વલસાડમાં 23 વર્ષનો યુવાન ફેસબુકથી ચાઇલ્ડ પોર્ન વીડિયો મોકલતો હતો, ઝડપાયો

News18 Gujarati
Updated: December 7, 2019, 9:15 AM IST
વલસાડમાં 23 વર્ષનો યુવાન ફેસબુકથી ચાઇલ્ડ પોર્ન વીડિયો મોકલતો હતો, ઝડપાયો
પ્રતીકાત્મક તસવીર

23 વર્ષનાં યુવકને શહેરનાં ગુંદલાવ બ્રુજ નીચેથી એલસીબીએ ઝડપી પાડ્યો હતો.

  • Share this:
વલસાડ : રાજ્યમાં સાયબર ક્રાઇમનાં ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે ત્યારે ફેસબુકનાં મેસેન્જરથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનાં વીડિયો, ફોટા અને સાઇટની લિંક શેર કરવાનું રેકેટ વલસાડથી ઝડપાઇ ગયું છે. મુંબઇનાં 2 વ્યક્તિઓ સાથે ચાઈલ્ડ પોર્નોગ્રાફીની લિંક, ફોટા અને વીડિયો ફેસબુકના મેસેન્જરથી શેર કરતો યુવક વલસાડનો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ અને રેલવેઝ સાઇબર ક્રાઇમની તપાસ બાદ ગૃહ વિભાગે વલસાડ LCBને તપાસ સોંપી હતી. જે બાદ 23 વર્ષનાં યુવકને શહેરનાં ગુંદલાવ બ્રુજ નીચેથી એલસીબીએ ઝડપી પાડ્યો હતો.

એક સંસ્થા ચાઇલ્ડ પોર્નોગ્રાફીનાં અશ્લિલ વીડિયો, ફોટા અને સાઇટ સર્ચ કરતી અને ડાઉનલોડ કરતી વ્યક્તિઓ ઉપર ઓનલાઇન દેખરેખ રાખે છે. ગૃહ વિભાગની સાઇડ પર ઓનલાઇન પોર્ટલ ઉપર એક ફરિયાદ આવી હતી જેના આધારે આ કેસની બાતમી મળ્યાં બાદ તપાસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ખુલાસો! છુટાછેડાની અદાવતમાં પૂર્વ પતિએ પત્નીની ગાડી સળગાવી હતી

આ રીતે કરતો હતા કામ
વલસાડનો યુવાન છેલ્લા 6 માસથી મુંબઈના 2 વ્યક્તિઓ સાથે ફેસબુકનાં માધ્યમથી સંપર્કમાં હતો. યુવકને લિંક અને વીડિયો મોકલનાર 2 મુંબઈનાં ફેસબુક આઈડી દીરજ નિસાદ અને ધરમરાજના આઈડી ઉપરથી લવકેશ નામનો યુવાન તેના મોબાઇલમાંથી અન્ય આઈડી પર શેર કરતો હતો.

આ વીડિયો પણ જુઓ : 
Published by: Kaushal Pancholi
First published: December 7, 2019, 9:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading