સુરત : જાહેરમાં B-dayની ઊજવણીનો વધુ એક Live Video વાયરલ ,યુવાનોએ 'ઉપાડા લીધા'


Updated: June 7, 2021, 9:25 PM IST
સુરત : જાહેરમાં B-dayની ઊજવણીનો વધુ એક Live Video વાયરલ ,યુવાનોએ 'ઉપાડા લીધા'
આ વખતે ઉધનામાં જન્મદિવસની ઊજવણીનો વીડિયો થયો વાયરલ

સુરતમાં પોલીસનું જાહેરનામું, જાહેરમાં જન્મદિવસની ઊજવણી પર છે પ્રતિબંધ, જુઓ વીડિયો

  • Share this:
સુરતમાં (Surat) જાહેરમાં જન્મદિવસની ઉજાણી કરવાની જાણે હોડ લાગી હોય તેમ એક પછી એક જાહેરમાં જન્મ દિવસની ઊજવણીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે પોલીસ કઈ નક્કર કાર્યવાહી ન કરતા સતત આવા મામલા સામે આવી રહ્યા છે. સુરતમાં પહેલાં પોલીસ કૉન્સ્ટેબલ મહાવીરસિંહની ઊજવણીના વાયરલ વીડિયોએ ખૂબ વિવાદ સર્જ્યો હતો. આ વિવાદ સમવાનું નામ નહોતો લેતો તેવામાં એક પછી એક વાયરલ વીડિયો અને જન્મદિવસની ઊજવણીના ઘટનાક્રમોએ હોડ લગાવી દીધી. તાજતરમાં જ ઉઘનામાંથી જાહેરમાં જન્મદિવસની ઊજવણીના વીડિયો સામે આવ્યા છે.

ઉધના વિસ્તારમાં રાત્રિના સમયે કેટલાક યુવાનો ઉધના બ્રિજ નીચે પોતાના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ મિત્રોની સંખ્યા ઓછી છે પરંતુ કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરતા જોવા મળ્યા હતા સાથે સાથે પોલીસ કમિશનરના જાહેરનામાનો પણ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. અન્ય પ્રકારની ઘટનાઓમાં પોલીસ કોઇપણ કડક કાર્યવાહી કરતી નથી જેને લઇને લોકો નિયમ તોડી રહ્યા છે.

આ પણ વાંચો :  સુરત : ફેરિયાની દાદાગીરીનો Live Video,દબાણની ટીમ પર હુમલો કર્યો, બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ

અગાઉ ગઈકાલે સુરતના સૌયદપુરા ખાતે રહેતા યુવાને પોતાના મિત્ર સાથે જાહેરમાં અને તે પણ ખંજર વડે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ યુવાન કેક કાપવા સાથે હુક્કાના પણ દમ મારતો જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, જન્મદિનની ઉજવણી કરતા યુવાનો કોરોનાની ગાઈડલાઇન તો ઠીક પણ પોલીસ કમિશનર જાહેર નામની પણ એસી તેસી કરતા જોવા મળ્યા હતા.



બે દિવસ અગાઉ બારડોલી નગરમાં પણ એક યુવાનનો જાહેરમાં વર્ષગાંઠ ઉજવતો વીડિયો વાયરલ (video viral) થયો હતો, યુવાન આશીયાના નગરનો રહીશ તોરીક મેમણે હતો. જેણે પોતાની વર્ષગાંઠ બારડોલીના અલંકાર નજીક આવેલ લિંકરોડ ખાતે જાહેરમાં ઉજવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તોરીકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :  Gold price today : ખુશખબર! ખુલતી બજારે સોનાના ભાવ ઘટ્યા, રેકોર્ડબ્રેક કિંમત કરતાં 7,000 રૂ.નો કડાકો

આ પણ વાંચો : કચ્છ : લુખ્ખાતત્વોની 'દાદાગીરી'નો Live Video, પોલીસ કૉન્સ્ટેબલ પર છરાથી હુમલાનો પ્રયાસ

28મી મેના રોજ સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ખ્વાજા નગર ખાતે રહેતો અને માથાભારે સાથે કુખ્યાતની છાપ ધરાવ તો ચિયા મલિક નામના ઈસમનો જન્મદિવસ હતો. જોકે ગુરુવારે રાત્રે આ ઇસ્મે પોતાના વિસ્તારના લોકો ને એકત્ર કરી જન્મ દિવસ ઉજાણી કરી, જોકે કોરોના કાળમાં અહીંયા માસ્ક નહીં પહેરવા સાથે સોશિયલ મીડિયા ભંગ કર્યો હતો.

આ પણ વાંચો : પંચમહાલ : પત્નીની હત્યા કરી પતિએ કૂવામાં લગાવી મોતની છલાંગ, સંતાનો થયા નિરાધાર



આ પણ વાંચો : જૂનાગઢ : 21મી સદીમાં પણ બાળલગ્નનું દૂષણ! એક નહીં બે-બે ઠેકાણે થવાનું હતું 'પાપ'

આજ સમય ગાળામાં સુરતના પુના પોલીસ મથકમાં ફરજ બજાવતો મહાવીરસિંહ નામના પોલીસકર્મીએ વૈભવી ગાડી પર આતશબાજી વચ્ચે જન્મ દિવસની ઊજાણી કરી પોતાની સત્તા સામે કાયદો લાચાર છે તેવું સાબિત કરી બતાવ્યુ હતું. આમ સુરતમાં એક અઠવાડિયામાં સતત આ ચોખી ઘટના સામે આવી છે.
Published by: Jay Mishra
First published: June 7, 2021, 9:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading