સુરત : પાપ છાપરે ચઢીને પોકારે! વરાછામાં ફાયરિંગ કરી ચલાવી હતી લૂંટ, 10 વર્ષે આવ્યો કાયદાના સકંજામાં


Updated: May 29, 2021, 5:35 PM IST
સુરત : પાપ છાપરે ચઢીને પોકારે! વરાછામાં ફાયરિંગ કરી ચલાવી હતી લૂંટ, 10 વર્ષે આવ્યો કાયદાના સકંજામાં
આરોપી શંકરને એસઓજીએ ઝડપી પાડ્યો હતો.

3 મહિના પહેલાં જ વતનથી સુરત આવી અને પરત નોકરીએ જોડાયો હતો. મિત્રો સાથે મળી અને દિવાળી ટાણે કરેલી લૂંટનો અંજામ આવ્યો બૂરો

  • Share this:
સુરત : આપણે ત્યાં એક કહેવત છે કે 'પાપ છાપરે ચઢી પોકારે' એટલે કે માણસ ખોટા કર્મો કરીને ગમે તેટલો છૂપાવે કે નાસવાની કોશિષ કરે આખરે તેના કર્મના ફળનો હિસાબ થઈ જતો હોય છે. એમા પણ કર્મ જો પોલીસ ચોપડે ચઢી ગયું હોય તો આજ નહીં તો કાલ એનો હિસાબ થઈ જાય છે. આવો જ એક કિસ્સો સુરતના વરાછા વિસ્તારમાં બન્યો હતો. આ કિસ્સો એવો છે જે જાણીને તમે પણ કહેશો ખરેખર પાપ તો છાપરે ચઢીને પોકારે જ. વરાછાના લૂમ્સના કારખાનામાં આજથી 10 વર્ષ પહેલાં ફાયરિંગ કરી અને 1.77 લાખ રૂપિયાની લૂંટ ચલાવનાર વ્યક્તિને પોલીસે એક દાયકા પછી ઝડપી પાડ્યો છે. જોકે, આ ગુનો કરી અને આ શખ્સ પોતાના વતનમાં જતો રહ્યો હતો અને ત્યારબાદ નાસતો ફરતો હતો. જોકે, તેના નસીબ કહો કે કહો કર્મોનું ફળ તે પરત એક દાયકે સુરત નોકરી કરવા આવ્યો અને આખરે કાનૂના હાથે ચઢી ગયો.

બનાવની વિગતો એવી છે કે આજથી 10 વર્ષ પહેલા શંકર નામનો ઉડિયા યુવાને જે કારખાના કામ કરતો હતો ત્યાં પગારના દિવસે તેના શેઠને લૂંટી  લેવાનો કારસો રચીને પગરના રૂપિયા લઈને કારખાને આવેલા શેઠ પર ફાયરિગ કરી રૂપિયા 1.77 લાખની લૂંટ કરી શંકર નામનો કારીગર પોલીસથી બચવા માટે પોતાના વતન ખાતે ભાગી છૂટ્યો હતો.

આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day થયો વિવાદ

આ પણ વાંચો :  સુરત : મેયર માટે SMCએ 5 કરોડનો 'મહેલ' બંધાવ્યો, મંત્રીઓનાં નિવાસને આટી મારે એવો વૈભવ

જોકેસ સુરત પોલીસે આ મામલે આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. જોકે આ આરોપી 3 મહિના પહેલા સુરત ખાતે પરત આવીને સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પીપોદરા ખાતે સંચા ખાતામાં નોકરી કરી રહ્યો છે, તેવી જાણકારી માતા પોલીસે વૉચ રાખીને આ આરોપીને ઝડપી પડવામાં ફળતા મળી હતી. જોકે આરોપી પકડી પાડી તેની પૂછપરછ કરતા આરોપી એ પોલીસને જાણકારી આપી હતી કે શંકર દેવરાજ ગૌડા પોતે વર્ષ 2011 માં સુરતના અશ્વીનીકુમાર વિસ્તારમાં રહેતો હતો. પોતાની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી તેમજ દિવાળીનો તહેવાર આવતો હોય શંકરે મિત્રો સાથે મળી લૂંટની યોજના બનાવી હતી.
તેને ટીપ મળી હતી કે અશ્વીનીકુમાર અંજટા ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતા નં.132 માં લુમ્સનું કારખાનું ધરાવતા કારખાનેદાર કારીગરોને પગાર કરવા માટે પૈસા લઈ સાંજે આવવાના છે.આથી તેણે સાગરીતો સાથે મળી કારખાનામાં જઈ કારખાનેદાર ઉપર ફાયરીંગ કરી કારીગરોને પગાર આપવા માટે લાવેલા રૂ.1.77 લાખની લૂંટ કરી હતી.

જોકે, ત્યાંથી ભાગતી વેળા તેના એક સાગરીત ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયકને દેશી તંમચા સાથે કારીગરોએ પકડી લીધો હતો. જયારે બાકીના તમામ ભાગી છૂટ્યા હતા. વરાછા પોલીસે ટુલ્લુની કબૂલાતના આધારે શંકરને વોન્ટેડ જાહેર કરતા તે પોલીસથી બચવા વતન ભાગી ગયો હતો. પરંતુ ત્યાં કાઈ કામધંધો ન હોય તે તમિલનાડુ ચાલ્યો ગયો હતો અને ત્યાં પાંચેક વર્ષ કામ કરી પરત વતન આવ્યો હતો.

આ પણ વાંચો : સુરત : નામચીન ચિયા મલિકે રાત્રિ કર્ફ્યૂમાં B-Day ઊજવ્યો, Viral Videoએ પોલીસને કરી દોડતી, કાયદાની 'ઐસી કી તૈસી'

આ પણ વાંચો : 59 વર્ષના લાઇનમેનનો જુવાનડાઓને શરમાવે એવો Live Video, વાયર રીપેર કરવા તળાવમાં 100 ફૂટ જેટલું તરીને થાંભલે ચઢ્યા

આ પણ વાંચો :  જામનગર : યુવરાજસિહના મર્ડરના આરોપીઓ ઝડપાયા, હત્યાનું કારણ રેતીનો ધંધો?

ત્રણ મહીના પહેલા જ તે પરત સુરત આવ્યો હતો અને પીપોદરા જીઆઈડીસીમાં રાધે સિલ્ક મિલ નામના લુમ્સના કારખાનામાં કામ કરવા માંડયો હતો  પોલીસે તેને ઝડપી પડ્યો છે જોકે પોલીસે આ ઈસમ વિરુદ્ધ કયદેસરની કર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: May 29, 2021, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading