IND vs. AUS: સીરીઝની શોધ છે આ 2 ભારતીય ખેલાડી, દિગ્ગજો પર પડ્યા ભારે
News18 Gujarati Updated: January 19, 2021, 2:08 PM IST
ચોથી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજને પોતાની બોલિંગથી હાહાકાર મચાવી દીધો (Photo: AP)
મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજને પોતાની ધારદાર બોલિંગથી કાંગારૂ ટીમના બેટ્સમેનોમાં ડર ઊભો કર્યો
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia)ની વચ્ચે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની સીરીજે સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. પહેલી ટેસ્ટમાં ભારતની કારમી હાર અને પછી ધમાકેદાર વાપસીએ તેને ઘણી રોમાંચક બનાવી દીધી. ભારતે મેજબાનની વિરુદ્ધ 2-1થી સીરીઝ પોતાના નામે કરી દીધી. આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈજાઓનો સામનો કરતા જોવા મળ્યા. મોહમ્મદ શમી, ઉમેશ યાદવ પહેલા જ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. ત્યારબાદ હનુમા વિહારી, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ, આર. અશ્વીન, રવિન્દ્ર જાડેજાની ઈજાએ ટીમની ચિંતા વધારી દીધી હતી. સીનિયર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે સીરીઝમાં નવા ચહેરા જોવા મળ્યા અને હ વે આ સીરીઝની શોધ માનવામાં આવી રહ્યા છે. આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી શોધ મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજનના રૂપમાં રહી.
મોહમ્મદ સિરાજઃ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ શરુ થતાં પહેલા જ પોતાના પિતાને ગુમાવનાર મોહમ્મદ સિરાજ ને મેલબર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. મેલબર્ન ટેસ્ટમાં જ્યારે સિરાજને ડેબ્યૂ કેપ સોંપવામાં આવી તો કોઈએ નહોતું વિચાર્યું કે તે ઓસ્ટ્રેલિયાના કેમ્પમાં આ હદે ડર ઊભો કરી શકશે. તેઓએ ત્રણ ટેસ્ટની કુલ 6 ઇનિંગમાં 2.85ની ઇકોનીમીથી 384 રન આપીને 13 વિકેટ લીધી. તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 73 રન આપી પાંચ વિકેટ રહ્યો. સિરાજે 32 મેડન ઓવર ફેંકી. સિરાજે પોતાની પેસ, બાઉન્સ, સ્વિંગ અને રિવર્સ સ્વિંગથી વિરોધી બેટ્સમેનોને રમવાનું મુશ્કેલ કરી દીધું.
આ પણ વાંચો, ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, બ્રિસબન ટેસ્ટની સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ જીતીટી. નટરાજનઃ બ્રિસ્બન ટેસ્ટથી ડેબ્યૂ કરનારા ટી. નટરાજને પોતાની પહેલી જ મેચમાં દર્શાવી દીધું કે તે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય છે. નટરાજને પહેલી ઇનિંગમાં 3 વિકેટ પોતાના નામે કરી. તેણે બ્રિસબન ટેસ્ટમાં ઓપનિંગ બોલર તરીકે ડેબ્યૂ કર્યું અને સૌથી પહેલા મેથ્યૂ વેડને શિકાર બનાવ્યો. ત્યારબાદ તેણે પહેલી ઇનિંગમાં સદી ફટકારનારા માર્નસ લાબુશેનને પણ આઉટ કર્યો.
આ પણ વાંચો, OMG! કોરોનાથી ડરી 3 મહિના સુધી શિકાગો એરપોર્ટમાં છુપાઈને રહેતો હતો આ ભારતીય શખ્સ
જોકે, બીજી ઇનિંગમાં તેને સફળતા નથી મળી, પરંતુ તેણે બાકી ભારતીય બોલરોની તુલનામાં સૌથી સારી બોલિંગ કરી. તેણે 2.90ની ઇકોનોમીથી બોલિંગ કરી. નટરાજને આ પ્રવાસ દરમિયાન વનડે અને ટી20 ડેબ્યૂ પણ કર્યું હતું. એક વનડેમાં તેણે બે વિકેટ લીધી અને ટી20 સીરીઝમાં ત્રણ મેચોમાં તેણે ત્રણ વિકેટ ઝડપી હતી.
Published by:
Mrunal Bhojak
First published:
January 19, 2021, 2:08 PM IST