ટીમ ઇન્ડિયાની જીત પર PM મોદીએ આપ્યા અભિનંદન, BCCI આપશે 5 કરોડ રૂપિયા બોનસ

News18 Gujarati
Updated: January 19, 2021, 2:46 PM IST
ટીમ ઇન્ડિયાની જીત પર PM મોદીએ આપ્યા અભિનંદન, BCCI આપશે 5 કરોડ રૂપિયા બોનસ
ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી શ્રેણી જીતીને ઇતિહાસ રચી દીધો

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી શ્રેણી જીતીને ઇતિહાસ રચી દીધો

  • Share this:
નવી દિલ્હી : બ્રિસબેનના મેદાનમાં ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટીમ ઇન્ડિયાએ અભિનંદન આપતા કહ્યું કે મેદાન પર ખેલાડીઓમાં જબરજસ્ત જોશ અને ઝનૂન જોવા મળ્યો. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી શ્રેણી જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે 3 વિકેટે વિજય મેળવ્યો છે. જીતનો સૌથી મોટો હીરો ઋષભ પંત રહ્યો છે. જેણે 89 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે આપણે બધા ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાની જીતથી ઘણા ઉત્સાહિત છીએ. ટીમના ખેલાડીઓમાં જબરજસ્ત જોશ અને ઉત્સાહ આખી મેચ દરમિયાન જોવા મળ્યો. તેમનો દ્રઢ ઇરાદો, ધૈર્ય અને દ્રઢ સંકલ્પ જોવા લાયક હતો. ટીમને અભિનંદન. તમારા ભવિષ્ય માટે શુભકામનાઓ.

આ પણ વાંચો - ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, બ્રિસબન ટેસ્ટની સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ જીતી

ઓસ્ટ્રેલિયામાં જીતથી ટીમ ઇન્ડિયા પર કરોડો રૂપિયાનો વરસાદ થયો છે. બીસીસીઆઈએ 5 કરોડ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈ સચિવ જય શાહે ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરતા તેમના માટે પાંચ કરોડ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે.

બ્રિસબેન ટેસ્ટ જીતીને ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. બ્રિસબેનના મેદાન પર કોઈ ટીમે આટલો મોટો લક્ષ્યાંક મેળવ્યો નથી. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઇન્ડીઝે 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
Published by: Ashish Goyal
First published: January 19, 2021, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading