વાપી: નેશનલ હાઇવે 48 પર ટ્રકના ડ્રાઇવરને સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમવતા અકસ્માત


Updated: December 3, 2021, 9:16 PM IST
વાપી: નેશનલ હાઇવે 48 પર ટ્રકના ડ્રાઇવરને સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમવતા અકસ્માત
વાપી ખાતે નેશનલ હાઇ વે 48 ઉપર સિમેન્ટ કોન્ક્રીટ ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાઈ

વલસાડ જિલ્લાના વાપી તાલુકામા જલારામ મંદિર નજીક મળસ્કે સિમેન્ટ કોન્ક્રીટ ભરેલી ટ્રક અન્ય એક ટ્રક સાથે અથડાઈ હતી ડ્રાઈવર ને અચાનક 

  • Share this:
વલસાડ: જિલ્લાના વાપી તાલુકામા જલારામ મંદિર નજીક નેશનલ હાઈ નંબર 48 ઉપર સિમેન્ટ કોન્ક્રીટ ભરેલી ટ્રક અન્ય એક ટ્રક સાથે અથડાઈ હતી. ડ્રાઈવરને અચાનક ઝોંકુ આવતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને સાઈડ ડિવાઈડર કુદાવીને ટ્રક પલટી થઈ હતી અને અન્ય એક ટ્રક સાથે અથડાઈ હતી.
મળતી વિગતો મુજબ મળસ્કે 3 વાગ્યાના સમયે નેશનલ હાઈવે નંબર 48 ઉપર MH 14 EM 5254 નંબર ની સીમેન્ટ કોન્ક્રીટનો માલ ભરેલ મિક્સસર ટ્રક મુંબઇથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે સમયે અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સામેની સાઈડ ટ્રક પલ્ટી મારી ઘસડાઈને મોડાસાથી ઘઉં ભરીને GJ 09 Z 2420 ટ્રક મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી અને ટ્રક પલ્ટી થઈ ગઈ હતી. આ ઘટનામાં મોડાસાના ટ્રકના ક્લીનરને પગમાં ઇજાઓ થઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે ઘટનાના પગલે હાઈવે અને સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો.
Published by: kuldipsinh barot
First published: December 3, 2021, 9:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading