સુરતઃ બે યુવકો ઉપર ચપ્પા વડે હુમલો કરનાર બે મિત્રો ઝડપાયા, એકનું મોત કેમ કર્યો હતો હુમલો?


Updated: October 21, 2021, 12:35 AM IST
સુરતઃ બે યુવકો ઉપર ચપ્પા વડે હુમલો કરનાર બે મિત્રો ઝડપાયા, એકનું મોત કેમ કર્યો હતો હુમલો?
પકડાયેલા આરોપીઓની તસવીર

surat crime news: સુરતના ડિંડોલીના જલારામ નગરમાં (dindoli jalaramnagar) સામાન્ય બાબતે બે યુવાનો ઉપર ચપ્પુ વડે હુમલો (two boy knife attake) કરી ઉપરા ઉપરી ઘા મરાતા એકનું ઘટનાસ્થળે જ મોત (one died) નીપજ્યું હતું.

  • Share this:
સુરતઃ સુરત શહેરના (surat) ડિંડોલીના (dindoli) જલારામ નગરમાં સામાન્ય બાબતે બે યુવાનો ઉપર ચપ્પુ વડે હુમલો કરી (knife attack) ઉપરા ઉપરી ઘા મરાતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મરનાર સુજીત ઉર્ફે સોનુ છપરી અને હત્યારો અમને પાજી નામનો યુવાન જેલવાસ દરમિયાન પરિચયમાં આવ્યા હતા. જોકે સુજીતની હત્યા પાછળનું કોઈ કારણ નહીં મળતા પોલીસે હત્યારા બન્ને મિત્રોને (police arrested murder accused) શોધી કાઠ્યા છે.

સુરતના ડિંડોલીના જલારામ નગરમાં સામાન્ય બાબતે બે યુવાનો ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઉપરા ઉપરી ઘા મરાતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ હુમલામાં મિત્ર સુજીતને બચાવવા જતા ગણેશ નામનો યુવાન પણ ઘવાયો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં પુરી ઘટના માં ગત 15મીની રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં ગણેશ રાજેન્દ્ર કુમાવત ઉ.વ 25 સોસાયટીના પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં મિત્ર સુજીત ઉર્ફે સોનુ સાથે વાતચીત કરતા હતા.

તે દરમિયાન થોડે દૂર બેસેલા ગુરુપ્રિનસિંગ ઉર્ફે અમન પાજી અને સાહિલ પ્રદિપ બોકડે તેઓ પાસે આવ્યા હતા. અમન પા અને સુજીત ઉર્ફે સોનુ બન્ને અગાઉ જેલમાં હતા તે સમયથી મિત્ર હતા.અચાનક બન્ને વચ્ચે અચાનક કોઇક વાત પર બોલાચાલી થતાં અમન પાજીએ ચપ્પુ કાઢી સુજીત ઉર્ફે સોનુના પેટના ભાગે ઘુસાડી દીધું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

ત્યારબાદ સાહીલ બોકડેએ પણ ચપ્પુ વડે સુજીતના પેટના ભાગે ચપ્પુ મારી સોનુના શરીર પર ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગણેશ મિત્ર સોનુને બચાવ વચ્ચે પડતા અમન પાએ ગણેશને પણ મારી નાખવાના ઇરાદે જમણા હાથ ઉપર ચપ્પુ મારી આરપાર કરી દીઘું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદના ભદ્ર પરિવારનો કિસ્સો! 'સાહેબ, મારી તબિયત સારી ના હોય તોય પતિ સેક્સ કરવા જબરદસ્તી કરે છે'આરોપીના નામ.
૧) ગુરુપ્રીતસિંધ ઉર્ફે અમન પાજી હરજીત સિંધ ભટી
૨) સાહિલ પ્રદીપ બોકડે

સુજીત લોહી લુહાણ હાલતમાં પડેલો હતો. તેના પેટ ઉપર, ગળા ઉપર તથા શરીરના અન્ય ભાગો ઉપર ચપ્પુના ઘા મરાયા હતા. કમરના ડાબી તરફના ભાગે તુટેલી હાલતમાં ચપ્પુ ફસાયેલું હતું. મિત્ર ગણેશના હાથમાંથી પુષ્કળ લોહી વહેતું હતું.જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવતા સુજીતને મૃત જાહેર કરાયો હતો અને ઇજાગ્રસ્ત ગણેશને ગંભીર હાલતમાં 108માં સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા.

આ પણ વાંચોઃ-Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

જયાંથી ગણેશ ને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને  નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જયાંથી ગણેશને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

ડીંડોલી પોલીસ સુજીત હત્યા કેસમાં હુમલાખોરો ને શોધી કાઠયા અને હત્યા નું કારણ જાણવા નો પ્રયાસ કરી રહી છે.જેમાં અંદરો અંદર ની બાબલ માં હત્યા કરી એટલે ગેંગ વોર માં હત્યા કરી છે.
Published by: ankit patel
First published: October 21, 2021, 12:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading