IND vs ENG: રોહિત શર્મા કોરોના પોઝિટિવ, બીસીસીઆઈની મેડિકલ ટીમે આઇસોલેટ કર્યો

News18 Gujarati
Updated: June 26, 2022, 7:40 AM IST
IND vs ENG: રોહિત શર્મા કોરોના પોઝિટિવ, બીસીસીઆઈની મેડિકલ ટીમે આઇસોલેટ કર્યો
રોહિત શર્મા (Rohit Sharma)હાલ બીસીસીઆઈની (BCCI)મેડિકલ ટીમની દેખરેખમાં છે (Twitter/@leicsccc)

Rohit Sharma Covid 19 Positive : ભારતીય ટીમ 1 જુલાઇથી એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચમાં રમશે

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત (Rohit Sharma Covid 19 Positive)થયો છે. શનિવારે તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ થયો હતો જેમાં તે પોઝિટિવ આવ્યો છે. રોહિત શર્મા (Rohit Sharma)હાલ બીસીસીઆઈની (BCCI)મેડિકલ ટીમની દેખરેખમાં છે. તેને ટીમ હોટલમાં આઇસોલેટ કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી બીસીસીઆઈએ આપી છે. રોહિત હાલ લીસ્ટરશાયર સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહ્યો હતો. જોકે ત્રીજા દિવસે તે બેટિંગ કરવા આવ્યો ન હતો. તેના સ્થાને શ્રીકર ભરત ઓપનિંગ કરવા ઉતર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં રોહિત ઓપનિંગમાં ઉતર્યો હતો. રોમન વોકરની ઓવરમાં આઉટ થયા પહેલા તેણે 25 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમને પડી શકે છે મુશ્કેલી!

ભારતીય ટીમ 1 જુલાઇથી એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવાનું છે. ભારતીય ટીમનો નિયમિત ઓપનર કેએલ રાહુલ પહેલા જ ઇંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર છે. રાહુલ કમરની ઇજાથી ઝઝુમી રહ્યો છે. ગત વર્ષે કોરોનાના ખતરાને જોતા ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ સ્થગિત કરવી પડી હતી. જે હવે 1 જુલાઇથી રમાશે.



રોહિત શર્મા તે પ્રવાસમાં રમાયેલી ચાર ટેસ્ટ મેચમાં ભારત તરફથી બેસ્ટ બેટ્સમેન બનીને બહાર આવ્યો હતો. તેણે ચાર મેચમાં એક સદી સહિત 368 રન બનાવ્યા હતા. તેની એવરેજ 52.27ની રહી હતી. ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. ટીમ ઇન્ડિયાએ 2007માં ઇંગ્લેન્ડની ધરતી પર અંતિમ વખત ટેસ્ટ શ્રેણી જીતી હતી. 15 વર્ષ પછી શ્રેણી જીતવા માટે ભારતને ફક્ત એક ડ્રો ની જરૂર છે. આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત પણ અંતિમ મુકાબલો ઘણો મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો - શું ટીમ ઇન્ડિયાએ બનાવી હતી 6 કેપ્ટન બદલવાની યોજના? જાણો શું કહ્યું હેડ કોચ રાહુલ દ્રવિડે

કોહલી અને અશ્વિન કોરોનામાંથી સ્વસ્થ થયા

ભારતીય ટેસ્ટ ટીમનો સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ કોરોનો પોઝિટિવ આવ્યો હતો. આ કારણે તે બાકી ખેલાડીઓ સાથે લંડન ગયો ન હતો. જોકે હવે તે સ્વસ્થ છે અને ટેસ્ટ મેચમાં રમે તેવી સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેટલાક દિવસો પહેલા વિરાટ કોહલી પણ કોરોના સંક્રમિત થયો હતો. માલદિવમાં વેકેશન મનાવીને પરત ફર્યા પછી કોહલી કોરોનાની ચપેટમાં આવ્યો હતો. કોવિડમાંથી બહાર આવ્યા પછી કોહલીએ લીસ્ટરશાયર સામે પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો હતો.
Published by: Ashish Goyal
First published: June 26, 2022, 7:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading