગાર્ડ શાખામાં ફરજ બજાવતી દીપમાલા પાટીલ (Deepmala Patil) નામની મહિલા હોમગાર્ડે ચાલુ ફરજ દરમિયાન વીડિયો બનાવ્યો હતો. હિન્દી ફિલ્મોના ડાયલોગ અને વર્તમાનમાં ચાલી રહેલી કોરોનાની મહામારીની મિમિક્રી કરતો વીડિયો મહિલા હોમગાર્ડે બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ વાંચો: જૂનાગઢ: BJP અગ્રણીના પુત્રએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખી આ વાતઆ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ વાત ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવી હતી. જે બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા કમાન્ડના અધિકારીએ તાત્કાલિક મહિલા હોમગાર્ડ જવાનને સસ્પેન્ડ કરી દીધા હતા. સસ્પેન્ડ કરવા પહેલા મહિલા હોમગાર્ડને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેમાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા સસ્પેન્ડનો આદેશ કરાયો હતો.

આ પણ વાંચો: તારાપુર અકસ્માતમાં નવ લોકોનાં મોત: મૃતકોમાં પાંચ પુરુષ, બે મહિલા અને બે બાળક; ઇકો કારના ફૂરચા નીકળી ગયા

આ કિસ્સા બાદ જિલ્લા કમાન્ડ અધિકારીએ સ્પષ્ટ ચીમકી ઊચ્ચારતા જણાવ્યું છે કે, ચાલુ ફરજ દરમિયાન જો કોઈ કર્મચારી આ પ્રકારનું કૃત્ય કરશે તો બિલકુલ પણ સાંખી લેવામાં નહીં આવે. આવા કર્મચારીઓ સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.

 આ પણ વાંચો:  કોરોના રસીકરણનો નિયમ બદલાયો, રજિસ્ટ્રેશન જરૂરી નહીં, સીધા સેન્ટર પર જઈને લઈ શકાશે રસી

આ મામલે સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડ સંજય પટેલે જણાવ્યું હતું કે, "વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર દીપમાલાએ પોતાના બચાવમાં વીડિયો દીકરાથી ભૂલમાં વાયરલ થઈ ગયો હોવાનો બચાવ કર્યો હતો. આ વાત જરા પણ માની શકાય એમ નથી. સી ઝોનના કમાન્ડિંગ ઑફિસર કિરીટ પટેલની તપાસના અંતે દીપમાલાને સસ્પેન્ડ કરાઈ છે."
Published by: Vinod Zankhaliya
First published: June 16, 2021, 2:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading