IND vs AUS: મોહમ્મદ સિરાઝને ફરી અપશબ્દો કહેવાયા, દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કઢાયા

News18 Gujarati
Updated: January 10, 2021, 10:46 AM IST
IND vs AUS: મોહમ્મદ સિરાઝને ફરી અપશબ્દો કહેવાયા, દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કઢાયા
સિડની ટેસ્ટના ચોથા દિવસે પણ દર્શકોએ ભારતીય બોલર મોહમ્મદ સિંરાઝ (Mohammed Siraj)ની સાથે ફરી અભદ્રતા કરી. (Photo AP)

મોહમ્મદ સિરાઝની ફરિયાદ બાદ પોલીસે સ્ટેડિયમમાં બેઠેલા ગ્રુપને સ્ટેડિયમની બહાર ધકેલી દીધા

  • Share this:
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia)ની વચ્ચે સિડની (Sydney Test)માં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના દર્શકો સતત ગેરવર્તણૂંક કરી રહ્યા છે. સિડની ટેસ્ટના ચોથા દિવસે પણ દર્શકોએ ભારતીય બોલર મોહમ્મદ સિંરાઝ (Mohammed Siraj)ની સાથે ફરી અભદ્રતા કરી. સિરાઝે તેની ફરિયાદ અમ્પાયર પૉલ રીફલને કરી. તેણે અમ્પાયરને જણાવ્યું કે કયા લોકોએ તેને અપશબ્દ કહ્યા છે. ત્યારબાદ પોલીસે સિરાઝે જણાવેલા સ્થળેથી પુરુષોનો એક સમૂહને સ્ટેન્ડ છોડવા માટે કહ્યું.

આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ત્રીજા ટેસ્ટના ત્રીજા દિવસ દરમિયાન ટીમના ખેલાડી જસપ્રીત બુમરાહ એન મોહમ્મદ સિરાઝની સાથે નશામાં ધૂત દર્શક દ્વારા કથિત રીતે વંશીય દુર્વ્યવહાર બાદ આઇસીસી મેચ રેફરીની સમક્ષ ઔપચારિક ફરિયાદ કરી છે.

આ પણ વાંચો, Gas Booking: Pockets વૉલેટથી સિલિન્ડર બુક કરતાં મળશે 50 રૂપિયાનું કેશબેક, જાણો પૂરી પ્રોસેસBCCIના સૂત્રો મુજબ, સિરાઝને સિડની ક્રિકેટ મેદાનના એક સ્ટેન્ડમાં બેઠેલા નશામાં ધૂત એક દર્શકે મંકી (વાંદરું) કહ્યું. જેનાથી 2007-08માં ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસના મંકીગેટ પ્રકરણની યાદ તાજા થઈ ગઈ. રસપ્રદ વાત એ છે કે મંકીગેટ પ્રકરણ પણ સિડની ટેસ્ટ દરમિયાન જ થયું હતું જ્યારે એન્ડ્યૂ સાયમન્ડ્સે દાવો કર્યો હતો કે હરભજન સિંહે તેને અનેકવાર વાંદરો કહ્યો હતો. પરંતુ ભારતીય ઓફ સ્પિનરે આ મામલાની સુનાવણી બાદ સ્પષ્ટ કરી દીધું હતું.

આ પણ વાંચો, ઈન્ડોનેશિયા પ્લેન ક્રેશઃ દુર્ઘટનાના 12 કલાક બાદ જકાર્તાની પાસેથી મળ્યા બોડી પાર્ટ્સ

નોંધનીય છે કે, ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓ, અમ્પાયરો અને સુરક્ષા અધિકારીઓની વચ્ચે ઘણી લાંબી ચર્ચા થઈ હતી. કેપ્ટન અજિંક્ય રહાણે પણ સામેલ હતા. આ ઘટના સુધી ત્યારે બની બંને ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન ફિલ્ડિંગ કરી રહ્યા હતા.
Published by: Mrunal Bhojak
First published: January 10, 2021, 10:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading