આ ઓલરાઉન્ડરની બે વર્ષ બાદ થશે ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમમાં વાપસી, સ્ટોક્સને આપવામાં આવશે આરામ

News18 Gujarati
Updated: July 31, 2021, 5:11 PM IST
આ ઓલરાઉન્ડરની બે વર્ષ બાદ થશે ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમમાં વાપસી, સ્ટોક્સને આપવામાં આવશે આરામ
તસવીર- Ben stokes Instagram

બેન સ્ટોક્સે (Ben Stokes) તેના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભારત સામેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા ક્રિકેટમાંથી બ્રેક લીધો છે.

  • Share this:
નવી દિલ્હી: વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સે ભારત સામેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા ક્રિકેટમાંથી વિરામ લીધો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણી 4 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. સ્ટોક્સે (Ben Stokes) આ પગલું માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લીધું હતું. તેની જગ્યાએ ક્રેગ ઓવરટન (Craig Overton)ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે બે વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યો છે.

ઓવરટન ઈંગ્લેન્ડ માટે 4 ટેસ્ટ મેચ રમ્યો છે. 27 વર્ષીય ઓવરટોને 4 ટેસ્ટ મેચમાં 9 વિકેટ લીધી, તેમજ 124 રન બનાવ્યા. તેણે ઈંગ્લેન્ડ માટે 2019 માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી અને તેના માટે ટીમના નિયમિત સભ્ય બનવાની આ સુવર્ણ તક છે. જોકે, તેની સામે બેન સ્ટોક્સનું સ્થાન લેવું એ પોતે જ એક મોટો પડકાર હશે, કારણ કે સ્ટોક્સ ઈંગ્લેન્ડનો મેચ વિનર ખેલાડી છે.

આ પણ વાંચો: Tokyo Olympics: બોક્સર પૂજા રાની બાદ પીવી સિંધુનો પણ સેમિફાઈનલમાં પરાજય

તાજેતરમાં જ બેન સ્ટોક્સે પાકિસ્તાન સામેની વનડે શ્રેણીમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરી હતી. તેમની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. સ્ટોક્સ અત્યારે તેના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માંગે છે.

આ પણ વાંચો: Tokyo Olympics: બોક્સર પૂજા રાની બાદ પીવી સિંધુનો પણ સેમિફાઈનલમાં પરાજય

આ સાથે, તેના ડાબા હાથની આંગળીમાં ઈજા પણ છે, જેને ઠીક કરવી તેની પ્રાથમિકતા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 4 થી 8 ઓગસ્ટ, બીજી ટેસ્ટ 12 થી 16 ઓગસ્ટ, ત્રીજી ટેસ્ટ 25 થી 29 ઓગસ્ટ, ચોથી ટેસ્ટ 2 થી 6 સપ્ટેમ્બર અને પાંચમી ટેસ્ટ 10 થી 14 ઓગસ્ટ દરમિયાન રમાશે.
Published by: kuldipsinh barot
First published: July 31, 2021, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading