India’s 73rd Chess Grandmaster: 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ બન્યો ભારતનો 73મો ગ્રાન્ડમાસ્ટર

News18 Gujarati
Updated: January 10, 2022, 10:36 AM IST
India’s 73rd Chess Grandmaster: 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ બન્યો ભારતનો 73મો ગ્રાન્ડમાસ્ટર
ભારતનો 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ 73મો ચેસ ગ્રાન્ડમાસ્ટર બની ગયો છે.

Bharat Subramaniyam India’s 73rd Grandmaster: ભારતનો 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ (Bharat Subramaniyam) દેશનો 73મો ચેસ ગ્રાન્ડમાસ્ટર (Chess Grandmaster) બની ગયો છે. રવિવારે ઇટલી (Italy)માં યોજાયેલી સ્પર્ધામાં ભરતે ત્રીજું અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર માપદંડ (GM norm) હાંસલ કર્યું.

  • Share this:
નવી દિલ્હી. ભારતનો 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ (Bharat Subramaniyam) દેશનો 73મો ચેસ ગ્રાન્ડમાસ્ટર (Chess Grandmaster) બની ગયો છે. રવિવારે ઇટલી (Italy)માં યોજાયેલી Vergani Cup Open સ્પર્ધામાં ભરતે ત્રીજું અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર માપદંડ (GM norm) હાંસલ કર્યું. ચેન્નાઈ (Chennai)ના ભરતે ચાર અન્ય રાઉન્ડ સાથે નવ રાઉન્ડથી 6.5 પોઈન્ટ મેળવ્યા. તે કેટોલિકામાં આયોજિત કાર્યક્રમમાં સાતમા સ્થાન પર રહ્યો. સાથી ભારતીય ખેલાડી એમ આર લલિત બાબૂ (MR Lalit Babu) સાત પોઈન્ટ સાથે ટુર્નામેન્ટનો વિજેતા બન્યો હતો. લલિત બાબૂએ ટોપ રેન્કર્સ એન્ટોન કોરોબોવ (Ukraine) સહિત ત્રણ અન્ય લોકો સાથે બરાબરી કર્યા બાદ વધુ સારા ટાઈ-બ્રેક સ્કોરના આધારે ટાઈટલ મેળવ્યું હતું.

ફેબ્રુઆરીમાં પહેલું ગ્રાન્ડ માસ્ટર માપદંડ મેળવ્યું હતું

ભરતની ગેમ કોરોબોવ (Korobov) અને લલિત બાબૂ (Lalit Babu) સામે બે ગેમ હારતા છ જીત અને એક ડ્રો સાથે સમાપ્ત થઈ. ભરતે ફેબ્રુઆરી 2020માં મોસ્કો (Moscow)માં Aeroflot Openમાં 11મુ સ્થાન મેળવ્યા બાદ પોતાનું પહેલું જીએમ માપદંડ મેળવ્યું હતું. તેણે ઓક્ટોબર 2021માં 6.5 અંકો સાથે બલ્ગેરિયામાં જુનિયર રાઉન્ડટેબલ અન્ડર 21 ટુર્નામેન્ટમાં ચોથું સ્થાન મેળવ્યા બાદ બીજું માપદંડ પ્રાપ્ત કર્યું હતું.

ગ્રાન્ડ માસ્ટર બનવા માટે આ માપદંડો છે

જીએમ બનવા માટે એક ખેલાડીએ ત્રણ જીએમ માપદંડો (GM Norms)ને સુરક્ષિત કરવાના હોય છે અને 2,500 એલો પોઈન્ટસ (Elo points)ની લાઈવ રેટિંગ પાર કરવાની હોય છે. ભરતના કોચ એમ શ્યામ સુંદર જે પોતે ગ્રાન્ડ માસ્ટર ટાઈટલ મેળવી ચૂક્યા છે, તેમણે સુબ્રમણ્યમને અભિનંદન આપ્યા અને ટ્વિટ કરી કે, ‘ભારતના લેટેસ્ટ જીએમ બનવા માટે ભરતને અભિનંદન. આવો આ નવા વર્ષે નવા લક્ષ્યો પર ધ્યાન આપીએ.’

આ પણ વાંચો: Ramanujan Prize 2021: કોણ છે નીના ગુપ્તા? જેમણે રામાનુજન પુરસ્કાર જીતીને ગણિતના ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કર્યું છે12 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો હતો ભરત

ભરત સુબ્રમણ્યમ 2019માં 11 વર્ષ 8 મહિનાની ઉંમરમાં ઇન્ટરનેશનલ માસ્ટર બની ગયો હતો. સંકલ્પ ગુપ્તા (Sankalp Gupta)ના 71મા જીએમ બન્યાના બે દિવસ બાદ મિત્રભા ગુહા (Mitrabha Guha) ગઈ નવેમ્બરમા દેશના 72મા જીએમ બન્યા હતા.
Published by: Nirali Dave
First published: January 10, 2022, 10:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading