IND vs ENG: વિરાટ કોહલીનું ગુજરાતી સાંભળી હાર્દિક-અક્ષર થયા લોટપોટ! જુઓ VIDEO
News18 Gujarati Updated: February 26, 2021, 11:14 AM IST
અક્ષર પટેલે ત્રીજી ટેસ્ટમાં 11 વિકેટ ઝડપી. (PHOTO: PTI)
હાર્દિક પંડ્યા પાસેથી માઇક ઝૂંટવીને વિરાટ કોહલીએ અક્ષરને કહ્યું, ‘એ બાપૂ તારી બોલિંગ કમાલ છે’
અમદાવાદ. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) ની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય સ્ટાર સ્પિનર અક્ષર પટેલ (Axar Patel) મેન ઓફ ધ મેચ રહ્યો. માત્ર બે દિવસમાં ખતમ થયેલી આ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં અક્ષર પટેલે 70 રન આપીને 11 વિકેટ ઝડપી. અક્ષરની આ સફળતા પર તેને સમગ્ર દુનિયાના ક્રિકેટ ચાહકો અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ કડીમાં ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ પણ અક્ષર પટેલને તેની આ સફળતા પર ગુજરાતી (Gujarati)માં શુભકામનાઓ આપી. પરંતુ પંજાબી વિરાટ કોહલીએ ગુજરાતીમાં અલગ સ્ટાઇલમાં શુભકામનાઓ આપી જેને સાંભળીને હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને અક્ષર પટેલ ખડખડાટ હસી પડ્યા.
વિરાટ કોહલીએ અક્ષર પટેલના વખાણ કરતાં ગુજરાતીમાં કહ્યું, ‘એ બાપૂ તારી બોલિંગ કમાલ છે.’ કોહલી પાસેથી ગુજરાતી સાંભળી હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ બંને પોતાનું હસવાનું રોક ન શક્યા. ભારતીય ટીમના આ ત્રણેય ખેલાડીઓનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો, IND VS ENG: શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ ખરાબ હતી? જાણો શું કહે છે ICCના નિયમ
નોંધનીય છે કે, પહેલી ઇનિંગમાં 6 વિકેટ ઝડપનારો અક્ષર પટેલ બીજી ઇનિંગમાં પણ હીરો સાબિત થયો. તેણે બીજી ઇનિંગમાં પણ શાનદાર બોલિંગ કરતાં 5 વિકેટ ઝડપી. લેફ્ટ આર્મ સ્પિનરે ચેન્નઇમાં બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. મેચ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલ સાથે વાતચીત કરી. પરંતુ ઇન્ટરવ્યૂની વચ્ચે વિરાટ કોહલી આવ્યો અને તેણે માઇક હાથમાં લઈને ગુજરાતીમાં અક્ષર પટેલના આગવા અંદાજમાં વખાણ કર્યા.
આ પણ વાંચો, દુનિયાની સૌથી મોંઘી છે આ ગોલ્ડ પ્લેટેડ બિરયાની, એક પ્લેટના ચૂકવવા પડશે 20,000 રૂપિયા
અક્ષર પટેલના નામે હવે પોતાની પહેલી બે ટેસ્ટ મેચોમાં ત્રણ વાર પાંચ વિકેટ લેવાનો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 27 વર્ષીય આ ખેલાડીની વિરાટ કોહલીએ મેચ બાદ પ્રેઝન્ટેશનમાં ખૂબ વખાણ કર્યા. ભારતીય કેપ્ટને સાથોસાથ કહ્યું કે ગુજરાતના આ ક્વોલિટી લેફ્ટ આર્મ સ્પિનરની કાબેલિયતને જોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયો છું.
Published by:
Mrunal Bhojak
First published:
February 26, 2021, 11:14 AM IST