india vs ireland : આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, હાર્દિક પંડ્યા કરશે કપ્તાની

News18 Gujarati
Updated: June 15, 2022, 9:30 PM IST
india vs ireland : આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, હાર્દિક પંડ્યા કરશે કપ્તાની
હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડીયાની કપ્તાની કરશે

  • Share this:
india vs ireland : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 9 જૂનથી ટી-20 સિરીઝ શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડીયામાં કેટલાએ પ્લેયર્સની વાપસી થઈ છે. જેમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) પણ સામેલ છે. આ બધા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડીયાનો કપ્તાન બનાવવામાં આવ્યો છે. બીસીસીઆઈએ આજે આયરલેન્ડ ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે, જેમાં કપ્તાન તરીકે હાર્દિક પંડ્યાનું નામ જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ મહિનાના અંતમાં આ સિરીઝ રમાશે.

આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત બુધવારે સાંજે કરવામાં આવી છે. ટીમનું સુકાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંભાળશે. ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને વાઇસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તો, ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે અને સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


બીસીસીઆઈની પસંદગી સમિતિએ 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં કેપ્ટન તરીકે હાર્દિકને નિયુક્ત કરવામાં આવ્યો છે. રાહુલ ત્રિપાઠીને પ્રથમ વખત ટીમમાં તક મળી છે. આ સાથે જ સંજુ સેમસન પણ પરત ફર્યો છે. એજબેસ્ટન ખાતે ફરીથી નિર્ધારિત 5મી ટેસ્ટની તૈયારી માટે ભારતની ટેસ્ટ ટીમના નિયમિત ખેલાડીઓ સીધા ઈંગ્લેન્ડ જશે.

ઓપનર કેએલ રાહુલની ઈજા બાદ પંતને દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની ટી20 શ્રેણી માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી રહ્યો છે.

28 વર્ષીય હાર્દિકે તાજેતરમાં તેની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સને તેની પ્રથમ સિઝનમાં IPL ચેમ્પિયન બનાવ્યું હતું. ગુજરાતની ટીમે પ્રથમ વખત સિઝનમાં પ્રવેશ કર્યો હતો અને ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. પંત અને શ્રેયસ અય્યરને આ શ્રેણી માટે ટીમની બહાર રાખવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ સંજુ સેમસન અને રાહુલ ત્રિપાઠીને તક મળી છે.

સંજુ સેમસને IPL-2022માં બેટ વડે શાનદાર પ્રદર્શન કર્યું અને 147.24ના સ્ટ્રાઈક રેટથી કુલ 374 રન બનાવ્યા. તેમની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાન રોયલ્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રાહુલ ત્રિપાઠીએ સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું અને સિઝનમાં કુલ 413 રન બનાવ્યા.

આ ઉપરાંત ટી20 ટીમમાં પુનરાગમન કરનાર સૂર્યકુમાર યાદવ છે, જે સ્નાયુની ઈજાને કારણે આઈપીએલ અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પછી ઘણી મેચો ચૂકી ગયો હતો. ભારત 26 અને 28 જૂને માલાહાઇડમાં 2 ટી-20 મેચ રમશે. VVS લક્ષ્મણ આ પ્રવાસમાં મુખ્ય કોચ તરીકે સેવા આપશે અને તેની સાથે શતંશુ કોટક (બેટિંગ કોચ), સાઈરાજ બહુલે (બોલિંગ કોચ) અને મુનીશ બાલી (ફિલ્ડિંગ કોચ) હશે.

આ પણ વાંચોTaarak Mehta Ka Ooltah Chashmah માં દયાબેનની એન્ટ્રી, વીરા સુંદર બહેનને લઈ ગોકુલધામ પહોંચ્યો - VIDEO

આયર્લેન્ડ સામેની T20I શ્રેણી માટે ભારતીય ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (WK) , અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક
Published by: kiran mehta
First published: June 15, 2022, 8:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading