Video: મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શિવમ માવીએ કરી વિકેટોની વર્ષા, પરીવારે આ રીતે વધાર્યો ઉત્સાહ


Updated: January 5, 2023, 3:10 PM IST
Video: મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શિવમ માવીએ કરી વિકેટોની વર્ષા, પરીવારે આ રીતે વધાર્યો ઉત્સાહ
સ્ટેડિયમમાં શિવમ માવીની ધડબડાટી

India vs Sri Lanka: વાનખેડે સ્ટેડિયમમાં એક તરફ જ્યાં માવી સતત ભારતીય ટીમને જીત તરફ લઈ જઈ રહ્યો હતો. બીજી તરફ તેના ઘરે માતા-પિતા અને ભાઈ-બહેન દરેક વિકેટ પર તાળીઓના ગડગડાટ સાથે આ ક્ષણને યાદગાર બનાવી રહ્યા હતા. આ પહેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
મુંબઈ: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 મેચ (IND vs BAN T20 Series)ની સિરીઝની પ્રથમ મેચ 3 જાન્યુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે બે રનથી જીત (India Won by 2 Run) મેળવી હતી. મેચ દરમિયાન નોઈડાના 24 વર્ષીય ફાસ્ટ બોલર શિવમ માવીએ મેચમાં જે શાનદાર પર્ફોમન્સ (Shivam mavi in T20 Series) આપ્યું હતું, તેને જોઇને ત્યાં હાજર સૌ કોઇ મોઢામાં આંગળા નાખી ગયા હતા. આ યુવા ફાસ્ટ બોલરે તેની ડેબ્યૂ મેચમાં જ ધમાલ મચાવી હતી. તેણે માત્ર 22 જ રન આપીને 4 વિકેટ્સ મેળવી હતી. માવીનો શિકાર પથુમ નિસાંકા, ધનંજયા ડી સિલ્વા, વાનિન્દુ હસારંગા અને મહેશ તિક્ષ્ણા બન્યા હતા.

માવીના ઘરે સેલિબ્રેશનનો માહોલ

એક તરફ વાનખેડે સ્ટેડિયમ ખાતે જ્યાં માવી સતત પોતાની બોલિંગથી ભારતીય ટીમને જીત તરફ ધકેલી રહ્યો હતો. બીજી તરફ તેના ઘરે માતા-પિતા અને ભાઇ-બહેન દરેક વિકેટ પર તાળીઓના ગડગડાટથી આ પળને યાદગાર બનાવી રહ્યા હતા. માવીના ઘરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તેના ઘરનો દરેક સભ્ય ટીવી સ્ક્રીન સામે બેઠેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેની દરેક વિકેટ પર ઘરના સભ્યો તાળીઓના ગડગડાટથી તેનો ઉત્સાહ વધારતા જોવા મળે છે.

આ પણ વાંચો: ODI World Cup માટે ટીમ ઇન્ડિયાની નજર 5 વિકેટકીપર પર, એક છે ડાર્ક હોર્સ; જાણો કોનો દાવો છે મજબૂત

ભારતને મળી જીત

મુંબઈમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 162 રન બનાવી શકી હતી. તે જ સમયે 163 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મહેમાન ટીમ 160 રનમાં જ પેવેલિયન ભેગી થઇ ગઈ હતી. વિપક્ષી ટીમ માટે કેપ્ટન દાસુન શનાકાએ 27 બોલમાં 45 રનની ઈનિંગ રમી હતી. પરંતુ તેની શાનદાર ઇનિંગ્સ પણ ટીમને જીત અપાવી શકી ન હતી.


દિપક હુડ્ડા બન્યો પ્લેયર ઓફ ધ મેચ

દીપક હુડ્ડાને પ્રથમ ટી-20 મેચમાં શાનદાર બેટિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ટીમ માટે મુશ્કેલ પરિસ્થિતિમાં માત્ર 23 બોલમાં અણનમ 41 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી એક ચોગ્ગો અને ચાર શાનદાર છગ્ગા ફટકાર્યા હતા. હુડ્ડાની શાનદાર ઇનિંગના કારણે ભારતીય ટીમ 162 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી.
Published by: Samrat Bauddh
First published: January 5, 2023, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading