BCCI VIDEO ON RISHABH PANT: BCCI એ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડિયો શેર કર્યો હતો જેમાં ભારતીય સિનિયર મેન્સ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ, શુભમન ગિલ અને અન્ય ખેલાડીઓએ રિષભ પંતને જલ્દી સ્વસ્થ થવાનો વીડિયો મેસેજ આપ્યો હતો અને આ વિડીયોમાં તેઓ તમામ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઋષભ પંત 31 ડિસેમ્બરના રોજ કાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હતો અને હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
કોચ દ્રવિડે શું કહ્યું?
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે "છેલ્લા વર્ષમાં મને ઋષભ પંતને નજીકથી રમતા જોવાનો લહાવો મળ્યો છે અને તેણે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં યાદગાર એવી કેટલીક મહાન ઈનિંગ્સ રમી હતી. હું જાણું છું કે તમે ફાઈટર છો, તમારી પાસે એવું કેરેક્ટર છે, હું જાણું છું કે તમે આમાંથી પાછા ફરશો.”
ભારતીય ક્રિકેટ ટીમ 3 જાન્યુઆરીથી શરૂ થનારી શ્રીલંકા સામેની આગામી T20Iની તૈયારીમાં વ્યસ્ત છે. વરિષ્ઠ ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને T20I શ્રેણીમાંથી બહાર થયા હતા. હાર્દિક પંડ્યા T20Iનું નેતૃત્વ કરશે જ્યારે રોહિત શર્મા વનડે શ્રેણીની આગેવાની કરશે.
હાર્દિક પંડ્યાએ શું કહ્યું?
વર્તમાન શ્રેણીના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે તું બધા દરવાજા તોડીને આ મુશ્કેલ પરિસ્થિતીમાંથી પાછો આવીશ. જીવન એવું જ છે કે બધુ આપણને ગમે એવું નથી રહેતું પણ મારી અને આખી ટીમની શુભકામના તારી સાથે છે.
સૂર્યકુમાર યાદવે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે તું મેદાનમાં તો હમેશા ફાઇટર રહ્યો છે અને અમે તને મેદાનમાં મિસ કરીએ છીએ. તને જલ્દી પાછો રમતો જોવા માટે હું રાહ નથી જોઈ શકતો. તને જલ્દી સાજા થવાની શુભકામના.