મહેન્દ્ર સિંહ ધોનીએ ફૂટબોલમાં કર્યું અદભૂત પ્રદર્શન, બોલિવૂડ એક્ટર્સને પણ કર્યા સ્તબ્ધ - Video

News18 Gujarati
Updated: August 3, 2021, 12:15 AM IST
મહેન્દ્ર સિંહ ધોનીએ ફૂટબોલમાં કર્યું અદભૂત પ્રદર્શન, બોલિવૂડ એક્ટર્સને પણ કર્યા સ્તબ્ધ - Video
તસવીર- shreyas41

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021)ની બીજી સીઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. અહેવાલો અનુસાર, ઇંગ્લેન્ડના ખેલાડીઓ બાકીની મેચોમાં પણ જોવા મળશે. અગાઉ ECB એ આ વાતનો ઇનકાર કર્યો હતો પરંતુ 20 વર્લ્ડ કપ 2021 ને ધ્યાનમાં રાખીને તેણે યુ-ટર્ન લીધો છે.

  • Share this:
નવી દિલ્હી: ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ભલે સોશિયલ મીડિયા પર સક્રિય ન હોય, પરંતુ તેના વીડિયો અને ફોટા સતત વાયરલ થઈ રહ્યા છે. ધોનીએ તાજેતરમાં બોલિવૂડ સ્ટાર્સ સાથે ચેરિટી ફૂટબોલ મેચમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, તેણે ફૂટબોલમાં પણ અદ્ભુત પ્રદર્શન કર્યું અને તેના એક વીડિયોમાં તે જોઈ શકાય છે કે, તે કેવી રીતે અન્યને ચકમો આપી રહ્યો છે. ધોની રવિવારે મુંબઈના બી-ટાઉનમાં તેના મિત્રો અને કલાકારો સાથે ફૂટબોલની મજા માણતો જોવા મળ્યો હતો.

IPL માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન અને ભૂતપૂર્વ ભારતીય અનુભવી વિકેટકીપર-બેટ્સમેન ધોનીએ મુંબઈના બાંદ્રામાં બીજી ચેરિટી મેચ રમી હતી. તે 'ઓલ-સ્ટાર' ફૂટબોલ મેચ માટે બાંદ્રા ફૂટબોલ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફરે શેર કરેલા વીડિયોમાં ધોની અનેક લોકપ્રિય હસ્તીઓ વચ્ચે ફૂટબોલ મેચ માટે વોર્મ અપ કરતો જોવા મળ્યો હતો.ધોનીએ ચેરિટી મેચમાં પોતાની ફૂટબોલ કુશળતા પણ દર્શાવી હતી, જેમાં બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર પણ હતા. અન્ય એક વીડિયોમાં ધોની પોતાની ડ્રિબલિંગ કુશળતા દર્શાવતો જોવા મળ્યો હતો. અગાઉ, બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ સાથે ધોનીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તેને મોટો ભાઈ કહેવામાં આવ્યો હતો. મુંબઈમાં ઓલ સ્ટાર્સ ફૂટબોલ ક્લબ દ્વારા આયોજિત છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ના ભૂતપૂર્વ કેપ્ટન શ્રેયસ ઐયર પણ ધોની સાથે સામેલ થયા હતા.
Published by: kuldipsinh barot
First published: August 3, 2021, 12:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading