Surat : 28મીવાર પકડાયેલા શાતિર ચોરનો CCTV Video, હીરાના કારખાનામાં કરી હતી ચોરી


Updated: January 24, 2022, 8:06 PM IST
Surat : 28મીવાર પકડાયેલા શાતિર ચોરનો CCTV Video, હીરાના કારખાનામાં કરી હતી ચોરી
Surat News : સુરતના વરાછા, કતારગામ વિસ્તારોમાં આતંક મચાવનાર ચોર CCTV Videoમાં ઝડપાઈ ગયો

Surat Theft CCTV Video : વરાછા, કતારગામ અને કાપોદ્રા વિસ્તારમાં 27 વખત ચોરી કરતા ઝડપાઈ ગયો છે આરોપી ભૂપત, ક્રાઈમ કુંડળી ફિલ્મોના ચોર જેવી

  • Share this:
 Surat News : કાપોદ્રા ખાતે આવેલ સ્નેહમુદ્રા એસ્ટેટમાં (Snehmudra Estate Kapodra)  હિરાના કારખાનામાં તાજેતરમાં ચોરીનો બનાવ નોંધાયો હતો. હિરા ચોરીના બનાવમાં સંડોવાયેલ રીઢા ભુપત વડાલીયા (Bhupat Vadaliya)  નામના ઘરફોડીયાને કાપોદ્રા પોલીસે દબોચી (Surat Police Caught Thief)  લીધો છે, તેમજ ચોરીનો મુદામાલ ખરીદનાર રત્નકલાકાર પણ અટક કરી છે. આરોપી ભુપત અગાઉ વરાછા, કતારગામ અને કાપોદ્રામાં આશરે ૨7 ચોરીમાં અગાઉ પકડાયો હતો.

આ બનાવની વિગતો એવી છે કે   કાપોદ્રાની સ્નેહમુદ્રા સોસાયટીમાં હિરાનું કારખાનું ચલાવતા સાગર મહેશ ઠક્કર ના કારખાનામાં ગત તા.18 જાન્યુઆરીના રોજ જુદી જુદી સાઇઝના હિરા કિંમત રૂ. 1,80,808 ની ચોરી થઇ હતી જે અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી હતી.

આ પણ વાંચો : Gujarat Weather Forecast: આજથી ત્રણ દિવસ Cold Waveની આગાહી, આ વિસ્તારોમાં ગાત્રો થીજવતી ટાઢ માટે રહેજો તૈયાર

દરમિયાન કાપોદ્રા પોલીસ મથકના હે.કો. રવિરાજ, પૃથ્વીરાજ અને કરણસિંહને મળેલી બાતમીના આધારે ચોરીનું પગેરુ દબાવ્યુ હતુ. જેઓનીબાતમીના આધારે ચોરીના બનાવમાં સંડોવાયેલ ભુપત ઉર્ફે ભરત કરશન વડાલીયાને પકડી પાડયો હતો. તેમજ રૂ.1,80,000 ની કિંમતના ચોરીના હિરાને બારોબાર રૂ. 25,0000 ની રકમમાં મનોજ જેઠા બાંભણીયા રહે, સાંઇનગર, પુણા વેચી માર્યા હતા. પોલીસે સસ્તામાં હિરાની ખરીદી કરનાર મનોજની પણ ધરપકડ કરીને મુદામાલ કબજે કર્યો છે.

અગાઉ 27 જેટલી ઘરફોડ કરી ચૂક્યો છે ભૂપત

શહેરના વરાછા, કતારગામ અને કાપોદ્રા વિસ્તારમાં કુલ ૨૭ જેટલી ઘરફોડ ચોરીમાં પકડાયેલ ભુપત વડાલીયા હજી ત્રણ મહિના અગાઉ જેલ માંથી છૂટ્યો હતો. તેના માતા પિતા હયાત નથી, રખડતુ જીવન જીવતો ભુપત ઘર, કારખાનાના દરવાજાના તાળા સાથેના નકુચાને પલકવારમાં તોડીને ચોરી કરીને પલાયન થઇ જતો હતો. ભુપતે કારખાનાના ભાગીદાર પાસે ઉપાડ માંગ્યો હતો પરંતુ આપ્યો ન હતો.


1.80 લાખના હીરા માત્ર 25,000માં વેચવા નીકળ્યો હતો

જેથી ઉપાડ નહીં આપવાની અદાવતમાં કારખાનામાં ચોરીનો કસબ અજમાવ્યો હતો અને રૂ. 1.80 લાખ ની ચોરીના 10 નંગ હીરા માત્ર રૂ. 25 હજારમાં મનોજ જેઠાભાઇ બાભણીયાને વેચી દીધા હતા. જેથી પોલીસે હીરાના કારખાનેદાર મનોજની પણ ધરપકડ કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Jay Mishra
First published: January 24, 2022, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading