Neeraj chopra : નીરજ ચોપરાના સન્માનમાં પોસ્ટ વિભાગે મૂક્યું Golden Post Box, જાણો શું લખ્યું છે તેના પર


Updated: January 10, 2022, 5:16 PM IST
Neeraj chopra : નીરજ ચોપરાના સન્માનમાં પોસ્ટ વિભાગે મૂક્યું Golden Post Box, જાણો શું લખ્યું છે તેના પર
પોસ્ટ વિભાગે ગોલ્ડન બોય નીરજ ચોપરાના સન્માન બનાવ્યું છે. ગોલ્ડ પોસ્ટ બોક્સ

Golden Pos box in Neera chopra's village : ટોક્યો ઓલમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં દેશનું નામ વિશ્વભરમાં રોશન કરનાર નીરજ ચોપડા (Neeraj Chopra)ને એક ખાસ સન્માન આપવામાં આવ્યું છે.

  • Share this:
ટોક્યો ઓલમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં દેશનું નામ વિશ્વભરમાં રોશન કરનાર નીરજ ચોપડા (Neeraj Chopra)ને એક ખાસ સન્માન આપવામાં આવ્યું છે. ભારતીય પોસ્ટ (Indian Post) વિભાગે હરિયાણાના પાનીપત (Panipat)માં નીરજ ચોપડાના ગામમાં એક ગોલ્ડન કલરનું પોસ્ટ બોક્સ (Golden Post Box) લગાવ્યું છે. તેના પર નીરજ ચોપડાનું નામ પણ લખવામાં આવ્યું છે.

આ પોસ્ટ બોક્સની તસવીર સોશ્યલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે અને લોકો પોસ્ટ વિભાગની આ પહેલના વખાણ પણ કરી રહ્યા છે. અનેક અધિકારીઓ અને ફેન્સે આ તસવીર શેર કરી છે અને લોકોએ ભારતીય પોસ્ટ વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે.

શું લખ્યું છે બોક્સ પર?

હરિયાણાના ખંડરા ગામમાં લગાવવામાં આવેલા આ ગોલ્ડન કલરના પોસ્ટ બોક્સ પર લખ્યું છે કે, શ્રી નીરજ ચોપડા, ભાલા ફેંક સુવર્ણ પદક વિજેતા ટોક્યો ઓલમ્પિક 2020ના સન્માનમાં. સોશ્યલ મીડિયા પર લોકોને આ પોસ્ટ બોક્સ ખૂબ પસંદ આવી રહ્યું છે.

આ પણ વાંચો : KKR Viral Tweet: KKRના એક ટ્વીટથી મચી ધમાલ, જાડેજાએ કહ્યું- આને દેખાડો કહેવાય

પેરિસ ઓલમ્પિકની તૈયારી કરી રહ્યા છે નીરજઆપને જણાવી દઇએ કે નીરજ ચોપડા હાલ અમેરિકામાં છે, જ્યાં તેમણે અત્યારથી પેરિસ ઓલમ્પિકની તૈયારી શરૂ કરી દીધી છે. નીરજ ચોપડાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તેઓ જીમમાં પરસેવો પાડતા નજરે આવી રહ્યા હતા.

ટોક્યો ઓલમ્પિકમાં રચ્યો ઇતિહાસ

નીરજ ચોપડાએ ટોક્યો ઓલમ્પિકમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ઇતિહાસ રચ્યો હતો અને ખાનગી સ્તરની રમતમાં ભારત માટે ઓલમ્પિક ગોલ્ડ જીતનાર બીજા ખેલાડી બન્યા હતા. ટોક્યો ઓલમ્પિકમાં નીરજ ચોપડાએ આઝાદ ભારતને એથલેટિક્સનો પહેલો અને ઓવરઓલ બીજો પદક જીતાડ્યો હતો. ભારત માટે એથલેટિક્સનો પહેલો ઓલમ્પિક પદક 100 વર્ષ પહેલા આવ્યો હતો. નીરજ ચોપડા પહેલા આ સન્માન અભિનવ બિંદ્રાએ શૂંટિંગમાં મેળવ્યું હતું.

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત

નીરજ ચોપડાને આ ઉપલબ્ધિ માટે સરકાર દ્વારા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં નીરજ વર્ષ 2021માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનાર ભારતીય બન્યા છે. ગોલ્ડ જીત્યા બાદથી જ નીરજ ચોપડા સોશ્યલ મીડિયાથી લઇને જાહેરાત જગતમાં પણ છવાયેલા છે. ઓલમ્પિક્સ પહેલા તેમની બ્રાન્ડ વેલ્યૂ 2થી 10 લાખની વચ્ચે હતી, જે ગોલ્ડ જીત્યા બાદ 2થી 20 કરોડની વચ્ચે પહોંચી ગઇ છે.
Published by: Jay Mishra
First published: January 10, 2022, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading