'પાપ છાપરે ચડી પોકાર્યું'! સુરતઃ મામાને પતાવી દેવા સોપારી આપનાર ત્રણ ભાણિયા 22 વર્ષે ઝડપાયા, ગોકુળ ભરવાડને આપી હતી સોપારી


Updated: October 18, 2021, 5:44 PM IST
'પાપ છાપરે ચડી પોકાર્યું'! સુરતઃ મામાને પતાવી દેવા સોપારી આપનાર ત્રણ ભાણિયા 22 વર્ષે ઝડપાયા, ગોકુળ ભરવાડને આપી હતી સોપારી
પકડાયેલા આરોપી ભાણિયાની તસવીર

surat crime news: આજથી 22 વર્ષ પહેલા ત્રણ ભાણેજે (Nephew) જમીનના ઝઘડામાં (Land disputes) પોતાના મામાનું અપહરણ (Uncle's abduction) કરાવી માર મારવા માટે 20 હજારમાં સોપારી આપી હતી.

  • Share this:
સુરતઃ વતનમાં ખેતરમાં જવાનો (way for fram) રસ્તો નહિ આપતાં મામાને (uncle) માર મારી ડરાવવા 20 હજારમાં સોપારી (murder Contract) આપવાના ગુનામાં ૨૨ વર્ષથી ફરાર ત્રણ ભાણેજને (Nephew) ક્રાઇમ બાન્ચે (crime branch) ઝડપી લીધા હતા. કાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે મધ્ય પ્રદેશનાં (Madhya pradesh) મુરના જિલ્લાનાં તરણી ગામેથી આ તમામને ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે આજથી 22 વર્ષ પહેલા ત્રણ ભાણેજે જમીનના ઝઘડામાં પોતાના મામાનું અપહરણ કરાવી માર મારવા માટે 20 હજારમાં સોપારી આપી હતી. બાદમાં અપહરણ કરાવી તમંચો બતાવી ગળા ઉપર ચાકુ મુકી 10 હજારની ખંડણી માંગી હતી. ક્રાઈમ બ્રાંચે અપહરણ કરનાર ગોકુળ ભરવાડને તો ઝડપી પાડ્યો હતો.

પરંતુ સોપારી આપનાર ત્રણેય આરોપી ફરાર હતા. દિવાળી માટે તેમના વતન આવ્યાની માહિતી મળતા જ ક્રાઈમ બ્રાંચે તેમને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, અપહરણ કરીને સોપારી લઈને માર મારવાના કેસમાં 22 વર્ષથી નાસતા ફરતા ત્રણ મુખ્ય આરોપી મધ્યપ્રદેશ રાજ્યમાં મુરના જિલ્લામાં આવેલા તરણી ગામમાં છુપાયેલા છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે આરોપી હોતીસીંગ ઉર્ફે ગૌતમસીંગ રતનસીંગ કુસ્વાહ, શ્રીકૃષ્ણસીંગ રતનસીંગ કુસ્વાહ તથા રામરૂપ રતનસીંગ કુસ્વાહને ઝડપી પાડવા હતા. રામબરને ધૃતરામ કુસ્વાહ વર્ષ 1999 માં સુરતમાં હિરા ઘસવાનું કામ કરતો હતો. વર્ષ 1999 માં આરોપીઓ રામબરનની સાથે વરાછા વિસ્તારમાં એકબીજાની આજુબાજુમાં રહેતા હતા.

આ પણ વાંચોઃ-ગોંડલઃ પ્રેમ લગ્નના ત્રણ માસમાં પરિણીતાનો આપઘાત, રાજી ખુશીથી સાસરે વળાવેલી પુત્રીનું મરેલું મોં જોઈ માતાનો કલ્પાંતઅને તેઓ બધા હિરા ઘસવાની મજૂરી કામ કરતા હતા. રામબરન અને આરોપીઓ દુરના સંબંધમાં મામા ભાણેજ થતા હતા. તેઓનો વતનમાં જમીન બાબતમાં ઝઘડો ચાલતો હતો. જેની અદાવત રાખી પકડાયેલા આરોપીઓએ ગોકુળ ભાણાભાઈ ભરવાડ અને ભરત ઉર્ફે ગોપાલ રામસીંગ રાઠોડને રામબરનનું અપહરણ કરી માર મારવા માટે 20 હજાર રૂપિયામાં સોપાટી આપી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે આરોપીઓએ છરી વડે યુવકના ગુપ્તાંગ ઉપર કર્યો હુમલો, કારણ જાણી ચોંકી જશો

જેથી ગોકુળ અને ભરતે રામબરનને તમંચો બતાવી ગળા ઉપર ચાકુ મુકી વરાછા લંબેહનુમાનરોડ પરથી અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને તેની પાસેથી 10 હજારની ખંડણી લઈ નાસી ગયા હતા. આ કેસમાં ગોકુળ ભરવાડ પકડાયો હતો. તે સિવાય સોપારી આપનાર મુખ્ય આરોપીઓ સુરત છોડી ભાગી ગયા હતી.
Published by: ankit patel
First published: October 18, 2021, 5:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading