સુરત : કૌટુંબિક ભાઈ સાથે હતો પ્રેમ સંબંધ, યુવતીએ સગાઈ કરી લેતા યુવકે કર્યુ ન કરવાનું કામ


Updated: May 16, 2021, 8:55 AM IST
સુરત : કૌટુંબિક ભાઈ સાથે હતો પ્રેમ સંબંધ, યુવતીએ સગાઈ કરી લેતા યુવકે કર્યુ ન કરવાનું કામ
પ્રતિકાત્મક તસવીર

મૂળ અમરેલીની વતની અને સુરતમાં પુણા વિસ્તારમાં રહેતી યુવતીએ વતનમાં રહેતા ભૂતપૂર્વ પ્રેમી યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપતા શરમજક મામલો સામે આવ્યો

  • Share this:
સુરતના પુણા (Surat) માં રહેતી એક યુવતીને આજથી સાત વર્ષ પહેલાં વતન ખાતે કૌટુંબીક યુવક સાથે રાખેલો પ્રેમ (Love) સંબંધ ભારે પડ્યો છે. કારણકે આ ભાઈએ તેની સાથેના અંગત પળોના ફોટા (Personal Photographs) તેના મંગેતરને (Fiance) મોકલી આપતા વિવાદ ઉભો થયો હતો. જોકે આ મામલે યુવતીએ પોતાના કૌટુંબીક ભાઈ અને ભૂતપૂર્વ પ્રેમી વિરુદ્ધ પુણા પોલીસ (Surat Police) મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો (Police case) દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આમ સુરતની આ યુવતીને હદ અને મર્યાદાઓ લાંધીને પ્રેમ સંબંધ બાંધવો ભારે પડી ગયો છે. જોકે, સમગ્ર મામલો ત્યારે હકિકતમાં આવ્યો જ્યારે આ મામલે સૌરાષ્ટ્રમાં રહેતા યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ.

શરમજનક બનાવની વિગતો એવી છેકે  મૂળ અમરેલીની વતની અને સુરતમાં પુણા વિસ્તારમાં વિધવા માતા સાથે રહેતી 26 વર્ષીય યુવતીને સાત વર્ષ અગાઉ વતનમાં રહેતી હતી ત્યારે તેને કૌટુમ્બીક ભાઈ ધનજી હડીયા સાથે આંખ મળી જતા  પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે આ પ્રેમ પ્રકરણમાં તે વીડિયો કોલ પર વાત કરતા હતા અને તે સમયે પ્રેમી યુવાને આ વાત કરતા હતા તે સમયના સ્ક્રીન શોટ લઇ લીધા હતા. જોકે આજથી બે વર્ષ પહેલાં આ યુવતીની પોતાના વતન ખાતે એક યુવાન સાથે સગાઇ થઈ હતી.

ત્યારે સગાઈમાં આવેલા ધનજીએ યુવતીને તમામ ફોટા બતાવી ધમકી આપી હતી કે 'તું મને પસંદ કરતી હોય તો તું આ સગાઈ કરતી નહીં. તું આ સગાઈ તોડી નાંખજે, નહીં તો હું આપણા બંનેના ફોટા તારા થનાર પતિને મોકલી સમાજમાં બદનામ કરી દઈશ.' જોકે, આ આ યુવતીએ સગાઈ નહીં તોડતા તેના કૌટુમ્બીક ભાઈએ એવા પ્રેમીએ સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા.

જોકે, યુવતીએ સંબંધ કાપી નાખ્યા તેથી તેનો પ્રેમી યુવાન રઘવાયો બન્યો હતો અને આખરે આ યુવતી સાથેના અંગત પળોના ફોટા તારીખ  11 ડિસેમ્બર 2020ની સાંજે અજાણ્યા નંબર પરથી યુવતી સાથે સગાઈ કરનાર  મંગેતરને વ્હોટ્સએપ ઉપર યુવતી અને તેના પ્રેમીના ફોટા મોકલી આપ્યા હતા.

જોકે, આ તસવીરો જોતા યુવાન ચોકી ઉઠ્યો હતો અને તાત્કાલિક યુવતીના ભાઈનો સંપર્ક કર્યો હતો. જોકે આ મામલે યુવતીના ભાઈને ખબર હતી કે આવું કૃત્ય અન્ય કોઈ નહિ પણ ધનજી જ કરી શકે છે. કારણ કે  આ ફોટા માત્ર ધનજી પાસે જ હોય તેણે જ સગાઈ તોડવાની ધમકી આપ્યા બાદ મોકલ્યા હોવાની અરજી યુવતીએ પુણા પોલીસમાં કરી હતી. પુણા પોલીસે ગતરોજ ધનજી અને અજાણ્યા મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ યુવતીએ ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે
Published by: Jay Mishra
First published: May 16, 2021, 8:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading