વાપીની ચકચારી ઘટના: આડા સંબંધના વહેમમાં પતિ બન્યો હેવાન, પત્નીનું માથું ધડથી અલગ કરી ગટરમાં ફેંકી દીધું


Updated: September 17, 2021, 4:24 PM IST
વાપીની ચકચારી ઘટના: આડા સંબંધના વહેમમાં પતિ બન્યો હેવાન, પત્નીનું માથું ધડથી અલગ કરી ગટરમાં ફેંકી દીધું
પત્નીનો હત્યારો પતિ

Valsad news: હેવાના બનેલા પતિએ પહેલા છરીથી પત્નીનું માથું ધડથી અલગ કરી નાખ્યું. કપાયેલું મસ્તક લઈને ઘરની આસપાસ ફર્યો. પોલીસ આવ્યાની જાણ થતા માથું ગટરમાં ફેંકી ફરાર થઈ ગયો.

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના વાપી (Vapi murder case)માં ચકચારી ઘટના બની છે. આ ઘટના એવી છે કે જેના વિશે સાંભળીને પોચા હૃદયના માનવીનું હૃદય જ બેસી જાય! બનાવ વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં બન્યો છે. જેમાં આડા સંબંધ (Extramarital affairs)ના વહેમમાં એક પતિએ તેની પત્નીની ગળું કાપી હત્યા (Husband kills wife) કરી નાખી હતી. જે બાદમાં પોતાના ઘરના આસપાસના વિસ્તારમાં પત્નીના મસ્તક સાથે ફર્યો હતો. ક્રૂર પતિ આટલેથી અટક્યો ન હતો, બાદમાં ધડથી અલગ કરેલા પત્નીના મસ્તકને ગટરમાં ફેંકી દઈને ફરાર થઈ ગયો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જોકે, વાપી પોલીસે (Vapi police) ગણતરીની સમયમાં જ આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.

ચકચારી ઘટનાની વિગતે વાત કરીએ તો વાપીના ડુંગરી ફળિયાના મચ્છી માર્કેટ નજીક લક્ષ્મીકાંત વિશ્વકર્મા (Laxmikant Vishwakarma) નામનો યુવક સાધના દેવી (Sadhna Devi) નામની તેની પત્ની સાથે રહેતો હતો. આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્મા વાપીની એક કંપનીમાં કામદાર તરીકે કામ કરતો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે પત્નીના અન્ય યુવક સાથેના આડાસંબંધ મામલે વારંવાર ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થતા હતા.

આ પણ વાંચો: મિત્રએ કરી મિત્રની હત્યા: મિત્રની પત્નીને શારીરિક સંબંધ માટે કરતો હતો દબાણ, ગુમાવ્યો જીવ

ગઈકાલે રોષમાં આવેલા પતિએ આડા સંબંધની વહેમમાં પત્નીનું છરી વડે ક્રૂરતાપૂર્વક ગળું કાપીને ધડથી અલગ કરી દીધું હતું. પોતાની પત્નીની હત્યા કર્યા બાદ હેવાન પતિની હેવાનિયત અટકી ન હતી. પત્નીના મસ્તકને ધડથી અલગ કર્યા બાદ લક્ષ્મીકાંત વિશ્વકર્મા મસ્તકને હાથમાં લઇને ઘરની આસપાસના વિસ્તારના થોડા સમય સુધી ફર્યો હતો. મોડી રાત્રે પત્નીના મસ્તક સાથે ફરી રહેલા આરોપીને જોઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

આરોપી પતિ.


આરોપી લક્ષ્મીકાંત વિશ્વકર્મા જે ચાલીમાં રહેતો હતો તેના લોકોએ આ દ્રશ્ય જોઈને તાત્કાલિક વાપીની ડુંગરા પોલીસને જાણ કરી હતી. આથી ડુંગરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે, પોલીસ પહોંચે તે પહેલા જ ક્રૂર પતિ તેની પત્નીનું ધડથી અલગ કરેલું મસ્તક નજીકની એક ગટરમાં ફેંકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

જે બાદમાં પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને હત્યારા પતિની ધરપકડ  માટે દોડધામ કરી હતી. ગણતરીના સમયમાં જ પોલીસની મહેનત રંગ લાવી હતી અને ક્રૂરતાપૂર્વક પત્નીની હત્યા કરનાર યુવકને ઝડપી લીધો હતો. આડા સંબંધના વહેમમાં મહિલાનું ગળું કાપીને તેના મસ્તકને ગટરમાં ફેંકી દેવાની ઘટનાની જાણ થયા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપી પતિને જેલના સળિયા પાછળ ધકેલી દઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 17, 2021, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading