રન લેતી વખતે બેટ્સમેન લપસી પડ્યો તો બોલરે કરી ‘ભદ્દી મજાક’, જુઓ Viral Video

News18 Gujarati
Updated: May 19, 2021, 8:46 AM IST
રન લેતી વખતે બેટ્સમેન લપસી પડ્યો તો બોલરે કરી ‘ભદ્દી મજાક’, જુઓ Viral Video
મિડલસેક્સનો બેટ્સમેન નિક અને હેમ્પશાયરનો બોલર બાર્કર (તસવીર ક્રેડિટ- વીડિયો સ્ક્રીનશોટ)

કાઉન્ટી ચેમ્પિયનશિપ દરમિયાન અજબ દૃશ્ય સર્જાયું, લપસી પડેલા બેટ્સમેન અને બોલરનો વીડિયો થયો વાયરલ

  • Share this:
નવી દિલ્હી. ક્રિકેટ (Cricket)ને જેન્ટલમેન રમત (Gentlemen’s Game) પણ માનવામાં આવે છે. પરંતુ અનેકવાર મેદાન પર ખેલાડી (Cricketers) એવી પણ હરકત કરી બેસે છે, જેનાથી આ રમતની ભાવનાને ઠેસ પહોંચે છે. મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઝઘડો, બોલાચાલી જોવા મળતી હોય છે. ત્યાં સુધી કે સ્લેજિંગ તો રમતનો હિસ્સો બની ગઈ છે. આ બધાની વચ્ચે થોડાક ઉદાહરણ એવા પણ છે, જ્યારે ખેલાડીઓ વચ્ચે હળવી મજાકે દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા હોય. કંઈક આવું જ કાઉન્ટી ચેમ્પિયનશિપ (County Championship)માં મિડિલસેક્સ (Middlesex) અને હેમ્પશાયર (Hampshire)ની વચ્ચે રમાયેલી મેચ દરમિયાન જોવા મળ્યું.

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી મેચમાં મિડલસેક્સના નિક ગુબિંસે શાનદાર અડધી સદી ફટકારી. જોકે આ દરમિયાન તે હેમ્પશાયરના ફાસ્ટ બોલર કેથ બાર્કરના ગંદા મજાકનો શિકાર બની ગયો. જોકે અનેક પ્રશંસકોએ તે માત્ર મજાક જ લાગી રહી છે. પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે બાર્કરે આવું નહોતું કરવું જોઈતું.

આ પણ વાંચો, દુનિયામાં સાથે આવ્યા અને સાથે જ કહ્યું અલવિદા, કોવિડે મેરઠના બે જોડીયા ભાઈઓનો લીધો જીવમૂળે, રન લેતી વખતે નિક નોન સ્ટ્રાઇક એન્ડ પર લપસી પડ્યો. ત્યારબાદ બોલર બાર્કરે મદદ માટે હાથ આગળ વધાર્યો. પરંતુ તેના મગજમાં કદાચ કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. જેવો નિકે હાથ લંબાવ્યો તો તેણે હાથ પકડીને ઊભા કરવાને બદલે ત્યાથી જતો રહ્યો. બાર્કરે પોતાનો હાથ પાછો ખેંચી દીધો. ધ ગ્રેડ ક્રિકેટરે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.

આ પણ વાંચો, આ ગામના લોકો સતત 6 દિવસ સૂઈ રહેવાની બીમારીનો ભોગ બન્યા, કારણ શોધવા સંશોધકો ઊંધા માથે

નિકે 51 રનની ઇનિંગ રમી. મિડલસેક્સે પહેલા બોલિંગ કરતાં 172 રન કર્યા. જવાબમાં હેમ્પશાયરે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને 208 રન કર્યા. કેપ્ટન જેમ્સ વિંસીએ 62 રન ફટકાર્યા. જ્યારે બાર્કરે 8 નંબર પર બેટિંગ કરતાં 84 રન કરીને સનસની મચાવી દીધી. મિડલસેક્સ બીજી ઇનિંગમાં પણ વાપસી ન કરી શકી અને માત્ર 101 રને ઓલઆઉટ થઈ ગઈ. 66 રનના ટાર્ગેટનો પીછો હેમ્પશાયરે ત્રણ વિકેટ ગુમાવીને કરી દીધો.
Published by: Mrunal Bhojak
First published: May 19, 2021, 8:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading