વલસાડનો કળિયુગી કપૂત: 95 વર્ષના વૃદ્ધ પિતાને ઢોર માર માર્યો, ઢસડીને ઘરે લઈ ગયો


Updated: June 17, 2021, 12:24 PM IST
વલસાડનો કળિયુગી કપૂત: 95 વર્ષના વૃદ્ધ પિતાને ઢોર માર માર્યો, ઢસડીને ઘરે લઈ ગયો
પોલીસે કળિયુગી પુત્રની ધરપકડ કરી.

વૃદ્ધના પૌત્રએ માર મારવાનો વીડિયો મોબાઇલમાં કેદ કરી વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. માર મારનાર કપૂતની ધરપકડ.

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના મૂળી ગામ (Muli village of Valsad)માં એક કળિયુગી કપૂત પોતાના 95 વર્ષીય વૃદ્ધ પિતાને માર (95 year old man beaten by son) મારતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video) થઈ રહ્યો છે. કળિયુગી પુત્રએ સાવરણા અને પાઇપથી સગા પિતાને માર માર્યો હતો. ઘટનાને લઈને નરાધમ પુત્ર સામે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના છેવાડે આવેલા મુળી ગામના મહેતા ફળિયામાં રહેતા 95 વર્ષીય ભીખાભાઈ હળપતિ (Bhikhabhai Halpati) પોતાના મોટા પુત્ર રમણ હળપતિ સાથે રહે છે. જોકે, રમણ હળપતિ અવારનવાર પોતાના વૃદ્ધ પિતા પર શારીરિક ત્રાસ ગુજારતો હતો અને પિતાને માર મારતો હતો. અવારનવાર પુત્રના હાથનો માર સહન ન ન થતાં તેઓ પોતાના નાના પુત્રના ઘરે ગયા હતા. આ ઘટનામાં વૃદ્ધના પૌત્રની ફરિયાદ બાદ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે.

પિતાએ નાના પુત્રને ફરિયાદ કરી

પિતાએ નાના પુત્રના ઘરે જઈને પોતાના પૌત્રને પોતાના પર ગુજારવામાં આવતા ત્રાસ અંગે વાત કરી હતી. સાથે કહ્યું હતુ કે, મોટા પુત્ર રમણ હળપતિના શારીરિક અને માનસિક ત્રાસના કારણે હવે તેઓ કંટાળી ગયા છે અને નાના પુત્ર શંકર હળપતિના ઘરે રહેવા આવવા માંગે છે. આ સમયે જ વૃદ્ધનો મોટો પુત્ર રમણ હળપતિ નાના ભાઇના ઘરે આવી ગયો હતો.

આ પણ વાંચો: દહેજ ભૂખ્યા સાસરિયાઓએ B Tech પાસ યુવતીને આઠ મહિના ઘરમાં કેદ રાખી, ગામ લોકોએ મુક્ત કરાવી

પૌત્રએ વીડિયા ઉતારી લીધો

પિતાએ પરિવારજનોને કરેલી ફરિયાદ વિશે જાણીને રમણ હળપતિએ પોતાના 95 વર્ષીય વૃદ્ધ પિતાને બેરહમીથી માર માર્યો હતો. એટલું જ નહીં, તેમને ફળિયાની વચ્ચેથી ઢસડીને ઘર સુધી લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના વૃદ્ધના પૌત્રએ મોબાઇલમાં કેદ કરી લીધી હતી. જે બાદમાં આ પુરાવા સાથે વૃદ્ધને માર મારનાર પોતાના કાકા વિરુદ્ધ વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.આ પણ વાંચો: પોસ્ટ ઑફિસની ગુમ મહિલા કર્મચારીનો મૃતદેહ મળ્યો, છ ટુકડામાં હતો મૃતદેહ, અનેક સવાલો

આ પણ વાંચો: હરિયાણા: ત્રણ યુવતીઓએ વૃદ્ધના કપડાં ઉતારી બનાવ્યો વીડિયો, માંગ્યા પાંચ લાખ રૂપિયા

પિતાને માર મારનાર કપૂતની ધરપકડ

વલસાડ પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે પિતાને માર મારનારા આરોપી પુત્ર રમણ હળપતિની ધરપકડ કરી હતી. કપૂત પોતાના વૃદ્ધ પિતાને માર મારી રહ્યો છે તે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી આવા બનાવો વધી રહ્યા છે. પોતાના વૃદ્ધ માતા-પિતાને મારવાના અનેક ધૃણાસ્પદ વીડિયો અને ઘટના ધ્યાને આવી છે.
Published by: Vinod Zankhaliya
First published: June 17, 2021, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading